ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની રીત | dry fruit laddu banavani rit recipe in gujarati

ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની રીત - dry fruit laddu banavani rit gujarati ma - dry fruit laddu recipe - dry fruit laddu recipe in gujarati
Image credit – Youtube/Hebbars Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની રીત – dry fruit laddu banavani rit gujarati ma શીખીશું. do subscribe Hebbars Kitchen YouTube channel on YouTube  If you like the recipe  આ લાડુ સ્વાદિષ્ટ તો લાગે જ છે સાથે સાથે સ્વાસ્થ્ય વર્ધક અને શક્તિ વર્ધક પણ હોય છે ને શિયાળા માં આ લાડુ બનાવી ને રોજ સવારે એક ખાઈ લ્યો તો શરીર માટે ખૂબ ગુણકારી હોય છે તો ચાલો જાણીએ dry fruit laddu recipe in gujarati – ડ્રાય ફ્રુટ લાડુ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ડ્રાયફ્રુટ લાડુ બનાવવા જરૂરી સામગ્રી | dry fruit laddu ingredients in gujarati

  • ખજૂર 1 કપ
  • કાજુના ટુકડા ¼ કપ
  • બદામ ના ટુકડા ¼ કપ
  • પિસ્તા ના કટકા ¼ કપ
  • કીસમીસ 5-6 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી
  • ઘી 2-3 ચમચી

dry fruit laddu banavani rit gujarati ma | dry fruit laddu recipe in gujarati

ડ્રાય ફ્રુટ લાડુ બનાવવા સૌપ્રથમ કાજુ, બદામ અને પીસ્તા ના નાના નાના કટકા કરી લ્યો અથવા જો કોઈ મોટી ઉમર ના વ્યક્તિ કે દાંત વગર ના માટે બનાવતા હો તો મિક્સર માં પીસી ને પાઉડર કરી લ્યો કીસમીસ ની દાડી કાઢી સાફ કરી લ્યો અને ખજૂર માંથી ઠડિયા કાઢી સાફ કરી લ્યો

હવે મિક્સર જારમાં સાફ કરેલ ખજૂર નાખી પીસી લ્યો અને એક બાજુ મૂકો

Advertisement

ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં કીસમીસ અને કાજુ ના કટકા, બદામ ના કટકા, પિસ્તા ના કટકા ( પીસેલા ડ્રાય ફ્રુટ નો પાઉડર ) નાખી ધીમા તાપે પાંચ સાત મિનિટ શેકી લ્યો

બધું શેકી લ્યો ત્યારબાદ એમાં એલચી પાઉડર અને પીસેલા ખજૂર નાખી બરોબર મિક્સ કરી બીજી ત્રણ ચાર મિનિટ ધીમા તાપે ચડવા દયો ત્યાર બાદ ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી મિશ્રણ ને થોડા ઠંડા થવા દયો અને પછી એના મનગમતા સાઇઝ ના લાડુ બનાવી લ્યો ને મજા લ્યો ડ્રાય ફ્રુટ લાડુ

ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મિલ્ક પાવડર થી કાળા જાંબુ બનાવવાની રીત | milk powder thi kala jamun banavani rit gujarati ma

ઘઉં ના લોટ ની ખારી બનાવવાની રીત | ghau na lot ni khari banavani rit | ghau na lot ni khari recipe in gujarati

મિક્સ વેજીટેબલ સલાડ બનાવવાની રીત | mix vegetable salad banavani rit | mix vegetable salad recipe in gujarati

મગદાળના લાડુ બનાવવાની રીત | magdal na laddu recipe in gujarati | magdal na ladva banavani rit

ફરાળી ફરસી પુરી બનાવવાની રીત | farali farsi puri banavani rit | farali farsi puri recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement