દુધી ના ફાયદા | દુધી નો જ્યુસ બનાવવાની રીત | દુધી ના ઘરેલું ઉપચાર વિશે માહિતી

દુધી ના ફાયદા - દુધી નો જ્યુસ બનાવવાની રીત - દુધી નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ - dudhi na fayda - dudhi health benefits in Gujarati
Advertisement

આ આર્ટીકલ ની અંદર વાંચો માહિતી દુધી ના ફાયદા, દુધી નો જ્યુસ બનાવવાની રીત ,દુધી નું જ્યુસ પીવાના ફાયદા, દુધી નો ઘરેલું ઘરગથ્થું ઉપચાર, Dudhi na fayda ,dudhi nu juice na fayda, dudhi health benefits in Gujarati.

દુધી ના ફાયદા – Dudhi na fayda

કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે. દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે. દૂધીની તાસીર ઠંડી હોય છે. તેનું તેલ પણ બને છે અને આ તેલ વાળ માટે ખુબ જ સારું મનાય છે.

દૂધીનું તેલ વાળ અને મગજને ઠંડક આપનારું હોય છે,

Advertisement

ઘણા લોકોને દૂધી નું સેવન કરવું જરા પણ પસંદ હોતું નથી. પણ તેના ફાયદાઓ જ એટલા બધા છે કે આપણે તેને નજરઅંદાજ કરી જ નાં શકીએ.

દૂધીમાં એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર પ્રમાણ માં હોય છે. સાથે સાથે ફાઈબર પણ મળી રહે છે. દૂધી બે પ્રકાર ની આવે છે. મીઠી દૂધી અને કડવી દૂધી. માટે જયારે પણ દૂધી ની ખરીદી કરવા જાઓ ત્યારે મીઠી દૂધી ની ખરીદી કરવાની.

દૂધી નું જ્યુસ પીવાના ફાયદાઓ

તો ચાલો જાણીએ દૂધી નું જ્યુસ પીવાના ફાયદાઓ

દૂધી નું જ્યુસ શરીર માં એનર્જી બનાવી રાખે છે

જો તમે સવારે ઉઠીને કસરત કે પ્રાણાયામ કરતા હોવ છો તો કસરત કાર્ય ના અડધા કલાક પછી દૂધીનો રસ પીવો ફાયદા કારક સાબિત થાય છે,

દૂધીમાં રહેલી નેચરલ શુગર શરીર માં ગ્લાય્કોઝીન ના સ્તર ને લેવલ માં રાખે છે અને શરીર માં કારબોહાઈડ્રેટ ની ઉણપ ને પણ પૂરી કરે છે.

દુધી નું જ્યુસ પીવાના ફાયદા પેશાબ સંબંધિત સમસ્યામા

જો તમને પેશાબ માં બળતરા ની સમસ્યા છે તો દૂધી નો જ્યુસ પીવાથી ખુબ જ ફાયદો થાય છે.

પેશાબ માં એસીડનું પ્રમાણ વધી જવાથી બળતરા થતી હોય છે દૂધીનો રસ આ એસીડ ની માત્રા ને ઘટાડવામાં મદદ કરે છે અને બળતરા માં રાહત અપાવે છે.

Dudhi nu juice na fayda વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે

દૂધીમાં કેલરી અને ફેટનું પ્રમાણ તદ્દન ઓછું હોય છે. તેથી જો તમે વજન ઘટાડવા માંગતા હો તો દૂધીનો જ્યુસ પીવાનું ચાલુ કરી દો, દૂધીમાં રહેલું ફાઈબર ભૂખને કન્ટ્રોલ માં રાખે છે,dudhi nu juice na fayda.

દુધી ના ફાયદા કબજિયાત સંબંધિત સમસ્યામા

જો તમને કબજીયાત ની સમસ્યા છે તો દરરોજ સવારે ભૂખ્યાપેટે દૂધીનો જ્યુસ પીવાથી અચૂક ફાયદો થાય છે. તેમાં રહેલું ફાઈબર પાચનતંત્ર ને મજબૂત બનાવે છે,dudhi nu juice na fayda.

દુધી ના ફાયદા હૃદય ની બીમારીમા

હૃદય ની બીમારી માં દૂધી નો જ્યુસ પીવો ખુબજ લાભકારી છે. દરરોજ સવારે ભૂખ્યા પેટે એક ગ્લાસ દૂધીનો જ્યુસ પીવાથી હૃદય ના રોગીઓને ફાયદો થાય છે.

દુધી નો ઘરેલું ઘરગથ્થું ઉપચારમા ઉપયોગ કરવાની રીત

જો તમને હમેશા માથાના દુખાવાની સમસ્યા રહેતી હોય તો કડવી દૂધીના બીજના તેલ ને માથામાં લગાવવાથી રાહત મળશે.

વાળ ખરવાની સમસ્યામાં દૂધી અને તેનું  તેલ ખુબજ ઉપયોગ સાબિત થાય છે. દૂધી ને મીક્ષર માં પીસીને વાળ માં લગાવવાથી ફાયદો થાય છે.

શરદી અને ઉધરસ ના સાઈડ ઈફેક્ટ ને કારણે કાન માં દુખાવો થતો હોય તો દૂધી ના નવસેકા તેલ ના એક થી બે ટીપા કાન માં નાખવાથી રાહત થાય છે.

દુધી નો ઘરેલું ઘરેલું ઉપચારમા ઉપયોગ કરવાની રીત

જો તમારા દાંત માં સડો થઇ ગયો છે તો દૂધીના ઝાડ ની છાલ ને પીસી ને તેનું મંજન કરવાથી ફાયદો થાય છે.

જો કોઈપણ કારણે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો દૂધી નું સેવન કરવાથી ફાયદો થાય છે.

અસંતુલિત જીવનશૈલીને કારણે આજકાલ હરસ ની સમસ્યા સામાન્ય બની ગઈ છે. મીઠી દૂધીના બીજ ને મીઠું નાખીને પીસીને દહીં સાથે ખાવાથી હરસ અને મસા માં ફાયદો થાય છે.

Dudhi health benefits in Gujarati

જંકફૂડ, અસંતુલિત ખાદ્યપદાર્થોનું સેવન, અસંતુલિત જીવનશૈલી ને કારણે પથરી થવાની સંખ્યામાં પણ વધારો થતો જાય છે. દૂધીનું સેવન કરવાથી પથરી ને ઝડપ થી નીકાળી શકાય છે. મીઠી દૂધીના બીજ નાં ચૂર્ણ ને મધ અથવા બકરીના દૂધ સાથે લેવાથી સાત દિવસમાં જ કીડની સ્ટોન તૂટીને નીકળી જાય છે.

જો તમને પગ ના તળિયા માં બળતરા થવાની સમસ્યા છે તો દૂધી ને પીસીને પગ ના તળીયે લગાવવાથી બળતરા માં ફાયદો થાય છે.

Dudhi na fayda | dudhi benefits in Gujarati

દૂધીના રસ ને શરીર પર લગાવવાથી શરીર ની બળતરા અને ખંજવાળ માં ફાયદો થાય છે. ખીલ ની સમસ્યામાં દૂધીના રસ માં લીંબૂ નો રસ મિક્ષ કરીને લગાવવાથી ખીલ ની સમસ્યા માંથી છુટકારો મળે છે.

દુધી નું જ્યુસ પીવાના ફાયદા ઘરેલું ઉપચાર મા

દૂધી નો જ્યુસ પીવાથી ડાયાબીટીશ કન્ટ્રોલ માં રહે છે. મીઠી દૂધી અને આંબળા ને પીસીને તેનો જ્યુસ પીવાથી ઝડપ થી રાહત મળે છે.

દુધી નો જ્યુસ બનાવવાની રીત

૧ નાની દૂધી ને છોલીને નાના નાના કટકા કરીને મીક્ષરમાં થોડું પાણી નાખીને પીસી લો. ત્યારબાદ તેને ગરણી ની મદદ થી ગાળી લો. તેમાં મરીનો ભુક્કો, સિંધા નમક નાખીને પીવો. તૈયાર છે તમારો દૂધી નો જ્યુસ.

દુધીનું સેવન કરતી વખતે ધ્યાન માં રાખવાની બાબતો

દુધી નું જ્યુસ પીવાથી ફાયદો તો થાય જ છે પણ જો તમે કાચી અને કડવી દૂધીનું જ્યુસ પી લ્યો છો તો હાથ-પગ માં સોજા આવી શકે છે, નાક અને ચહેરા પર નાના નાના દાણા નીકળી શકે છે, અને તેમાં ખંજવાળ આવે છે વગેરે જેવી સમસ્યા થઇ શકે છે.

દૂધીમાં વિટામીન-ઈ અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે પણ જો તમારા શરીર માં આ બન્ને નું પૂરતું પ્રમાણ છે તો દૂધી નું સેવન બહુ કરવું નહિ.

જો તમે ડાયાબીટીશ ના પેશન્ટ છો અને તમે જરૂરત કરતા વધારે દૂધીનો જ્યુસ પી લ્યો છો તો તમારું શુગર લેવલ અચાનક થી જ ઘટી જવાની સંભાવના રહે છે.

એ વાત માં કોઈ શંકા ને સ્થાન નથી કે દૂધીનો જ્યુસ પીવાથી હાઈ બ્લડ પ્રેશર ઓછું થઇ શકે છે પરંતુ જો તમે વધારે માત્રા માં પીવા લાગશો તો તે શરીર માં પોટેશિયમ ના લેવલ ને વધારી દે છે અને બ્લડ પ્રેશર અચાનક જ ઘટી જાય છે અને હાઈપોર્ટેશન નામની બીમારીનો ભોગ બનવો પડે છે.

દુધી ને લગતા કેટલાક મુજવતા પ્રશ્નો

દુધીમા ક્યાં ક્યાં વિટામિન્સ હોય છે?

દુધી ની અંદર વિટામીન – એ, વિટામીન – સી, કેલ્સિયમ, આયરન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝીંક જેવા આપણા ફાયદાકારક વિટામિન્સ હોય છે

દુધી નો જ્યુસ ક્યારે પીવો જોઈએ?

સવારે ઉઠીને ભૂખ્યા પેટે દુધી નો જ્યુસ પીવો હિતાવહ છે જો તમે વર્કઆઉટ કરતા હોવ તો પછી પીવું જોઈએ

દુધી મા કેલેરી નું પ્રમાણ કેટલું હોય છે ?

દુધીમા ૯૬% પાણી અને ૧૨% કેલેરી હોય છે તેથીજ તેનું સેવન કરવાથી શરીરમા કેલરી ઓછી જાય છે અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે

Dudhi in English | દુધી ને અંગ્રેજી મા શું કહેવાય છે ?

દુધી ને અંગ્રેજી મા Calabash અને Bottle Gourd કહેવામાં આવે છે

અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી દુધી ના ફાયદા,દુધી નો જ્યુસ બનાવવાની રીત ,દુધી નું જ્યુસ પીવાના ફાયદા,dudhi na fayda,dudhi nu juice na fayda,dudhi benefits in Gujarati વિશે તમારું મંતવ્ય અચૂક આપજો

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

ગાજર ના ફાયદા | Gajar na fayda

બ્રોકલી ના ફાયદા અને નુકશાન | Brocoli na fayda

કારેલા ના ફાયદા અને નુકશાન | કારેલા ના ઘરેલું ઉપચાર વિશે માહિતી | karela na fayda | karela benefits in Gujarati

ઘઉં ના જવારા નો જ્યુસ ના ફાયદા | Ghau na javara juice benefits

દુધી ના મુઠીયા બનાવવાની રીત | Dudhi na Muthiya recipe in Gujarati

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement