ધાબા સ્ટાઈલ દાલ ફ્રાય તડકા બનાવવાની રેસીપી | Dal fry tadka recipe in Gujarati

Dal fry tadka recipe in Gujarati - દાલ ફ્રાય તડકા બનાવવાની રેસીપી રીત - તડકા દાળ બનાવવાની રીત
Image – Youtube/Chef Ranveer
Advertisement

આજે અમે આપણા માટે ધાબા સ્ટાઈલ દાલ ફ્રાય તડકા બનાવવાની રેસીપી / રીત લાવ્યા છીએ જે તમે ઘરે ખુબજ સરળતા થી બનાવી શકશો,તો ચાલો જોઈએ,Dal fry tadka banavani recipe rit gujarati ma, દાલ ફ્રાય બનાવવાની રેસીપી, તડકા દાળ બનાવવાની રીત.

Dal fry tadka recipe in Gujarati

દાળ બાફવા માટે ની સામગ્રી:-

  • દેશી ઘી ૨ ચમચી
  • ૧/૨ કપ તુવેર દાળ (પલાળેલી)
  • મગ ની દાળ ૩ ચમચા (પલાળેલી)
  • ૧ ઇંચ આદું નો ટૂકડો જીણો સુધારેલો
  • મીઠું ૧/૨ ચમચી
  • હળદર પાઉડર ૧/૪ ચમચી
  • લાલ મરચું પાઉડર ૧ ચમચી
  • ૧ લીલું મરચું
  • પાણી ૧.૫ કપ

દાળ તડકા માટે ની સામગ્રી:-

  • ડુંગળી ૧ સુધારેલી
  • ૧ ઇંચ આદું નો ટૂકડો જીણો સુધારેલો
  • લસણ જીણું સમારેલું ૧ ચમચો
  • ઘી ૧ ચમચો
  • તેલ ૧ ચમચો
  • જીરૂ ૧/૨ ચમચી
  • લાલ મરચું પાઉડર ૧ ચમચી
  • હળદર પાઉડર ૧/૨ ચમચી

દાળ તડકા – ૨ ની સામગ્રી:-

  • ઘી ૨ ચમચા
  • તેલ ૨ ચમચા
  • ૩-૪ લસણ ની કણી ની સુધારેલી
  • લાલ કાશ્મીરી લાલ મરચા ૨-૩ આખા
  • લીલા ધાણા સમારેલા ૨ ચમચી
  • હિંગ ૨ ચપટી
  • કાશ્મીરી લાલ મરચું પાઉડર ૧/૨ ચમચી

દાલ ફ્રાય બનાવવાની રેસીપી – તડકા દાળ બનાવવાની રીત

દાળ તડકા અને જીરા રાઈસ નું શું મસ્ત કોમ્બિનેશન લાગે.

દાળ તડકા માટે પહેલા તમારે તુવેરદાળ અને મગ ની દાળ ને અલગ અલગ વાટકા માં ૩-૪ કલાક સુધી પલાળવી.

Advertisement

એક કુકર માં ૨ ચમચા ઘી ગરમ કરીને તેમાં પલાળેલી તુવેર દાળ અને મગ ની દાળ નાખી થોડી સેકી લો.

પછી તેમાં જીણું સુધારેલું આદું, મીઠું , હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, લીલું મરચું નાખી હલાવી ને તેમાં પાણી નાખી ને બાફવા મૂકો. ૩ સિટી વાગે એટલે ગેસ બંધ કરો.

દાળ બફાય ત્યાં સુધીમાં ડુંગળી,આદુ,લસણ, સુધારી શકાય છે.

દાળ બફાય જાય પછી આપણે “તડકા” એટલે કે વઘાર કરશું.

દાલ ફ્રાય માં ૨ વઘાર કરવા માં આવે છે. એક તડકા(વઘાર) કરી લીધા પછી બીજો તડકા(વઘાર) પીરસવા પહેલા કરવા માં આવે છે. આપણે તડકા-૧ કરી લઈએ.

તો તડકા ૧ માટે એક કડાઈ માં એક ચમચો ઘી અને એક ચમચો તેલ ગરમ કરીને તેમાં સુધારેલી ડુંગળી નાખી ને ગુલાબી થાય ત્યાં સુધી શેકો.

ડુંગળી સેકાઇ જાય પછી તેમાં સુધારેલું આદું, લસણ નાખી સેકો. પછી તેમાં જીરું,લાલ મરચું પાઉડર, હળદર પાઉડર નાખી ને ઉકળવા દો.

દાળ બરાબર ખદખદી જાય પછી ગેસ બંધ કરી દો. અને એક બાઉલમાં કાઢીને તેના પર જીના સમારેલા લીલા ધાણા છાંટો.

જ્યારે દાળ પીરસવા ની હોય એ પહેલા તડકા -૨ (વઘાર) નાખવો જેથી દાળ તડકા મસ્ત સ્વાદિષ્ટ લાગશે.

તો બીજા તડકા(વઘાર) ની તૈયારી કરી લઈએ.

બીજા તડકા(વઘાર) માટે એક કડાઈ માં એક ચમચો ઘી અને એક ચમચો તેલ ગરમ કરી તેમાં સુધારેલું લસણ, આખા કાશ્મીરી લાલ મરચા નાખી ને હલાવો.

પછી તેમાં ૧/૨ ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર નાખી ગેસ બંધ કરી દો.

હવે જે બાઉલ માં દાળ કાઢી હતી તેમાં આ વઘાર રેડી દો. અને પીરસો ગરમાગરમ દાળ ફ્રાય.

Dal fry tadka banavani recipe rit Gujarati ma

 

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Chef Ranveer Brar ને Subscribe કરજો

અમારા દ્વારા જણાવવામાં આવેલ ધાબા સ્ટાઈલ દાલ ફ્રાય તડકા બનાવવાની રેસીપી / રીત, Dal fry tadka banavani recipe rit gujarati ma, દાલ ફ્રાય બનાવવાની રેસીપી, તડકા દાળ બનાવવાની રીત કેવી લાગી અચૂક જણાવશો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

દાલ બાટી ચુરમા બનાવવાની રીત – Dal bati churma recipe in gujarati

દાલ મખની બનાવવાની રીત – Daal Makhani recipe in Gujarati

પરંપરાગત ગુજરાતી દાળ ઢોકરી બનાવવાની રીત – Gujarati daal dhokri recipe

સિંધી દાળ પકવાન બનાવવાની રેસીપી – Sindhi dal Pakavan recipe in Gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement