નમસ્તે મિત્રો આજે આપણે દલીયા ખીચડી બનાવવાની રીત – daliya khichdi banavani rit gujarati ma શીખીશું. do subscribe Anupam Gupta Kitchen YouTube channel on YouTube If you like the recipe ખીચડી નું નામ આવતાં જ ઘણા લોકો કહેશે કે ખીચડી તો બીમાર ખાય પણ આજ એ બધા લોકો ને કહેવું છે કે એક વખત તમે આ રીતે ખીચડી બનાવી ને ખાસો તો કહેવાનું ભૂલી જશો અને વારંવાર બનાવવાની માંગણી કરશો તો ચાલો જાણીએ daliya khichdi banavani recipe – daliya khichdi recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
દલીયા ખીચડી બનાવવા જરૂરી સામગ્રી | daliya khichdi recipe ingredients
- ફાડા ઘઉં /દલિયા 1 કપ
- તેલ 2-3 ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- ડુંગળી 1 સુધારેલ (ઓપ્શનલ છે)
- આદુ પેસ્ટ ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- ફુલાવર ¼ કપ
- બટાકા 1 સુધારેલ
- ગાજર 1 સુધારેલ
- લીલા વટાણા 1 કપ
- ટમેટા 1-2 સુધારેલ
- હળદર ½ કચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- સીંગદાણા 4-5 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી 5 કપ
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
daliya khichdi recipe in gujarati | daliya khichdi banavani rit gujarati ma
દલિયા ખીચડી બનાવવા સૌપ્રથમ દલીયા ને સાફ કરી લ્યો ત્યાર બાદ કડાઈ માં નાખી ને મિડીયમ તાપે પાંચ સાત મિનિટ શેકી લ્યો અને ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ને રાખો અને જે શાક નાખવા ના છે એને પણ ધોઇ સાફ કરી અલગ અલગ સુધારી લ્યો
હવે ગેસ પર એક કુકર માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી, આદુ પેસ્ટ, લીલા મરચા અને સીંગદાણા નાખી મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ફુલાવર નાખી બે મિનિટ શેકી લ્યો
ફુલાવર ને શેકી લીધા બાદ એમાં વટાણા, બટાકા ના કટકા અને ગાજર ના કટકા નાખી મિક્સ કરી પાંચ મિનિટ શેકી લ્યો શાક બરોબર શેકાઈ જાય એટલે એમાં સુધારેલ ટમેટા, મીઠું, લાલ મરચાનો પાઉડર અને હળદર નાખી મિક્સ કરી એકાદ મિનિટ શેકી લ્યો
હવે એમ શેકી રાખેલ દલિયા અને ગરમ મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ બંધ કરી ને મિડીયમ તાપે ત્રણ ચાર સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી બરોબર મિક્સ કરી લ્યો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ચાહો તો ઉપર થી થોડું ઘી કે માખણ મૂકી ગરમ ગરમ સર્વ કરો દલિયા ખીચડી
દલીયા ખીચડી બનાવવાની રીત | daliya khichdi banavani recipe
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Anupam Gupta Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
વાલોર નુ શાક બનાવવાની રીત | valor nu shaak banavani rit | valor nu shaak recipe in gujarati
શેકી રીંગણનો ઓળો બનાવવાની રીત | Sheki ringan no olo banavni rit
ગાજર મૂળા અને મરચા નું અથાણું બનાવવાની રીત | gajar mula marcha nu athanu banavani rit
વેજ ફ્રાઈડ રાઈસ બનાવવાની રીત | veg fried rice banavani rit | veg fried rice recipe in gujarati
મમરા ના પૌવા બનાવવાની રીત | mamra na pauva banavani rit | mamra na pauva recipe in gujarati
તળીને મોદક બનાવવાની રીત | tari ne modak banavani rit | fried modak recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે