શું છે Corona Kavach અને Corona Rakshak નવી Insurance Policy ?

Corona Kavach and Corona Rakshak Insurance Policy
Corona Kavach and Corona Rakshak Insurance Policy( Image - hdfcergo.com _
Advertisement

આજે Corona નો કહેર દિવસો દિવસ વધતો જાય છે. ભારત માં એક દિવસ માં સૌથી વધુ લગભગ 50 હજાર જેટલા નવા કેસ જોવા મળ્યા છે. અને આને લોકો માં એક ભય ઉભો કર્યો છે. આ ઉપરાંત કેટલાક પ્રાઇવેટ હોસ્પિટલ માં Corona ના દર્દી ના લાખોના બિલ ના સમાચાર એ આ ભયમાં વધારો કર્યો છે. તેમાં પણ તેવા લોકો જેને કોઈ હેલ્થ ઇનસોરન્સ નથી, તેના માટે આ વાત ચિંતા જનક છે.

આવા લોકો ની મદદ માટે અથવા કમસેકમ આર્થિક મદદ માટે વીમા નિયમનકાર એ બે સ્કીમ બહાર પાડી છે. તેમાંથી પહેલું છે, કોરોના કવચ( Corona Kavach ). આ એક પ્રકારની વળતર નીતિ છે, જે COVID-19 ની સારવાર માટે તમારા દ્વારા કરવામાં આવેલા ખર્ચને તમને નુકસાનની ચૂકવણી કરશે. અને બીજું છે, Corona Rakshak . જે તમને એક નિયત પૈસા આપશે, પછી તમે સારવાર માં ગમે તેટલા ખર્ચ કર્યા હોય.

Corona Kavach :

આ એક પ્રકારની વળતર નીતિ છે, જે COVID-19 ની સારવાર માટે તમારા દ્વારા કરવામાં આવેલા ખર્ચને તમને નુકસાનની ચૂકવણી કરશે. ડોકટર ની સલાહ મુજબ તમારી સારવાર ઘરે હોય કે પછી હોસ્પિટલમાં, તમારો ખર્ચ આ પૉલિસી હેઠળ તમને મળશે. IRDA એ હેલ્થ ઇનસોરન્સ આપતી તમામ કંપનીઓને આ સુવિધા આપવી ફરજીયાત છે. તમે તમારા એકલા માટે તથા તમારા આખા પરિવાર માટે આ સ્કીમ લઇ શકો છો. અને આ વાઇરસ એ લગભગ આખી ફેમિલી માં ફેલાઈ શકે છે, તેથી તમે ફેમિલી ના બધા મેમ્બર માટે પણ આ વીમો અલગ અલગ લઈ શકો છો.

Advertisement

Corona Kavach પૉલિસી માં 50,000 થી 5,00,000 સુધી નું વળતર મળી શકે છે. અન્ય નિયમિત સ્વાસ્થ્ય વીમા પૉલિસીની જેમ, આ નીતિ પણ હોસ્પિટલમાં દાખલ થયાના 15 દિવસ પહેલાં અને 30 દિવસ પછીના તબીબી ખર્ચને આવરી લેશે.  જો કે આ નીતિ હેઠળ હોસ્પિટલમાં દાખલ થવા માટે કેટલા દિવસોની સારવાર આવરી લેવામાં આવે છે તે અંગે કોઈ પ્રતિબંધ નથી, હોમ કેર ટ્રીટમેન્ટ વધુમાં વધુ 14 દિવસ સુધી આવરી લેવામાં આવે છે. તમને એમ્બ્યુલન્સ ખર્ચ 2000 અને માસ્ક, PPE, મોજા વગેરે જેવી વસ્તુના ખર્ચ પણ આવરી લેવામાં આવશે. ઉપરાંત Corona ની સારવાર દરમિયાન જો કોઈ બીજા રોગ ની સારવાર થશે, તો તેનો ખર્ચ પણ આ પૉલિસી હેઠળ આવરી લેવામાં આવશે.

 Corona Rakshak :

Corona Rakshak એ તમને એક નિયત ખર્ચ આપશે, જો તમે ઓછામાં ઓછા 72 કલાક સુધી હોસ્પિટલમાં રહો છો. આ Corona Rakshak પોલિસીમાં 50,000 થી 2,50,000 જેટલું વળતર આપવામાં આવે છે. અને આમાં નક્કી કરેલ કિંમત તમને મળશે જ, પછી તમે ગમે હોસ્પિટલમાં તેટલો ખર્ચ કર્યો હોય. તો જો તમે સરકારી હોસ્પિટલમાં એડમિટ થયા હો, જ્યાં Corona ની સારવાર ફ્રી છે, તો પણ તમને નિયત વળતર મળશે તમે માત્ર 72 કલાક હોસ્પિટલમાં દાખલ થયેલા હોવા જોઈએ.

આજે જે સામાન્ય health Insurance છે, તે તમારી હોસ્પિટલનો ખર્ચ આપે છે. પરંતુ તે Mask , PPE, મોજા જેવી વસ્તુઓ નું વળતર આપતું નથી. તેથી તમારા માટે 2.5 લાખ વાળું Corona Rakshak એ સૌથી સારું રહેશે. Corona મહામારીએ સામાન્ય લોકો જે સાદું Health Insurance પણ લેતા નથી, તેમની આંખ ઉઘાડી છે. તમે આ Corona Rakshak કે Corona Kavach કોઈ પણ પ્લાન લો, પણ વહેલી તકે તમારો કાયમી Health Insurance લઈ જ લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

Article ગમ્યું?નીચે અચૂક જણાવજો કેવું લાગ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.

Advertisement