આજ ના આ આર્ટીકલ ની અંદર અમે તમને ડ્રાય સ્કીન ની સમસ્યા થી છુટકારો મેળવવાના ઉપાયો બતાવશું જે તમે ખુબજ સરળતાથી ઘરે કરી શકશો,ડ્રાય સ્કીન થવાના કારણો, ડ્રાય સ્કીન ઘરેલું ઉપાયો,dry skin solutions home remedies Gujarati.
ડ્રાય સ્કીન થવાના કારણો
આપણી ત્વચા આપણી સુંદરતા નો અરીસો છે. પછી ભલે ત્વચા ગોરી હોય કે શ્યામ હોય અને તેમાં પણ ચમકીલી ત્વચા કોને ના ગમે? આપણી ત્વચા આપણા અંદર ના સ્વાસ્થ્યનો બહારી દેખાવ છે. આપણી શારીરિક સ્વસ્થતા કેવી છે એની અસર આપણી ત્વચા પર પડે છે.
સામાન્ય રીતે આપને બધા જાણતા જ હોઈએ છીએ કે ત્વચા ત્રણ પ્રકાર ની હોય છે. સામાન્ય ચામડી, તૈલીય ચામડી, અને સુકી ચામડી. આ ત્રણે પ્રકારો માંથી સુકી ત્વચા ની દેખભાળ રાખવી બહુ જ મુશ્કેલ થઇ જાય છે.
ખાસ કરી ને શિયાળા મા, તો ચાલો આજે તમને આ સુકી ત્વચા ની કાળજી લેવાના અમુક ઘરગથ્થું ઉપચારો વિષે જણાવીએ.
પહેલા તો એ જાણો કે કેમ આપણી ત્વચા સુકી થઇ જાય છે? શું કારણો જવાબદાર એની પાછળ?
ડ્રાય સ્કીન થવાના કારણો ની અંદર સૌથી સામાન્ય કારણ છે વારસાગત. જો તમારા કુટુંબ માં કોઈ ની સ્કીન ડ્રાય હશે તો તમારે પણ ડ્રાય સ્કીન હોઈ શકે છે.
વધારે સમય સુધી તડકામાં રહેવાથી પણ સ્કીન ડ્રાય થઇ જાય છે. કારણ કે સૂરજ ના અલ્ટ્રાવાયોલેટ કિરણો ત્વચા ની નમી ને બાળી નાખે છે.
જો તમને હમેશા ગરમ પાણી થી નહાવાની અડત છે તો પણ સ્કીન ડ્રાય થઇ શકે છે. ગરમ પાણી સીધું જ આપણી ચામડી ના પહેલા જ પડ ના સંપર્ક માં આવતું હોય છે.
ડ્રાય સ્કીન થવાના કારણો ની અંદર જો તમે લાંબી બીમારી નો ભોગ બનેલા છો અને શરીર માં એલોપેથી દવા નું પ્રમાણ વધારે છે તો પણ ત્વચા ડ્રાય થઇ શકે છે.
ચાલો હવે જાણીએ ડ્રાય સ્કીન દુર કરવાના ઘરેલું ઉપાયો વિષે.
ડ્રાય સ્કીન દુર કરવાના ઘરેલું ઉપાયો – Dry skin solutions home remedies Gujarati.
દહીં છે કારગર ઉપાય ડ્રાય સ્કીન માટે
દૂધ ની મલાઈ ની જેમ દહીં પણ સૌથી સરળ અને જલ્દીથી ઘરમાં મળી રહે છે. તાજા દહીં ને ચહેરા પર લગાવી ને થોડી વાર મસાજ કરો પછી દસેક મિનીટ રહેવા દો. ત્યારબાદ ઠંડા પાણી થી ધોઈ નાખો. દહીં માં રહેલું લેક્ટિક એસીડ ડ્રાયનેસ ને દૂર કરી ને સ્કીન ને ચમકીલી બનાવે છે.
અડદ ની દાળ ના ઉપયોગ દ્વારા કરો ડ્રાયનેસ્ દૂર.
અડદ ની દાળ અને ચોખા ના કરકરા લોટ માં દહીં નાખી ને સ્ક્રબ કરવાથી ખુબ જ ફાયદો થાય છે. તમે ખાલી અડદ ની દાળ પણ વાપરી શકો છો.
દૂધ ની મલાઈ છે સૌથી સરળ ઉપાય શુષ્ક ત્વચા માટે.
દૂધ ની મલાઈ ને હળદર સાથે મિલાવી ને નિયમિત લગાવવાથી ફાયદો થાય છે. ચણા ના લોટ માં દૂધ ની મલાઈ મિક્ષ કરી ને નહાવા ના સાબુ ની જગ્યા એ ઉપયોગ કરી શકો છો. ત્વચા ચમકીલી પણ બનશે અને ડ્રાયનેસ પણ નહિ રહે.
મધ છે એક સચોટ ઉપાય ડ્રાય સ્કીન માટે.
મધ નો તમે ઘણી બધી રીતે ઉપયોગ કરી શકો છો. તમે મધ ને ડાયરેક્ટ ચહેરા પર લગાવી શકો છો. ૧૦ થી ૧૫ મિનીટ મધ ને ચહેરા પર લગાવી રાખો પછી ઠંડા પાણી થી ધોઈ નાખો. અલોવેરા જેલ સાથે મધ મિક્ષ કરી ને પણ લગાવી શકો છો.
બદામ ના તેલની માલીશ કરવાથી દૂર થાય છે ડ્રાયનેસ
બદામ નું તેલ અને મધ ને મિક્ષ કરી ને ચહેરા પર હલકા હાથે માલીશ કરો. દસ પંદર મિનીટ પછી મોઢું ધોઈ લો. ચહેરા ની ચમક પણ વધી જશે અને ડ્રાયનેસ પણ ધીમે ધીમે ઓચ્ચી થઇ જશે,dry skin solutions home remedies Gujarati.
મુલતાની માટી ના ઉપયોગ થી બનાવો ત્વચા ને ચમકીલી.
સદીયો થી મુલતાની માટી નો ઉપયોગ ત્વચા માં નીખાર લાવવા માટે થતો આવ્યો છે. ગમે તે પ્રકાર ની સ્કીન હોય. મુલતાની માટી માં દહીં, અને લીંબૂ નો રસ મિક્ષ કરી ને ચહેરા પર ૧૫ મિનીટ સુધી લગાવી ને રાખી દો. ત્યારબાદ ઠંડા પાણી થી ધોઈ લો. તમને તરત જ ચામડી માં ગ્લો દેખાવા લાગશે
જૈતુન નું તેલ લગાવો
જૈતુન ના તેલ ના ૨ થી ૩ ટીપા કાચા દૂધ માં નાખી ને કોટન ની મદદ થી ચહેરા પર લગાવો. તમે થોડી વાર મસાજ પણ કરી શકો છો.
ટામેટા અને સંતરા ના પેક નો કરો ઉપયોગ
એક ટમેટું, થોડુક સંતરા નો રસ અને પપૈયું આ ત્રણે ને મિક્ષ કરી ને તેમાં થોડુક ગ્લીસરીન નાખી ને ચહેરા પર માલીશ કરી ને ૨૦ મિનીટ સુધી રહેવા દો. સુકાઈ જાય પછી ચહેરા ને ઠંડા પાણી થી ધોઈ નાખો. આનાથી સ્કીન માં ભીનાશ જળવાઈ રહે છે.
ઓટ્સ ના પાવડર ની પેસ્ટ લાગવાથી ફાયદો થાય છે.
નાહ્પયા પહેલા ઓટ્સ ના પાવડર ને પાણી અથવા દહીં સાથે મિક્ષ કરી ને મોઢા પર લગાવી ને પાંચ મિનીટ સુધી રાખી દો. આ નુસકો બહુ જ લાભકારી સાબિત થાય છે.
તલ ના તેલ ની માલીશ થી કરો ડ્રાય સ્કીન દુર કરવા.
એક ચમચી તલ ના તેલને કાચું દૂધ અથવા દૂધ ની મલાઈ સાથે મિક્ષ કરી ને હલકા હાથે માલીશ કરો. પછી ૨૦ થી ૨૫ મિનીટ રહેવા દો. ત્યારબાદ સાદા પાણી થી ધોઈ નાખો.
ડ્રાયનેસ્ દૂર કરવા અડદ ની દાળ ના ઉપયોગ દ્વારા કરો .
અડદ ની દાળ અને ચોખા ના કરકરા લોટ માં દહીં નાખી ને સ્ક્રબ કરવાથી ખુબ જ ફાયદો થાય છે. તમે ખાલી અડદ ની દાળ પણ વાપરી શકો છો.
ડ્રાય સ્કીન ઘરેલું ઉપાયો સાથે ધ્યાનમા રાખવાની બાબતો
ઘરગથ્થું ઉપાયો વિશે તો આપણે જાણ્યા પણ તમને તમારી જીવનશૈલી તથા ભોજન લેવામાં પણ કાળજી રાખવી જરૂરી છે. જેમકે, દરરોજ પ્રાણાયામ, કસરત કરવાનું રાખો, તડકા માં જવાનું ટાળો, ઠંડા પાણી થી નહાવાનું રાખો.
તેમજ ખાણીપીણી માં પણ ધ્યાન રાખવું જરૂરી છે જેમકે,જો તમને વાત્ત પિત્ત ની સમસ્યા છે તો એવો ખોરાક લેવાનું રાખો કે વાત્પીત્ત વધે નહિ.
ભોજન માં ફળ નું તથા રેસાવાળી શાકભાજી ખાવાનું વધારે રાખો. જેનાથી શરીર ની અંદર થી જ ભેજ જળવાઈ રહે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
વાળ ખરવાના કારણો અને ખરતા વાળ રોકવાના ઘરેલું ઉપાય
કબજિયાત થવાના કારણો અને કબજિયાત પરેજી વિશે માહિતી
ગેસ થવાના કારણો અને તેના ઘરઘથ્થુ ઉપચાર
નાના બાળકો ને કફ થવાના કારણ અને તેને દુર કરવાના ૬ ઉપાય
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે