નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kunal Kapur YouTube channel on YouTube આજે આપણે દાળ ની દુલ્હન બનાવવાની રીત – dal ni dulhan banavani rit gujarati ma શીખીશું. આ એક બિહારી વાનગી છે જેને દાળ કા દુલ્હા, દાળ પીથી, દાળ પીટી કે દાળ ઢોકળી પણ કહેવાય છે આમ જોઈએ તો એ ગુજરતી વાનગી દાળ ઢોકળી જેવી જ બને છે બસ થોડો આકાર અને મસાલા માં થોડો ફરક પડે છે તો ચાલો જાણીએ દાળ ની દુલ્હન બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
દાળ બનાવવા માટેની સામગ્રી
- તુવેર દાળ ½ કપ
- પાણી 1 ½ કપ
- હળદર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
દુલ્હન બનાવવા માટેની સામગ્રી
- ઘઉં નો લોટ 1 કપ
- ઘી 1 ચમચી
- પાણી ½ કપ
દાળ ની દુલ્હન ના વઘાર માટેની સામગ્રી
- ઘી 2-3 ચમચી + 2-3 ચમચી
- જીરું 1 ચમચી
- રાઈ 1 ચમચી
- હિંગ 1-2 ચપટી
- સૂકાલાલ મરચા 1-2
- લસણ ની 5-6 કણી ઝીણી સુધારેલ
- આદુ 1 ઇંચ ઝીણું સુધારેલ
- લીલા મરચા સુધારેલા 1-2
- ડુંગળી ઝીણી સુધારેલી 1
- ટમેટા ઝીણા સમારેલા 1
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
દાળ ની દુલ્હન બનાવવાની રીત | dal ni dulhan recipe in gujarati
સૌ પ્રથમ આપણે દાળ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ દુલ્હન બનાવવાની રીત શીખીશું ને છેલે દાળ ની દુલ્હન નો વઘાર બનાવવાની રીત શીખીશું
દાળ બનાવવાની રીત
સૌપ્રથમ તુવેર દાળ લ્યો એને એક બે પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ એમાં એક બે ગ્લાસ પાણી નાખી પલાળી ને અડધો કલાક પલાળી મુકો
દાળ પલળી જાય એટલે એને કુકર માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી મિક્સ કરી લ્યો અને કુકર બંધ કરી એક સીટી કરી ગેસ ધીમો કરી પાંચ સાત મિનિટ ચડવી ગેસ બંધ કરી નાખો ને ત્યાર બાદ કુકર માંથી હવા નીકળવા દયો
દુલ્હન બનાવવાની રીત
એક વાસણમાં ઘઉં નો લોટ ચાળી ને લ્યો અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને થોડું થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો અને બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ એક ચમચી ઘી નાખી મસળી લ્યો ને દસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો
દસ મિનિટ પછી લોટ ને ફરી મસળી લ્યો ને મોટા મોટા બે ત્રણ ચાર લુવા કરો ને એક લુવો લ્યો એને કોરો લોટ સાથે પાતળી વણી ને રોટલી બનાવી લ્યો હવે ગોળ કુકી કટર કે નાની વાટકી થી ગોળ ગોળ કાપી લ્યો
આમ ગોળ નાની નાની પૂરી તૈયાર કરી નાખો હવે નાની પુરી માં ચાર બાજુ પાણી વારી આંગળી લગાવી પહેલા અડધો પેક કરી પછી બીજી બાજુ પેક કરી ચાર પાંદ વાળા ફૂલ જેવો આકાર આપો આમ બધી પુરી ને વણી ને આકાર આપી દયો અથવા તમેને ગમે એવા આકાર પણ આપી શકો છો
દાળ ની દુલ્હન નો વઘાર બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, સૂકા લાલ મરચા અને હિંગ નાખી તતડાવી નાખો ત્યાર બાદ એમાં આદુ લસણ અને લીલા મરચા નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી નરમ થાય ત્યાં સુધી ચડવી લ્યો
હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર અને ટમેટા નાખી શેકી લ્યો ને ટમેટા નરમ થાય એટલે વઘાર જેટલું મીઠું નાંખી મિક્સ કરી નાખો અને એમાં બાફી રાખેલ દાળ નાખી બરોબર મિક્સ કરી નાખો અને એમાં બીજા બે થી ત્રણ કપ પાણી નાખી મિક્સ કરી લ્યો
હવે એમાં તૈયાર કરેલ દુલ્હન નાખી ને હલકા હાથે મિક્સ કરી લ્યો ને એક ઉભરો આવે ત્યાં સુધી ચડાવી લ્યો ત્યાર બાદ ઢાંકી ને ધીમા તાપે ચડાવો ત્યાર બાદ ચેક કરો કે લોટ ચડી ગયો કે નહિ જો ના ચડ્યો હોય તો બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ઉપર થી ઘી નાખી ગરમ ગરમ સર્વ કરો દાળ ની દુલ્હન
dal ni dulhan banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
તળીને મોદક બનાવવાની રીત | tari ne modak banavani rit | fried modak recipe in gujarati
મગની દાળના ઢોકળા બનાવવાની રીત | magdal na dhokla banavani rit | magdal na dhokla recipe in gujarati
ફુલાવર બટાકા નું સુકુ શાક બનાવવાની રીત | fulavar bataka nu shaak banavani rit
તુવેર ના ટોઠા બનાવવાની રીત | tuver na thotha banavani rit | tuver na thotha recipe in gujarati
ચુરમા ના લાડવા બનાવવાની રેસીપી | churma na ladva banavani rit | churma na ladva recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે