નમસ્તે મિત્રો આજે આપણે દ્રાક્ષ નો જ્યુસ બનાવવાની રીત – Drax no juice banavani rit શીખીશું, do subscribe YouTube FoodLover channel on YouTube If you like the recipe , જ્યુસ તો આપને ઘણી પ્રકારના ઘણા ફ્રુટ માંથી બનાવી ને પીધા જ હસે પણ આજ આપણે એક નવા જ ફ્રુટ માંથી જ્યુસ તૈયાર. કરીશું જે આ ઉનાળા ની ગરમી માં ખુબ જ ઠંડક આપશે ને તમારા મૂડ ને એકદમ ફ્રેશ કરી નાખશે જે ખૂબ ઝડપથી અને ખૂબ જ ઓછી સામગ્રી થી તૈયાર થઈ જશે તો ચાલો જાણીએ Drax no juice recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
દ્રાક્ષ નો જ્યુસ બનાવવા જરૂરી સામગ્રી
- ફુદીના ના પાંદડા ½ કપ
- દ્રાક્ષ 2 કપ
- સંચળ ½ ચમચી
- ખાંડ 3-4 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- લીંબુની સ્લાઈસ
દ્રાક્ષ નો જ્યુસ બનાવવાની રીત | Drax no juice recipe in gujarati
દ્રાક્ષ નો જ્યુસ બનાવવા સૌપ્રથમ લીલી ને તાજી દ્રાક્ષ લ્યો એને બે પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો અને કપડા પર કે થાળી માં કાઢી લ્યો હવે એ દ્રાક્ષ માંથી દસ પંદર દ્રાક્ષ અલગ કાઢી લ્યો અને એ દસ પંદર દ્રાક્ષ ને ગોળ ગોળ ઝીણી ઝીણી સુધારી એક વાટકામાં મૂકી ફ્રીઝ માં મૂકી દયો ને બાકી ની દ્રાક્ષ મિક્સર જાર માં નાખો
હવે દ્રાક્ષ સાથે ફુદીના ના પાંદડા, સંચળ, ખાંડ (ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો અને જો સુગર ફ્રી પાઉડર નાખવી હોય તો એ પણ નાખી શકો છો )
ત્યાર બાદ એમાં લીંબુનો રસ નાખી મિક્સર જાર બંધ કરી ને દ્રાક્ષ ને પીસી લ્યો ત્યાર બાદ એમાં અડધો કપ પાણી નાખી ફરીથી પીસી લ્યો (અહી તમે આમજ ગારીયા વગર પણ આ જ્યૂસ ની મજા લઇ શકો છો )અને ત્યાર બાદ ગરણી થી ગાળી લ્યો
હવે સવિંગ ગ્લાસમાં બરફ ના ટુકડા લીંબુ ની સ્લાઈસ અને દ્રાક્ષ ના કટકા નાખો ત્યાર બાદ પીસી અને ગાળી ને રાખેલ જ્યુસ નાખો ને ઉપર થી ફુદીના ના પાંદડા મૂકી ને ગાર્નિશ કરી ઠંડો ઠન્ડો મજા લ્યો દ્રાક્ષ નો જ્યુસ.
Drax no juice banavani rit | Recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર FoodLover ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
અંબે દાલ બનાવવાની રીત | Ambe daal banavani rit | Ambe daal recipe in gujarati
કુલ્ફી બનાવવાની રીત | Kulfi banavani rit | Kulfi recipe in gujarati
કિચન કિંગ મસાલો બનાવવાની રીત | kitchen king masalo banavani rit
પાલક પેન કેક બનાવવાની રીત | palak pancake banavani rit | palak pancake recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે