આપણા ભારતની અંદર પત્ર વ્યવહાર અને બેન્કિંગની સર્વિસમાં ખુબ જ જુનુ એવું પોસ્ટ વિભાગ થોડા દિવસ પહેલા તેની નવી એપ્લિકેશન DakPay Upi by ippb લાવી છે તો ચાલો જાણીએ તેના વિશે સંપૂર્ણ માહિતી, Dakpay upi by ippb details.
Dakpay upi by ippb details
ભારતીય ડાક વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવેલી ડાક પોસ્ટ પેમેન્ટ બેંક ની સર્વિસ એપ્લિકેશન દ્વારા ડાક વિભાગ ની અંદર એકાઉન્ટ ધરાવતા વ્યક્તિઓ મોબાઈલ દ્વારા હવે રૂપિયા મોકલી શકશે, કોઈ ક્યુઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકશે અને ભારતની અંદર ગમે તે બેન્ક ની અંદર બેન્કિંગ સેવાઓ નો ઉપયોગ કરી શકશે
ડાક વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવેલી Dakpay upi by ippb એપ્લિકેશનની મદદથી ઘણા બધા કામ હવે ઓનલાઈન ખૂબ જ સરળતાથી થઇ જશે આ સિવાય આ એપ્લિકેશનની મદદથી તમે ડાક વિભાગની વિવિધ સેવાઓને તમારા ઘરે મેળવી શકશો
Dakpay upi by ippb એપ્લિકેશનની અંદર વ્યક્તિ દ્વારા પોતાની પ્રોફાઇલ બનાવવામાં આવશે તેમ જ તેની અંદર તે તેની અન્ય બેંકના એકાઉન્ટ પણ અટેચ કરી શકશે અને તેને ઓપરેટ કરી શકશે
પોસ્ટ પેમેન્ટ બેંક ની એપ દ્વારા વ્યક્તિ અન્ય ખાતેદારોને યુપીઆઈ દ્વારા રૂપિયા મોકલી શકાશે તેમજ કોઇ અન્ય યુપીઆઈ ધારક પાસેથી રૂપિયા માટેની રિક્વેસ્ટ પણ મોકલી શકાશે
આ એપ્લિકેશનની અંદર તમે તમારા વિવિધ પ્રકારના યુપીઆઈ એકાઉન્ટને પણ સેટિંગ્સ ની અંદર જઈ અને મેનેજ કરી શકો છો સાથે સાથે તેની અંદર ઓટોમેટીક પેમેન્ટ ની સુવિધા આપવામાં આવી છે અને તમે ચાર ડિજિટ ના એમપીન દ્વારા તમે તમારા કોઈપણ જગ્યાએ પેમેન્ટ કરી શકો છો
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
Mi Robot Vacuum Mop P સ્માર્ટ વેક્યુમ ક્લીનર જે જાળું અને ફટા બને કરે છે
Infinix એ Infinix Smart Hd 2021 મોબાઈલ 6000 થી ઓછી કીમત મા 5000mAh સાથે મોબાઈલ લોન્ચ કર્યો
આવીજ બીજી માહિતી ગુજરાતી માં જાણવા અહી ક્લિક કરો.
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે