નમસ્તે મિત્રો આજે આપણે દહીં બ્રેડ રોલ્સ બનાવવાની રીત વિથ ચટણી બનાવવાની રીત – Dahi bread rolls banavani rit શીખીશું, do subscribe Kunal Kapur YouTube channel on YouTube If you like the recipe , આ દહીં બ્રેડ રોલ્સ ને દહીં ના કબાબ, દહી કે શોલય પણ કહેવાય છે જે દિલ્હી બાજુ બનાવવામાં આવે છે જે ઉપરથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ લાગે છે જે એક ખાસ આંબલી ડુંગળી ની ચટણી સાથે ખુબજ ટેસ્ટી લાગે છે તો ચાલો જાણીએ Dahi bread rolls recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
દહીં બ્રેડ રોલ્સ બનાવવા જરૂરી સામગ્રી
- દહીં 5 કપ
- ઝીણી સુધારેલી ડુંગળી 2-3 ચમચી
- ઝીણું સમારેલું કેપ્સીકમ 2 ચમચી
- આદુ ઝીણું સમારેલું ½ ચમચી
- લીલા મરચા ઝીણા સમારેલા 2-3
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- સંચળ ½ ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- છીણેલું ચીઝ ⅓ કપ
- શેકેલ જીરું પાઉડર 2 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- બ્રેડ સ્લાઈસ
- તરવા માટે તેલ
આંબલી ડુંગરી ની ચટણી બનાવવા માટેની સામગ્રી
- આંબલી નો પલ્પ 1 કપ
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- બાફેલા બટાકા 1
- આદુ ની કતરણ ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- સંચળ ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- શેકેલ જીરું પાઉડર 1 ચમચી
- ખાંડ 2 ચમચી
- લીલા ધાણા સુધારેલા 1-2 ચમચી
દહીં બ્રેડ રોલ્સ બનાવવાની રીત | Dahi bread rolls recipe in gujarati
દહીં બ્રેડ રોલ્સ વિથ ચટણી બનાવવા સૌપ્રથમ દહીં ને કપડા માં બાંધી ને ટીંગાડી લ્યો ને ચાર પાંચ કલાક ટીંગાડી લ્યો જેથી એમાં રહેલ પાણી નીકળી જાય પાંચ કલાક પછી દહી ને એક વાસણમાં કાઢી લ્યો
એમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણું સમારેલું કેપ્સીકમ, આદુ ઝીણું સમારેલું, લીલા મરચા ઝીણા સમારેલા, લીલા ધાણા સુધારેલા, સંચળ, મરી પાઉડર, છીણેલું ચીઝ, શેકેલ જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી દહી નું મિશ્રણ તૈયાર કરી લ્યો
હવે બ્રેડ ની સ્લાઈસ લ્યો ને વેલણ વડે થોડી વણી લ્યો હવે પ્લાસ્ટિક પર એક વણી રાખેલ સ્લાઈસ મૂકો અને એની કિનારી ઉપર પાણી લગાવી બીજી વણી રાખેલ સ્લાઈસ મૂકી થોડી દબાવી લ્યો હવે બને ની બરોબર વચ્ચે દહી નું મિશ્રણ મૂકી એક બાજુથી ફોલ્ડ કરી લ્યો ત્યાર બાદ પ્લાસ્ટિક થી બીજી બાજુ ફોલ્ડ કરો
હવે પ્લાસ્ટિક માંથી બ્રેડ ની બને બાજુ બરોબર એક સાથે દબાવી ને પીપર કે ટોફી ના રેપ જેવો આકાર આપી દયો આમ બીજી બ્રેડ ને વણી એમાં દહી નું મિશ્રણ ભરી પેક કરી લ્યો અથવા તો એક સ્લાઈસ ને વણી એની કિનારી પર પાણી લગાવી વચ્ચે દહી નું મિશ્રણ મૂકી અડધી ફોલ્ડ કરી લ્યો ને આંગળી થી દબાવી બરોબર પેક કરી એક બાજુ મૂકો આમ બધી સ્લાઈસ માંથી તૈયાર કરી લ્યો અને એક બાજુ મૂકો
ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ રોલ્સ નાખી ગોલ્ડન તરી લ્યો અથવા બેક કરી ને તૈયાર કરી લ્યો આ બધા જ રોલ્સ ને તરી લ્યો ને ચટણી સાથે સર્વ કરો દહીં બ્રેડ રોલ્સ વીથ ચટણી
આંબલી ડુંગરી ની ચટણી બનાવવાની રીત
આંબલી નો પલ્પ લ્યો એમાં એક કપ પાણી નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, આદુ ની કતરણ, લીલા મરચા સુધારેલા, લાલ મરચાનો પાઉડર, મરી પાઉડર, શેકેલ જીરું પાઉડર, ખાંડ, બાફેલા બટાકા મેસ કરી, લીલા ધાણા સુધારેલા અને મીઠું સ્વાદ મુજબ નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો યો તૈયાર છે ચટણી.
Dahi bread rolls banavani ri
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો.
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
શાહી ટુકડા બનાવવાની રીત | Shahi tukda banavani rit | Sahi tukda recipe
ફાડા લાપસી બનાવવાની રીત | Fada lapsi banavani rit | fada lapsi recipe in gujarati
જલજીરા બનાવવાની રીત | Jal Jeera Recipe in Gujarati | Jal Jeera banavani rit
ગરમ મસાલો બનાવવાની રીત | ghare garam masalo banavani rit | garam masala recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે