ઉધરસ મટાડવા માટેના ઘરગથ્થું ઉપાયો | cough treatment home remedy

ઉધરસ નો ઉપાય - cough treatment cough home remedy in Gujarati - ઉધરસ મટાડવા માટેના ઘરગથ્થું ઉપાયો - udhras upchar in Gujarati - ઉધરસ નો ઉપાય
Advertisement

આજ ને આ આર્ટીકલ ની અંદર અમે ઉધરસ થવાના કારણો નહિ પરંતુ ઉધરસ નો ઉપાય, ઉધરસ મટાડવા માટેના ઘરઘથ્થુ ઉપાયો, ઉધરસ મટાડવા ના ઉપાયો,ઉધરસ ના ઘરેલું ઉપચાર,udhras no upay, udhras upchar in Gujarati, udhras ni dava in Gujarati,cough treatment home remedy Gujarati, જેવા વિવિધ પ્રશ્નો ના માટે ના જવાબ છે તે તમને જણાવીશું.

ઉધરસ | Cough

ઉધરસ થવી આમ તો એક સામાન્ય બાબત છે. નાણા બાળકો થી લઇ ને મોટા વ્યક્તિઓ તમામ ને ઉધરસ થઇ શકે છે. સીઝનલ ફેરફાર થાય તો પણ શરદી ઉધરસ થઇ શકે છે.

ઉધરસ થવાથી ગળા માં દર્દ થવા લાગે છે, ગળું સુકાઈ જાય છે. ઉધરસ એ પોતે લોઈ રોગ નથી પણ બીજા રોગો થવા ના લક્ષણ સ્વરૂપ છે, જેમકે શરદી, જુકામ, નીમોનીયા, દમ, ટી.બી., વગેરે.

Advertisement

જો ઉધરસ લાંબો સમય સુધી રહી જાય છે તોબીજા ઘણા રોગ ઉત્પન કરી શકે છે, માટે જરૂરી છે કે તેનો ઇલાઝ સમયસર કરી લેવાય.

ઉધરસ ના કારણે કમજોરી આવી જતી હોય છે, ગળા માં અસહ્ય દુખાવ થતો હોય છે. ઘણી વખત જો ઉધરસ થઇ હોય અને યોગ્ય અને સમયસર ઇલાઝ નથી થતો ત્યારે ટી.બી. અને દમ જેવી ભયંકર બીમારી પેદા થઇ શકે છે.

આવી ગંભીર બીમારીઓ ના થાય અને વ્યક્તિ સ્વસ્થ રહે તેના માટે આપણા આયુર્વેદ માં ઘણા બધા નુસખા આપવામાં આવ્યા છે, ઘણા બધા ઘરગથ્થું ઉપચારો આપવામાં આવ્યા છે.

જેનો આપને ઉપયોગ કરીએ તો અવશ્ય ઘર બેઠા જ ઇલાઝ કરી શકીએ છીએ અને એલોપેથી દવાઈ માંથી છુટકારો મેળવી શકીએ છીએ

નાના બાળકો ને થતી ઉધરસ થી આખું ઘર પરેશાન થઇ જાય છે. શું તમે જાણો છો ઉધરસ ના પણ અલગ અલગ પ્રકારો છે?

હા ઉધરસ ના પ્રકારમા સુકી ઉધરસ, સાદી ઉધરસ, ઉટાટીયું, હઠીલી ઉધરસ, કાસ ઉધરસ,સુકી ઉધરસ,જૂની શરદી-ઉધરસ નો સમાવેશ થાય છે

તો ચાલો તમને જણાવીએ આવી ઉધરસ ને જલ્દી થી અને ઘરમાં જ મળી રહેતી વસ્તુઓ થી કઈ રીતે મટાડી શકાય છો, ખાસ કરી ને આ શિયાળા માં શરદી ઉધરસ થઇ જવી સામાન્ય થઇ જાય છે.

હઠીલી ઉધરસ

બદામ નું મગજ ૪૦ ગ્રામ, દૂધીનું મગજ ૪૦ ગ્રામ, કાકડીનું મગજ ૨૫ ગ્રામ, ૧૫ ગ્રામ બાવળનો ગુંદ, ૧૨ ગ્રામ ખસખસ નું તેલ, ૧૨ ગ્રામ બદામ નું તેલ, તેલ સિવાય ની બધી સામગ્રીઓ બારીક વાટવી પછી તેમાં બદામ અને ખસખસ નું તેલ નાખવું, ત્યારબાદ તેમાં ૬૦ ગ્રામ સાકર અને ૬૦ ગ્રામ મધ મિલાવી ધીમા તાપે પાક કરવો.

એક તાર ની ચાસની બની જાય પછી ઉતારી લેવું. આ પાક ને “બદામે શીરી” પાક કહેવાય છે.

આ પાક દરરોજ સવાર અને સાંજ ૧૦-૧૦ ગ્રામ ખાવાથી હઠીલી ઉધરસ અને વારંવાર સુકું પડી જતું ગળું મટી જાય છે.

કાસ ઉધરસ

અરડુસી ના પાન, કાળી દ્રાક્ષ, અને હરડે ચૂર્ણ સરખી માત્રા માં લઈને અધકચરા પીસીને તેમાંથી દરરોજ એક વાટકી મિશ્રણ લઈને બે ગ્લાસ પાણીમાં ઉકાળવું. આશરે એક કપ પાણી બાકી રહે ત્યારે ઉતારી ગાળી તે પાણી ના બે ભાગ કરી એક ભાગ સવારે અને એક ભાગ સાંજે પીવાથી ઉધરસ માં ફાયદો થાય છે.

લીંડી પીપર, ગંઠોડા, બહેડા, સુંઠ અને અરડુસી આ બધું સરખે ભાગે લઈને પીસી ને એક બોટલ માં ભરી રાખવું. તેમાંથી અડધી અડધી ચમચી સવાર- બપોર- સાંજ હુફાળા પાણી સાથે લેવાથી ઉધરસ માં ત્વરિત ફાયદો થાય છે.

વારંવાર જો ઉધરસ થઇ જતી હોય તો અરડુસી ના ફૂલ લાવી ને તેને છાયાં માં સુકવીને પીસીને ચૂર્ણ જેવું બનાવી લેવું. એક ચમચી મધ માં અડધી ચમચી ચૂર્ણ નાખી ને ચાટવાથી ઉધરસ મટી જાય છે.

સુકી ઉધરસ

સુકી ઉધરસ ગળામાં થતી ખુજ્લીને કારણે થાય છે. કફ ના કારણે નહિ.

બહેડા, માંરેઠી, અને દાડમ ફળ ની છાલ એક ગ્રામ લઇ ૨ કપ પાણીમાં ઉકાળવું અડધું કપ બાકી રહે ત્યારે ગાળી લઇ તેમાં સાકર નાખીને બે ભાગ કરીને સવાર સાંજ પીવાનું રાખવું આમ થોડાક દિવસ પ્રયોગ કરવાથી સુકી ઉધરસ માં ફાયદો થાય છે.

ભોયરીંગણી પંચાંગ,જીરું અને આંબળાનો તાજો ગર સરખા ભાગે લઈને તેને વાટીને તે મિશ્રણ ના આઠ ગણા પાણી માં ઉકાળવા મુકો અને ચમચા ની મદદથી હલાવતા રહેવું.

ઘાટું થાય એટલે ઉતારી લઈને એક સ્વચ્છ કપડું લઈને તેના ઉપર પાથરી દેવું, સુકાઈ જાય અને ગોળી બનવા જેવું થાય એટલે તેની ગોળી બનાવીને રાખી દેવી.

પછી ઉધરસ થઇ હોય તેને ચૂસવા આપવી, આ નાની નાની ગોળીઓ થી ઉધરસ માં સારીએવી રાહત થાય છે.

જૂની શરદી-ઉધરસ

એક ભાગ તજને બે ભાગ કમળ કાકડી નું બીજ લઇ બન્ને ને મિક્ષ કરીને બારીક ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ ને સવાર સાંજ એક એક ચમચી લઈને મધ સાથે ચાટવાથી ખુબ જ ફાયદો થાય છે.

ઉધરસ મટાડવા માટેના ઘરઘથ્થુ ઉપાયો

ભેજવાળા અને વાદળિયા વાતાવરણ વછે ઉધરસ થવી સામાન્ય સમસ્યા થઇ જાય છે. ત્યારે તેમાંથી રાહત મેળવવા માટે સુંઠ નાખીને ઉકાળેલું પાણી આખું દિવસ પીવાથી રાહત થાય છે.

વરધારો ના ફળ ને વાટીને તેમાંથી કાઢેલો ૧૦ મિલી જેટલો રસ, ૧૦ ગ્રામ મધ અને ૫ ગ્રામ ઘી સાથે મિક્ષ કરીને ચાટવાથી અને તેના પર હુફાડું દૂધ પીવાથી પાચ દિવસ માં જ ઉધરસ માં ફાયદો થાય છે અને રાહત મળે છે.

થોર ના ઝાડ નું મૂળ લાવીને બાળીને તેની રાખ બનાવીને તે રાખ  બે થી ત્રણ ચમચી જેટલી લઇ અરદુસી ના પાન ના ચાર ચમચી રસ સાથે રોહ ત્રણ ટાઇમ લેવાથી ઉધરસ માં ત્વરિત રાહત મળે છે.

અરડુસી ના સુકા પણ, જેઠીમધ, બહેડા અને હળદર સરખા ભાગે લઇ તેમાં દશમો ભાગ સૌભાગ્ય ચૂર્ણ ભેળવી રાખો. બે બે ગ્રામ ચૂર્ણ દિવસમાં ચાર થી પાંચ વાર પાણી સાથે લો.

જેઠીમધ અને હળદર સરખા ભાગે મિક્સ કરીને તેમાંથી એક ચમચી ચૂર્ણ ગરમ દૂધ સાથે પી લો. જયારે ઉધરસ થઇ હોય ત્યારે દિવસમાં બે થી ત્રણ વાર આ ચૂર્ણ ને પી શકાય છે.

Cough treatment home remedy Gujarati 

એલોવેરા ના ગર્ભ ને નીકાળીને તેમાં ચપટી હળદર અને મીઠું મિક્ષ કરીને દિવસ માં બે વાર સવાર અને સાંજ ખાઓ. તમે તેમાં સહેજ મધ પણ નાખીને ખાઈ શકો છો.

બાવળની આંતરછાલ નો અડધો ઇંચ જેટલો ટુકડો અને ચપટી સિંધા નમક મોઢામાં રાખીને ચૂસ્યા કરવું. ઉધરસ આવતી બંધ થઇ જશે.

ઉધરસ થતી હોય અને શ્વાસ ચડતો હોય ત્યારે ૨ ગ્રામ અજમો, અને ૨ ગ્રામ ખસખસ લઇ બન્નેને વાટીને ચાટવું. શ્વાસ ચડતો બંધ થઇ ને ઉધરસ મટી જાય છે.

અજમો, સુંઠ અને હળદર સરખા ભાગે લઈને મિક્ષ કરી લો. તેંથી બે ચમચી ચૂર્ણ એક ગ્લાસ પાણી માં નાખીને ઉકાળો તેમાં ચપટી મીઠું ઉમેરીને સૂપની પીવાથી ઉધરસ માં જલ્દી જ ફાયદો થાય છે.

તુલસીના પાંદડાને પાણીમાં ઉકાળી ને કાળો બનાવીને પીવાથી ઉધરસ મટે છે. તુલસીના પાંદડા નો રસ અને આદુનો રસ મિક્સ કરીને તેમાં મધ નાખીને ચાટવાથી ઉધરસ માં ફાયદો થાય છે.

Udhras no Upay

અડધી ચમચી ડુંગળીનો રસ અન એક ચમચી મધ દિવસ માં બે વાર સેવન કરવાથી ઉધરસમાં રાહત મળે છે.

એક ચમચી સરસીયા ને એક ગ્લાસ ગરમ પાણી માં ઉકળવા મુકો. આ પાણી ને હુંફાળું જ પીવું. સરસીયા વાળું પાણી પીવાથી જામી ગયેલો કફ બહાર નીકળી જશે. સરસીયા માં રહેલો સલ્ફર જામેલા કફ ને તરત જ બહાર કાઢે છે.

લીંડી પીપર, જાયફળ, અને લવિંગ આ ત્રણેય વસ્તુ ૫-૫ ગ્રામ લઈને તેમાં ૧૫ ગ્રામ બહેડા, ૮૦ ગ્રામ સુંઠ લઇ તેમાં ૧૨૫ ગ્રામ જેટલી પીસેલી સાકર મિક્ષ કરવી. દરરોજ એક ચમચી જેટલું ચૂર્ણ પાણી સાથે લેવાત્જી ઉધરસ માં રાહત થાય છે.

૫૦ ગ્રામ બાવળ ની આંતર છાલ લઇ તેના નાના નાના ટુકડા કરીને ૮૦૦ મિલી પાણીમાં ઉકાળી ૧૦૦ મિલી પાણી રહે ત્યારે ગાળી લો. મરી, લવિંગ અને બહેડા ૨૦-૨૦ ગ્રામ લઈને પીસીને ચૂર્ણ તૈયાર કરો.

આ ચૂર્ણ માં બાવળનો તૈયાર કરેલો ઉકાળો છાંટી ને નાની નાની ગોળી બને તેવું ઘાટ બનાવો, હવે મરી ના દાણા જેવડી નાની નાની ગોળીઓ વાળીને છાયા માં સુકાવીને બરણી માં ભરો. આ ગોળી ચૂસવાથી ઉધરસ માં રાહત મળે છે.

ઉધરસ નો ઉપાય

હિંગ ને સેકી ને ગરમ પાણી સાથે પીવાથી ઉધરસ મટે છે.

નાના બાળકો ને થયેલી ઉધરસ માં લસણ ની કડીઓ ને થોડીક કચડી ને પોટલી બનાવી ને ગળા માં પહેરાવી દો. ઉધરસ થશે જ નહિ.

ઉધરસ મટાડવા માટેના ઘરઘથ્થુ ઉપાયો મા હળદર અને સુંઠ મધ સાથે સવાર સાંજ ચાટવાથી ઉધરસ મટે છે.

હળદર અને ગોળ ને થોડોક સેકી ને તેની ગોળી બનાવી ને ચૂસવાથી ઉધરસ મટે છે.

ઉધરસ નો ઉપાય તરીકે નવસેકા પાણી સાથે અજમો ખાવાથી કફ ના લીધે જે ઉધરસ થઇ હોય એ મટી જાય છે.

તુલસી નો રસ ને સાકર સથે પીવાથી ઉધરસ મટે છે.

રાત્રે થોડાક સેકેલા ચણા ખાઈ જાઓ, સેકેલ ચણા ખાધા પછી પાણી પીવું નહિ.

અરડુસી ના પાંદ નો રસ ને મધ સાથે ચાટવાથી ઉધરસ મટી જાય છે.

ડુંગળી ના રસ માં મધ મિક્ષ કરી ને પીવાથી ઉધરસ મટે છે.

ડુંગળી ના રસ નો ઉકાળો પીવાથી કફ ની ઉધરસ મટી જાય છે,udhras no upay.

ઉધરસ મટાડવા ના ઉપાયો | Udhras upchar in Gujarati

લવિંગ ને મોઢા માં રાખી ને ચૂસવાથી ઉધરસ મટે છે, Udhras upchar in Gujarati

કાળા મરી ના ભૂકા ને દૂધ સાથે ઉકાળી ને પીવાથી રાહત થાય છે.

કાળા મરી ના ભૂકા ને સાકર અને મધ સાથે ભેળવી ને ચાટવાથી ફાયદો થાય છે.

એક ચમચી આદું નો રસ, એક ચમચી તુલસી નો રસ, મધ સાથે ચાટવાથી ઉધરસ મટે છે.

હળદર વારુ દૂધ પીવાથી ઉધરસ મટે છે.

દાડમ ના ફળ ની છાલ નો ટુકડો મોઢા માં રાખી ને ચૂસવાથી ઉધરસ માં ફાયદો થાય છે.

થોડી ખજૂર ખાઈ ઉપર થી થોડું ગરમ પાણી પીવાથી કફ પાતળો થઇ જશે અને દમ અને ઉધરસ માં જલ્દી થી રાહત મળે છે.

ફુદીના નો રસ પીવાથી પણ ઉધરસ માં રાહત મળે છે.

ઉધરસ ના ઘરેલું ઉપચાર | udhras ni dava in Gujarati

લીલા ચણા માં હળદર અને મીઠું નાખી ને સેકી લો. હવે આ ચણા ને સવાર સાંજ ખાવાથી ઉધરસ માં ફાયદો થાય છે. ચણા ખાઈ ને અમુક કલાક સુધી પાણી પીવું નહિ.

અજમા ને મીઠું અને હળદર નાખી ને સેકી ને ખાવાથી ઉધરસ મટે છે.

કેળા ના પાંદ ને બાળી ને ભસ્મ બનાવી લો. હવે આ ભસ્મ દિવસ માં ત્રણ ચાર વાર ૧૦ ગ્રામ જેટલી માત્રામાં મધ સાથે ચાટવાથી ઉધરસ માં ફાયદો થાય છે.

આંબલી ના કચીકા ને શેકી તેનું ચૂર્ણ બનાવી ને મધ અથવા ઘી સાથે ચાટવાથી ઉધરસ કે કફ માં લોહી પડતું હોય તો એમાં રાહત મળે છે.

ઉધરસ ને સંબંધિત કેટલાક પ્રશ્નો

સુકી ઉધરસ માં શું ખાવું જોઈએ?

સુકી ઉધરસ માં મધ રામબાણ ઇલાઝ છે. ૨ ચમચી મધ ને એક ગ્લાસ નવસેકા પાણી માં નાખીને પીવાથી ત્વરિત ફાયદો થાય છે.

શું ઉધરસ થઇ હોય ત્યારે દૂધ પી શકાય?

ના, ઉધરસ થઇ હોય ત્યારે દૂધ અને દૂધ ની બનાવટો ના સેવન થી દૂર રહેવું જોઈએ. કારણકે દૂધ અને દૂધ ની બનાવટો ના સેવન થી શ્વસન તંત્ર, ફેફસાં, અને ગળા માં કફ જામી જાય છે.

સતત ઉધરસ આવતી હોય ત્યારે શું કરવું જોઈએ?

ઉધરસ ને રોકવા માટેનો બેસ્ટ ઉપાય છે હુંફાળું પાણી, હુંફાળું પાણી આંખો દિવસ પીંવું, હુફાળા પાણીમાં મીઠું નાખીને પાણી પીવું અને તે પાણી ના કોગળા પણ કરવા.

જૂની ઉધરસ નો ઇલાઝ કેવી રીતે કરવો?

જૂની ઉધરસ ને દૂર કરવા માટે આદું રામબાણ ઇલાઝ છે. આદુને પાણીમાં નાખીને તેનો કાળો બનાવી લો. પછી તેમાં મધ નાખીને એ પાણી પીવાનું રાખો. ઉધરસ માં ત્વરિત રાહત થઇ જશે.

ઉધરસ ની સરળ અને ઘરેલું દવાઈ કેમ બને છે?

અડધી ચમચી મધ માં એક ચપટી એલચી અને લીંબૂ નો રસ નાખીને મિક્સ કરી લો, હવે આ મિશ્રણ ને દિવસ માં બે થી ત્રણ વાર સેવન કરો, ઉધરસ નો સરળ, દેશી, અને સસ્તો ઘરેલું ઉપચાર છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

મધ ના ફાયદા | મધ ના પ્રકાર | મધ ના નુકસાન | મધ ની પરખ | મધ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | madha na fayda | madha na fayda in Gujarati

મોસંબી ખાવાના ફાયદા અને ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | mosambi na fayda

સફરજન ખાવાના ફાયદા | સફરજન વિશે માહિતી | સફરજન ના ઘરેલું ઉપચાર | safarjan na fayda | apple benefits in Gujarati

હિંગ ના ફાયદા અને નુકસાન | હિંગ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | Hing na fayda | Hing na gharelu upay

બ્રોકલી ના ફાયદા અને નુકશાન | Broccoli na fayda in Gujarati

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement