નમસ્તે મિત્રો આજે આપણે દૂધી માંથી પનીર બનાવવાની રીત – Dudhi mathi paneer banavani rit શીખીશું. આ દૂધી માંથી પનીર બનાવી શાક બનાવવાની રીત શીખીશું , do subscribe krishna ki Rasoi YouTube channel on YouTube If you like the recipe , જે ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે. જે દૂધ ને દૂધ ની બનાવેલ વાનગીઓ ના ખાતા હોય એમના માટે આ રીતે દૂધી માંથી તૈયાર કરેલ પનીર તૈયાર કરી પનીર ખાવા ની મજા લઇ શકો છો તો ચાલો દૂધી માંથી પનીર બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
Dudhi mathi paneer banava jaruri samgri
- દૂધી 1 મિડીયમ સાઇઝ
- ચોખા નો લોટ / મેંદા નો લોટ 2 -3 ચમચી
- મિલ્ક પાઉડર 1 ચમચી
- દહી 1 ચમચી
- બેકિંગ સોડા ⅛ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- ડુંગળી 2-3
- ટમેટા 2-3
- લીલા મરચા 3-4
- તેલ 2-3 ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ⅛ ચમચી
- તજ નો ટુકડો 1
- એલચી 1-2
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- કસુરી મેથી 1 ચમચી
- ક્રીમ / મલાઈ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
દૂધી માંથી પનીર બનાવવાની રીત
દૂધી માંથી પનીર બનાવી શાક બનાવવા સૌપ્રથમ દૂધી ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી થી ધોઇ લ્યો ને ચાકુથી કટકા કરી લ્યો. (જો દૂધી પાકેલ હોય તો બીજ કાઢી નાખવા ) કટકા ને મિક્સર જાર માં નાખી ને પીસી ને સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો ને પેસ્ટ ને એક વાસણમાં કાઢી લ્યો.
હવે ગેસ પર એક કડાઈ માં ગ્લાસ એક પાણી ગરમ કરવા મૂકો ત્યાર બાદ પીસેલી દૂધી માં ચોખા નો લોટ / મેંદા નો લોટ નાખો સાથે મિલ્ક પાઉડર, મીઠું સ્વાદ મુજબ, દહીં અને બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે થાળી ને એક ચમચી તેલ થી ગ્રીસ કરો અને એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી એકસરખું ફેલાવી દયો.
હવે કડાઈ માં પાણી ગરમ થાય એટલે એમાં છોલી ને ડુંગળી, ટમેટા અને લીલા મરચા મૂકી એના પર તપેલી ઊંધી કરી એના પર દૂધી ના મિશ્રણ વાળી થાળી મૂકો ને ઢાંકી ને દસ પંદર મિનિટ ચડાવી લ્યો. પંદર મિનિટ પછી ગેસ બંધ કરી થાળી કાઢી ને ઠંડી થવા દયો અને ટમેટા ની છાલ ઉતારી ને મિક્સર જારમાં નાખો સાથે ડુંગળી અને લીલા મરચા પણ નાખી ને પીસી ને પેસ્ટ બનાવી લ્યો.
ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં તજ નો ટુકડો, એલચી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ટમેટા ડુંગળી ની પેસ્ટ નાખી ને મિક્સ કરી લ્યો. ગ્રેવી માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
મસાલા શેકાઈ જાય એટલે એમાં મલાઈ / ક્રીમ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં અડધા થી પોણો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ને પાણી ને ઉકળવા દયો. પાણી ઉકળે ત્યાં સુંધી થાળી માં રહેલ પનીર ના ચાકુથી કટકા કરી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે દૂધી માંથી તૈયાર કરેલ પનીર કટકા નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને બે ચાર મિનિટ ચડવા દયો.
શાક ચાર મિનિટ ચડાવી લીધા બાદ એમાં ગરમ મસાલો, કસુરી મેથી અને લીલા ધાણા સુધારેલા નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી ગરમ ગરમ રોટલી પરોઠા સાથે સર્વ કરો દૂધી માંથી પનીર બનાવેલ શાક. તો તૈયાર છે દુધી માંથી પનીર.
Dudhi mathi paneer banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર krishna ki Rasoi ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
મીઠા લીમડાની ચટણી બનાવવાની રીત | Mitha limda ni Chutney banavani rit
વ્રત વાળી રબડી બનાવવાની રીત | Vart vali rabdi banavani rit
વર્જિન મોજીતો બનાવવાની રીત | virgin mojito banavani rit
દહીં બ્રેડ રોલ્સ બનાવવાની રીત | Dahi bread rolls banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે