નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Riya’s Home Kitchen YouTube channel on YouTube આજે આપણે દાણેદાર ગોળ નો મોહનથાળ બનાવવાની રીત – gol no mohanthal banavani rit gujarati ma શીખીશું. આજ કાલ ખાંડ થી બનતી વાનગીઓ ઓછી ખવાતી હોય છે તો આજ આપણે ટ્રેડિશનલ રીત થી બનતો મોહનથાળ ગોળ ની મદદ થી તૈયાર કરી હેલ્થી બનાવી તૈયાર કરતા શીખીશું તો ચાલો જાણીએ gol no mohanthal recipe in gujarati બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.
ગોળ નો મોહનથાળ બનાવવા જરૂરી સામગ્રી | gol no mohanthal recipe ingredients
- બેસન 2 કપ
- ઘી 3-4 ચમચી
- દૂધ 3-4 ચમચી
- ઘી 1 કપ
- દૂધ 4-5 ચમચી
- ઝીણો છીણેલો ગોળ ¾ કપ
- એલચી પાઉડર 1 ચમચી
- કાજુ, બદામ ને પિસ્તાની કતરણ 6-7 ચમચી
ગોળ નો મોહનથાળ બનાવવાની રીત | gol no mohanthal recipe in gujarati
ગોળ વારો દાણેડાર મોહનથાળ બનાવવા સૌ પ્રથમ બેસન ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં ત્રણ ચાર ચમચી ઘી નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો
ત્યાર બાદ એમાં ત્રણ ચાર ચમચી દૂધ નાખી ને હાથ થી બરોબર મિક્સ કરી લ્યો દૂધ અને ઘી બેસન ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક તપેલી માં બેસન નું મિશ્રણ નાખી હાથ થી દબાવી ને ઢાંકી અડધો કલાક ઢાંકી ને રાખો
અડધા કલાક પછી તૈયાર કરેલ મિશ્રણ ને ચારણી થી ચાળી.લ્યો ત્યાર બાદ ઝાડા તરીયાવાળી કડાઈમાં એક કપ ઘી ગરમ કરવા ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો અને એમાં ચાળી રાખેલ બેસન નાખી ને ધીમા તાપે જ શેકો જ્યાં સુંધી અમેઠી ઘી અલગ થવા લાગે ત્યાં સુંધી અથવા તો બેસન નો શેકાઈ ને રંગ બદલે ત્યાં સુંધી આશરે પંદર વીસ મિનિટ શેકી લ્યો
હવે એમાં થોડુ થોડુ કરી ને ત્રણ મોટા ચમચા દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ચાર પાંચ મિનિટ શેકી લ્યો અને બેસન નો રંગ પણ બદલી ગયેલ જસે ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને હવે એમાં ઝીણો છીણેલો ગોળ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એલચી પાઉડર નાખીને મિક્સ કરી લ્યો
ગોળ અને બેસન બરોબર મિક્સ કરી લીધા બાદ એક થાળી કે કેક ટીન માં ઘી લગાવી ગ્રીસ કરી તૈયાર કરો અને એમાં તૈયાર કરેલ મોહનથાળ નાખી એક સરખું ફેલાવી લ્યો ને ઉપર થી ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી ગાર્નિશ કરી ને એને પણ દબાવી લ્યો
હવે તૈયાર મોહનથાળ ને એક બે કલાક ઠંડો થવા દયો મોહનથાળ ઠંડો થાય એટલે એમાં ચાકુ થી કટ કરી લ્યો અને કાઢી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો યો તૈયાર છે ગોળ વારો દાણેડાર મોહનથાળ.
દાણેદાર ગોળ નો મોહનથાળ બનાવવાની રીત | gol no mohanthal banavani rit
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
માખણ મિશ્રી બનાવવાની રીત | makhan mishri banavani rit | makhan mishri recipe in gujarati
મગદાળના લાડુ બનાવવાની રીત | magdal na laddu recipe in gujarati | magdal na ladva banavani rit
ફરાળી ફરસી પુરી બનાવવાની રીત | farali farsi puri banavani rit | farali farsi puri recipe in gujarati
પકોડી બનાવવાની રીત | pakodi banavani rit | પાણીપુરી ની પુરી બનાવવાની રીત
કોથમીર વડી બનાવવાની રીત | kothimbir vadi recipe in Gujarati | kothmir vadi banavani rit
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે