ડબલ ચોકલેટ પેનકેક બનાવવાની રીત | Double Chocolate Pancake banavani rit

ડબલ ચોકલેટ પેનકેક બનાવવાની રીત - Double Chocolate Pancake banavani rit - Double Chocolate Pancake recipe in gujarati - ડબલ ચોકલેટ પેનકેક રેસીપી
Image credit – Youtube/The Terrace Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ડબલ ચોકલેટ પેનકેક બનાવવાની રીત – Double Chocolate Pancake banavani rit શીખીશું, do subscribe The Terrace Kitchen YouTube channel on YouTube If you like the recipe , પેનકેક આજ કાલ ઘણા આઈસક્રીમ પાર્લર માં કે રેકડી પર જોવા મળે છે જે અલગ અલગ પ્રકારના ફ્લેવર્સ વડા હોય છે એમાંથી સૌ થી વધારે જો કોઈ પેનકેક ખવાતો હોય તો એ ચોકલેટ વાળો છે ને નાના મોટા બધા ને આ ચોકલેટ પેનકેક ખૂબ પસંદ આવતા હોય છે તો એજ ચોકલેટ પેન કેક માં ડબલ ચોકલેટ ફ્લેવર્સ નાખી તૈયાર કરીશું તો ચાલો જાણીએ ડબલ ચોકલેટ પેનકેક રેસીપી –  ઘરે Double Chocolate Pancake recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

પેનકેક બનાવવા માટેની સામગ્રી

  • મેંદા નો લોટ ½ કપ
  • ઘઉંનો લોટ ½ કપ
  • પીસેલી ખાંડ 3 ચમચી
  • કોકો પાઉડર 2 ચમચી
  • બેકિંગ પાઉડર ¾ ચમચી
  • બેકિંગ સોડા 1-2 ચપટી
  • દૂધ ¾ કપ
  • પાણી 2 ચમચી
  • ઘી / તેલ 2 ચમચી

ચોકલેટ ગનાશ બનાવવા માટેની સામગ્રી

  • ડાર્ક ચોકલેટ સુધારેલ ½ કપ
  • ફ્રેશ ક્રીમ ½ કપ
  • પાણી બે ચમચી

ડબલ ચોકલેટ પેનકેક બનાવવાની રીત | Double Chocolate Pancake recipe in gujarati

આજ સૌપ્રથમ પેનકેક બનાવતા શીખીશું ત્યારબાદ ચોકલેટ ગનાશ બનાવવાની રીત શીખીશું.

પેનકેક બનાવવાની રીત

 ડબલ ચોકલેટ પેનકેક બનાવવા સૌપ્રથમ સૌ પ્રથમ એક વાસણમાં ઘઉં નો લોટ, મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં કોકો પાઉડર, પીસેલી ખાંડ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો,

Advertisement

ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી મિક્સ કરતા જાઓ મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં બે ચમચી પાણી અને બે ચમચી ઘી / તેલ નાખી ફરીથી બરોબર દસ મિનિટ મિક્સ કરો

હવે ગેસ પર એક નોન સ્ટીક પેન ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખો ને એમાં તૈયાર કરેલ મિશ્રણ માંથી જે સાઇઝ ના પેનકેક બનાવવા હો એ પ્રમાણે મિશ્રણ નાખો ને ઉપર ની બાજુ ફુગ્ગા થાય એટલે ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ અડધી મિનિટ ચડાવી લ્યો ને ત્યાર બાદ ઉતારી લ્યો આમ એક એક કરી ને બધા પેનકેક તૈયાર કરી લ્યો તો તૈયાર છે પેન કેક

ચોકલેટ ગનાશ બનાવવાની રીત

ગાનાશ બનાવવા સૌપ્રથમ ફ્રેશ ક્રીમ ને એક વાસણમાં ગરમ કરી લ્યો ક્રીમ બરોબર ગરમ થાય એટલે એમાં સુધારેલ / છીણેલ ચોકલેટ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો,

જો ચોકલેટ ઓગળવા માટે જરૂર લાગે ગરમ પાણી વાળા વાસણમાં આ વાસણ મૂકી ચોકલેટ બરોબર મિક્સ કરી લેવી હવે એમાં બે ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે ચોકલેટ ગનાશ

હવે એક પ્લેટ માં એક બે પેનકેક મૂકો એના પર ચોકલેટ ગનાશ નાખી ને મજા લ્યો ડબલ ચોકલેટ પેનકેક

Double Chocolate Pancake banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Terrace Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

કાચી કેરી ના રાઈસ બનાવવાની રીત | Raw mango rice recipe in gujarati

દહીં બ્રેડ રોલ્સ બનાવવાની રીત | Dahi bread rolls banavani rit

ટમેટા ખજૂર ની ચટણી બનાવવાની રીત | Tameta khajur ni chutney banavani rit

ઠંડો બીટ નો સૂપ બનાવવાની રીત | Thando bit no soup banavani rit

ચોકો ચિપ્સ કુકી બનાવવાની રીત | Choco Chip Cookies banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement