આપને જયારે બહાર જઈ ઢાબા પર જમવા જઈએ ત્યારે મેનુ ની અંદર થી ઓર્ડર થતી એક હમેશા ની પંજાબી વેજ કડાઈ સબ્જી તો ઓર્ડર ની અંદર હોય જ , આ પંજાબી સબ્જી દરેક ને પસંદ આવતી હોય છે તો ચાલો જોઈએ ઢાબા સ્ટાઈલ વેજ કડાઈ બનાવવાની રીત, dhaba style veg kadai recipe in Gujarati
વેજ કડાઈ બનાવવાની રીત
વેજ કડાઈ બનાવવા જરૂરી સામગ્રી
ડુંગળી – ટામેટા ની ગ્રેવી ની સામગ્રી
- તેલ ૨ ચમચા
- ડુંગળી ૨ સુધારેલી
- આદુ – લસણ ની પેસ્ટ ૧ ચમચો
- ટામેટા સુધારેલા ૨
- મીઠું સ્વાદાનુસાર
કડાઈ વેજ ની સામગ્રી
- તેલ ૧ ચમચો
- ગાજર સુધારેલું ૧/૪ કપ
- ફુલાવર ૧/૪ કપ સુધારેલ
- બીન્સ ૧/૪ કપ સુધારેલ
- બટેટા ૧/૪ કપ સુધારેલ
- સિમલા મરચાં ૧/૪ કપ સુધારેલા
- લીલા ધાણા ૧ ચમચો સમારેલા
- કસુરી મેથી ૧ ચમચી
- ખાંડ ૧ ચમચી
- ક્રીમ ૧ ચમચો
કડાઈ મસાલા સામગ્રી
- આખા ધાણા ૧ ચમચો
- તલ ૧ ચમચી
- એલચી ૧ કાળી
- એલચી ૧ લીલી
- જીરૂ ૧ ચમચી
- તજ ૧-૨ ટુકડા
- ૭-૮ આખા લાલ મરચા અથવા ૧ ચમચો લાલ મરચાનો પાઉડર
Dhaba style veg kadai recipe in Gujarati
ડુંગળી – ટામેટા ની ગ્રેવી બનાવવાની ની રીત
પ્રથમ આપણે કડાઈ એક કડાઈ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલી ડુંગળી નાખી તેને સોનેરી રંગ ની થાય ત્યાં સુધી શેકો.
પછી તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી બરાબર ચડાવો, પછી તેમાં સુધારેલ ટામેટા નાખી અને સ્વાદાનુસાર મીઠું નાખી હલાવી ને પાણી બરે ત્યાં સુધી શેકો.
સેકાઈ જાય એટલે ગેસ બંધ કરી અલગ કાઢી લો. ગ્રેવી શેકાય ત્યાં સુધી તમે કડાઈ ગરમ મસાલા બનાવી સકો છો.
કડાઈ ગરમ મસાલા બનાવવાની ની રીત
એક જાડી કડાઈ ને ગેસ પર મૂકી એમાં આખા ધાણા, તલ, કાળી એલચી, લીલી એલચી, જીરૂ, તજ નાખી ધીમા તાપે શેકો.
મસાલા સેકાઇ જાય એટલે એને એક મિક્સર જારમાં નાખી તેમાં ૧ ચમચો લાલ મરચાનો પાઉડર નાખી ને પીસી લો, ગરમ મસાલો તૈયાર છે.
વેજ કડાઈ બનાવવાની રીત
એક કડાઈ માં તેલ ગરમ કરીને તેમાં ગાજર, બટેટા નાખી બે મિનિટ ચડવા દો. પછી તેમાં બિન્સ, ફુલાવર નાખી ફરી એક મિનિટ ચડવા દો.
હવે તેમાં સિમલા મરચાં નાખી ચડાવો. બધા સક ચડી જાય એટલે તેમાં કડાઈ ગરમ મસાલો નાખવો અને સેકવું.
હવે તેમાં ટામેટા- ડુંગળી ની ગ્રેવી નાખી હલાવો, પછી તેમાં ૧ કપ પાણી ઉમેરીને તેને ચડાવો.
ગ્રેવી બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં સમારેલા ધાણા અને કસુરી મેથી , ખાંડ નાખી ને બરાબર મિક્સ કરો. છેલ્લે તેમાં ક્રીમ નાખી હલાવી લો.
તૈયાર છે સ્વાદિષ્ટ કડાઈ વેજ સબ્જી.
Dhaba style veg kadai recipe video
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
પાન શોટ્સ શરબત બનાવવાની રીત | Paan Shots Sharbat Recipe
કેરી નો છુંદો બનાવવાની રીત | Keri no chundo banavani rit Gujarati
મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત | Mango ice cream recipe in Gujarati
શક્કરીયા નો ચેવડો બનાવવાની રીત | Sakariya no chevdo banavani rit
ઠંડાઈ બનાવવા ની રીત | ઠંડાઈ નો મસાલો બનાવવાની સરળ રીત | Thandai banavani rit
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે