ડ્રાયફ્રૂટ ચોકલેટ ફઝ બનાવવાની રીત | dry fruit chocolate fudge recipe in gujarati

ડ્રાયફ્રૂટ ચોકલેટ ફઝ બનાવવાની રીત - dry fruit chocolate fudge recipe in gujarati - dryfruit chocolate fudge banavani rit
Image credit – Youtube/HomeCookingShow
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe HomeCookingShow  YouTube channel on YouTube આજે આપણે ડ્રાયફ્રૂટ ચોકલેટ ફઝ બનાવવાની રીત શીખીશું. ચોકલેટ નાના મોટા દરેક ને ખૂબ પસંદ આવતી હોય છે આજ આપણે ઘરે ખૂબ ઓછી સામગ્રી થી ડ્રાયફ્રૂટ ચોકલેટ ફજ બનાવીશું,dry fruit chocolate fudge recipe in gujarati, dryfruit chocolate fudge banavani rit એના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે.

ડ્રાયફ્રૂટ ચોકલેટ ફઝ બનાવવા જરૂરી સામગ્રી | dry fruit chocolate fudge recipe ingredient

  • ડાર્ક ચોકલેટ 450 ગ્રામ
  • કનેડ્સ મિલ્ક 350 ગ્રામ
  • માખણ 2 ચમચી
  • બદામ ½ કપ
  • કાજુ ½ કપ
  • પિસ્તા ¼ કપ
  • કીસમીસ ¼ કપ
  • પાણી

ડ્રાયફ્રૂટ ચોકલેટ ફઝ બનાવવાની રીત | dry fruit chocolate fudge recipe in gujarati

ડ્રાયફ્રુટ ચોકલેટ ફજ બનાવવા સૌ પ્રથમ એક કડાઈ ને ગેસ પ્ર ધીમે તાપે ગરમ મૂકો

કડાઈ ગરમ થાય એટલે એમાં કાજુ , બદામ , પીસ્તા નાખી ધીમા તાપે પાંચ સાત મિનિટ શેકો બધા ડ્રાય ફ્રૂટ બરોબર શેકાઈ જાય એટલે એને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો

Advertisement

ડ્રાય ફ્રુટ ઠંડા થાય એટલે ચાકુ વડે કટકા કરી લ્યો અથવા મિક્સર જારમાં લઈ અઘ કચરા પીસી લ્યો ને એક બાજુ મૂકો

હવે ગેસ પર ( ડબલ બોઈલરમાં ) એક મોટા વાસણ બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં એનાથી થોડું નાનું વાસણ અથવા કાંઠો મૂકી વાસણ મૂકો એ વાસણમાં ડાર્ક ચોકલેટ ના કટકા નાખો (ચોકલેટ ને સીધી ગરમ કરવી નહિ નહિતર સ્વાદ બગડી જસે)

હવે ડાર્ક ચોકલેટ માં માખણ ને કન્ડ્સ મિલ્ક નાખી ચમચા વડે ચોકલેટ ઓગળે ત્યાં સુંધી હલાવતા રહો ચોકલેટ બરોબર ઓગળી જાય એટલે ચોકલેટ વાળુ વાસણ ગેસ પર થી ઉતારી લ્યો ને એમાં ડ્રાય ફ્રુટ ના કટકા ને નાખી મિક્સ કરો

ત્યારબાદ એક કેક ટીન કે વાસણ લ્યો એને ગ્રીસ કરો એના પર બટર પેપર / સિલ્વર પેપર કે પ્લાસ્ટિક બરોબર મૂકો(જેથી ફજ કાઢવામાં તકલીફ ના પડે

હવે એમાં ડ્રાયફ્રૂટ  ચોકલેટ નાખી બધી બાજુ બરોબર ફેલાવી લેવી ને ઠંડી થવા દયો ચોકલેટ ઠંડી થાય એટલે બે ત્રણ કલાક ફ્રીઝ માં મૂકી સેટ થવા દયો

ચોકલેટ સેટ થઈ જાય એટલે એને અનમોલ્ડ કરી એના ચાકુ થી કટકા કરી લ્યો તો તૈયાર છે ડ્રાયફ્રુટ ચોકલેટ ફજ.

આ ચોકલેટ ફજ ને એર ટાઇટ ડબ્બામાં ભરી ને ફ્રીઝ માં દસ પંદર દિવસ સુધી રાખી શકો છો

જો કંડેસ મિલ્ક ના હોય તો ક્રીમ પણ વાપરી શકો છો જો ખાલી ક્રીમ નાખી બનાવશો તો ચોકલેટ કડવી લાગશે એટલે  ડાર્ક ચોકલેટ સિવાય ની મિલ્ક ચોકલેટ વાપરવી જેથી મીઠાસ જળવાઈ રહે

ડ્રાય ફ્રુટ માં કાજુ બદામ પિસ્તા સિવાય અખરોટ, કેનબરી, બ્લુ બરી કે તમને ગમતા ડ્રાય ફ્રુટ નાખી શકો છો

ચાહો તો ડ્રાય ફ્રુટ વિના સાદો ચોકલેટ  ફજ પણ બનાવી શકો છો

dryfruit chocolate fudge banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

નાનખટાઈ બનાવવાની રીત | Nankhatai recipe in Gujarati | nankhatai banavani rit

દાલ બાટી ચુરમા બનાવવાની રીત | dal bati churma banavani rit | dal bati churma recipe in gujarati

ગાર્લિક બટર નાન બનાવવાની રીત | Garlic Butter Naan banavani rit | Garlic Butter Naan recipe in ujarati

ડુંગળીના ભજીયા બનાવવાની રીત | Dungri na bhajiya banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement