નમસ્તે મિત્રો do subscribe Soni kitchens YouTube channel on YouTube If you like the recipe આજે આપણે શેકેલ દાળિયા ના લાડવા બનાવવાની રીત – dalia na ladoo banavani rit શીખીશું. જ્યારે સમય ના હોય કે પછી ઘણી લાંબો સમય રસોઈ બનાવવા માટે હોય નહિ ત્યારે ખૂબ ઝડપથી તૈયાર થઈ જતાં ને ખાવા માં હેલ્થી ને ટેસ્ટી લાડવા બનાવી તૈયાર કરો ને બધાની વખાણ સાંભળો તો ચાલો જાણીએ shekel dalia na ladoo recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
દાળિયા ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી | dalia na ladoo ingredients
- શેકેલ ફોતરા વગરના દાડિયા 1 કપ આશરે 100 ગ્રામ
- ઘી ¼ કપ આશરે 100 ગ્રામ
- કાજુ, બદામ, પિસ્તાની કતરણ ¼ કપ
- પીસેલી ખાંડ ¼ કપ આશરે 100 ગ્રામ
- એલચી પાઉડર ¼ ચમચી
દાળિયા ના લાડવા બનાવવાની રીત | dalia na ladoo recipe in gujarati
શેકેલ દાડિયા ના લાડવા બનાવવા સૌપ્રથમ ફોતરા વગરના દાડિયા લઈ સાફ કરી લ્યો જેથી એમાં કોઈ કચરો કે ખરાબ દાણા હોય એને અલગ કરી નાખો ત્યાર બાદ એને મિક્સર જાર માં નાખી ને દર્દરા પીસી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી થોડું ગરમ થાય એટલે એમાં પીસેલા દાડિયા નો પાઉડર નાખી મિક્સ કરો ને ધીમા તાપે હલાવતા રહી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો દાડિયા પાઉડર શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં ડ્રાય ફ્રુટ નાખો ને એને એકાદ મિનિટ શેકી લ્યો
ત્યાર બાદ ગેસ બંધ કરી બીજા પાંચ દસ મિનિટ હલાવતા રહો ને ઠંડુ થવા દયો દસ મિનિટ પછી બીજા એક થી બે કલાક મિશ્રણ ને સાવ ઠંડુ થવા દયો ( મિશ્રણ ને તમે પંખા નીચે હલાવતા રહી ને પણ ઠંડુ કરી શકો છો ) મિશ્રણ સાવ ઠંડુ થાય એટલે એને બરોબર મિક્સ કરી લ્યો
ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ ( પીસેલી ખાંડ તમે તમારી પસંદ મુજબ વધુ કે ઓછી માત્ર માં નાખી શકો છે) અને એલચી પાઉડર નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એના જે સાઇઝ ના લાડવા બનાવવા છે એ સાઇઝ ના લાડવા બનાવી લ્યો ને લડવા ને ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરો તો તૈયાર છે શેકેલ દાડિયા ના લાડવા.
dalia na ladoo banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Soni kitchens ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
મોનેકો બિસ્કીટ ચાર્ટ બનાવવાની રીત | monaco biscuit chaat banavani rit
તંદુરી ફુલાવર બનાવવાની રીત | tandoori fulavar banavani rit | tandoori fulavar recipe in gujarati
નારિયલ બરફી બનાવવાની રીત | nariyal barfi banavani rit | nariyal barfi recipe in gujarati
રાજગરા ના ચીલા બનાવવાની રીત | Rajgara na chila banavani rit | Rajgara na chila recipe in gujarati
ટમેટા રસમ બનાવવાની રીત | tameta rasam banavani rit | tomato rasam recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે