નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Cook With Nisha YouTube channel on YouTube આજે આપણે ક્રિસ્પી કોર્ન ચાર્ટ બનાવવાની રીત – corn chaat banavani rit gujarati ma શીખીશું. ચોમાસા માં મકાઈ ખાવાની ખૂબ મજા આવતી હોય છે ને મકાઈ જો ભજીયા જેમ તરેલ મળે તો ખૂબ મજા આવે છે તો ચાલો corn chaat recipe in gujarati શીખીએ.
કોર્ન ચાર્ટ બનાવવા જરૂરી સામગ્રી | corn chaat recipe ingredients
- મકાઈ દાણા 250 ગ્રામ
- સ્વાદ મુજબ મીઠું
- કોર્ન ફ્લોર 4-5 ચમચી
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- ચીલી ફ્લેક્સ ½ ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- તરવા માટે તેલ
ક્રિસ્પી કોર્ન ચાર્ટ બનાવવાની રીત | corn chaat recipe in gujarati
ક્રિસ્પી કોર્ન ચાર્ટ બનાવવા સૌ પ્રથમ મકાઈ માં દાણા લ્યો ( તમે તાજી મકાઈ માંથી દાણા કાઢી ને લઈ શકો અથવા ફ્રોજન કરેલ પણ લઈ શકો છો) એને પાણી થી ધોઈ ને સાફ. કરી લ્યો
હવે ગેસ પર એક તપેલી માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરો પાણી ઉકળવા લાગે એટલે એમાં મકાઈના દાણા નાખી પાંચ સાત મિનિટ સુધી ચડવા દેવા ( મકાઈ બાફતી વખતે ક્યારે મીઠું ના નાખવું જો બાફવા માં મીઠું નાખશો તો દાણા ઠંડા થશે પછી ચવડા થઈ જશે)
સાત મિનિટ માં મકાઈ ના દાણા બફાઈ જસે ને પાણી મા ઉપર આવવા લાગશે એટલે ગેસ બંધ કરી ને દાણા ને ચારણીમાં કાઢી લ્યો ને થોડા ઠંડા થવા દેવા દાણા થોડા ઠંડા થાય એટલે એક વાસણમાં લ્યો ને એમાં કોર્ન ફ્લોર ને થોડો થોડો નાખી ચમચા થી કે હાથ વડે બરોબર મિક્સ કરતા જાઓ બધા દાણા પર કોર્ન ફ્લોર બરોબર લાગી જાય એનું ધ્યાન રાખવું
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં મકાઈ ના દાણા જેટલા સમાય એટલા નાખી ને ઉપર ઢાંકણ લગાવો જેથી તેલ તમારા પર ઉડે નહિ બે મિનિટ પછી ઢાંકણ ખોલી નાખો ને દાણા ને ઝારાથી હલાવી લ્યો
ત્રણ ચાર મિનિટમાં દાણા તરાઈ જસે એટલે ઝારા ની મદદ થી કાઢી લ્યો ને ચારણીમાં કે પેપર નેપકીન પર મૂકો જેથી કોઈ વધારાનું તેલ હોય એ નીકળી જાય બીજા દાણા ને તરવા નાખો ને એને પણ ઢાંકી ને તરી લ્યો આમ બધા દાણા ને તરી ને કાઢી લ્યો
હવે એક વાસણમાં બધા તરેલા દાણા ને એક વાસણમાં લઈ એના પર સ્વાદ મુજબ મીઠું, ચાર્ટ મસાલો, ચીલી ફ્લેક્સ, શેકેલ જીરું પાઉડર, લીંબુ ની રસ ને લીલા ધાણા સુધારેલ ( અગી તમે ઝીણી સુધારેલ ડુંગળી, ટમેટા, લીલા મરચા પણ નાખી શકો છો) નાખી બરોબર મિક્સ કરો ને સર્વ કરો ક્રિસ્પી કોર્ન ચાર્ટ.
corn chaat banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cook With Nisha ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
મગદાળ નમકીન બનાવવાની રીત | moong dal namkeen banavani rit | moong dal namkeen recipe in gujarati
ચીઝ બોલ્સ બનાવવાની રીત | cheese balls banavani rit | cheese balls recipe in gujarati
મસાલા પરોઠા બનાવવાની રીત | masala paratha banavani rit | masala paratha recipe in gujarati
મસાલા બ્રેડ બનાવવાની રીત | Masala bread banavni rit | Masala bread recipe in gujarati
મિસ્સી રોટી બનાવવાની રીત | missi roti recipe in gujarati | missi roti banavani rit
કરાચી બિસ્કીટ બનાવવાની રીત | karachi biscuitbanavani rit | karachi biscuit recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે