ક્રિસ્પી વેજીટેબલ કટલેસ બનાવવાની રીત | Vegetable cutlet recipe in Gujarati

Crispy Vegetable cutlet recipe in Gujarati - Katles recipe in Gujarati - ક્રિસ્પી વેજીટેબલ કટલેસ બનાવવાની રીત
Image – Youtube/HomeCookingShow
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું ક્રિસ્પી વેજીટેબલ કટલેસ બનાવવાની રીત ગુજરાતીમાં, Crispy Vegetable cutlet recipe in Gujarati, Katles recipe in Gujarati.

વેજીટેબલ કટલેસ બનાવવાની રીત | Vegetable cutlet recipe in Gujarati

કટલસ બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે.

  • બાફેલા ૫-૬ બટાકા
  • બાફેલા ૧ કપ વટાણા
  • ગાજર ૧ કપ છીણેલું
  • ફૂલાવર ૧ કપ બાફેલી
  • કેપ્સિકમ ૧ કપ જીના સમારેલા
  • સુધારેલી ૧-૨ ડુંગરી જીણી
  • લીલા મરચા ૨-૩ સુધારેલા
  • આદુ ૧-૨ ચમચી છીણેલું
  • હળદર પા ચમચી
  • લાલ મરચા નો પાવડર ૧-૨ ચમચી
  • ધાણા જીરું નો પાવડર ૧ ચમચી
  • ગરમ મસાલો ૧ ચમચી
  • કાજુ ના કટકા ૫-૭ ચમચી
  • બ્રેડ ક્રમ (બ્રેડ નો ભૂકો) ૧ કપ
  • કોર્ન ફ્લોર ૧ -૨ ચમચી
  • ૧ લીંબુ નો રસ
  • લીલા ધાણા સુધારેલા ૧ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ તરવા માટે
  • જરૂર મુજબ પાણી
  • વેજીટેબલ તમને મનગમતા લઈ સકો છો

Cutlet recipe in Gujarati – કટલેસ બનાવવાની રીત

વેજિટેબલ કટલસ બનાવવા માટે એક વાસણ માં બાફેલા બટાકા, બાફેલા વટાણા, બાફેલા ફૂલાવર,છીણેલું ગાજર,કેપ્સિકમ સુધારેલ, લીલા મરચા સુધારેલ,છીણેલું આદુ,સુધારેલ લીલા ધાણા, ડુંગરી,લીંબુ નો રસ, હળદર, લાલ મરચાં નો પાવડર,ધાણા જીરું નો પાવડર,સ્વાદ મુજબ મીઠું ને ગરમ મસાલો નાખી બધું બરોબર મિક્સ કરો

ત્યાર બાદ તેમાં કાજુ ના કટકા ને બ્રેડ ક્રમ નાખી બરોબર મિક્સ કરો, મિશ્રણ બરોબર મિક્સ થાય એટલે તેને મનગમતા આકાર ને સાઇઝ ની કટલેસ તૈયાર કરી ને એક બાજુ મૂકો, બધી જ કટલેસ તૈયાર કરી લેવી

Advertisement

હવે એક બીજા એક વાટકા માં કોર્ન ફ્લોર લઈ તેમાં એક કપ પાણી નાંખી બરોબર મિક્સ કરી લેવું ત્યાર બાદ તૈયાર કટલેસ ને તેમાં બોળી બ્રેડ ક્રમ માં બરોબર ફેરવી ને બ્રેડ ક્રમ નું આવરણ( કોટઇંગ) બધી જ કટલેસ તૈયાર કરી ૧૦-૧૫ મિનિટ ફ્રીઝ માં મૂકી દેવી

ત્યાર બાદ ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં થોડી થોડી કરી ને બધી જ કટલેસ ગોલ્ડન થાય ત્યાં સુધી સેકી લ્યો ને ગરમ ગરમ ચટણી કે સોસ સાથે પીરસો ગરમાગરમ વેજીટેબલ કટલેસ

Katles recipe in Gujarati

 

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ડાર્ક હોટ ચોકલેટ બનાવવાની રીત – hot dark cholcolate recipe in Gujarati

હેલ્ધી અને સ્વાદિષ્ટ મૂળા ના મુઠીયા બનાવવાની રીત – Muda na Muthiya Recipe

સ્વાદિષ્ટ ટર્કીશ બેડ બનાવવાની રીત – Turkish bread recipe in Gujarati

બ્રેડ પકોડા બનાવવાની રીત – Bread Pakoda Reicpe in Gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી વિડીયો જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement