Dudhi ni vadi banavani rit | દુધી ના વળી બનાવવાની રીત

Dudhi ni vadi - દુધી ના વળી
Image credit – Youtube/Kunal Kapur
Advertisement

ઉનાળો આવી ગયો છે અને ઉનાળા ના શાક માં દુધી ખૂબ જ પ્રખ્યાત છે .બાળકો થી લઈ ને મોટા લોકો માં પણ ઘણા લોકો ને દૂધી પસંદ નથી હોતી પણ આજે જે આપડે નાસ્તો બનાવીશું ઈ નાસ્તો નાના થી લઈ અને બધા મોટા લોકો ને પણ પસંદ પડે એવો નાસ્તો એ પણ ઓછા તેલ માં Dudhi ni vadi – દુધી ના વળી બનાવતા શીખીશું .

INGREDIENTS

  • છીણેલું દૂધી 3 કપ
  •  મીઠું સ્વાદાનુસાર
  •  હિંગ 1½ ચમચી
  • ખાંડેલું જીરું 2 ચમચી
  •  આખા ધાણાના દાણા ખાંડેલા 2 ચમચી
  • જીણા સમારેલાં આદુ ના કટકા 1 ચમચી
  •  લીલા મરચાં, સમારેલા 1-2 નંગ
  •  હળદર  1½ ચમચી
  • લાલ મરચાંનો પાવડર 1½ ચમચી
  •  ગરમ મસાલો 1½ ચમચી
  •  તલ શેકેલા  3 ચમચી
  •  કોથમીર સમારેલી  1/2 કપ
  •  કસૂરી મેથી 1 ચમચી
  •  લીંબુ 1 નંગ
  •  ચોખાનો લોટ ¼ કપ
  •  ચણાનો લોટ  1 કપ
  •  પાણી 1-2 ચમચી ( જો જરૂરી હોય તો )
  •  તેલ જરૂર મુજબ
  •  તેલ – તળવા માટે / સેલો ફ્રાય કરવા માટે
  •  તળેલા લીલા મરચાં (તલી હરિ મિર્ચ) – મુઠ્ઠીભર
  •  ચાટ મસાલા સ્વાદ મુજબ

Dudhi ni vadi banavani rit

દૂધી ની વળી બનાવવા માટે સૌ પ્રથમ દૂધી ને સારી રીતે સાફ કરી પાણી માં ધોઈ અને એક ત્રાંસ માં ખમણી વડે છીણી લેશું ખાસ ધ્યાન રાખવું કે દૂધી ને પેલે થી છીણી ને ના રાખવું નઈ તો દૂધી કાળી પડી જાય છે .

ત્યાર બાદ છીણેલી દૂધી ને ત્રાંસ માં નાખી દીધા બાદ આપડે તેમાં મીઠું સ્વાદાનુસાર , હિંગ 1 ½ ચમચી , ખાંડેલું જીરું 2 ચમચી , ખાંડેલા આખા ધાણા 2 ચમચી , જીણા સુધારેલા આદુ ના કટકા 1 ચમચી , લીલા મરચાં ઝીણાં સમારેલાં 2 નંગ , હળદર 1 ½ ચમચી , લાલ મરચું 1 ½ ચમચી , ગરમ મસાલો 1 ½ ચમચી , શેકેલા તલ 3 ચમચી , લીલા ધાણા ½ કપ , કસૂરી મેથી 1 ચમચી , લીંબુ નો રસ 1 નંગ , બાઇન્ડિંગ માટે ચોખા નો લોટ ¼ કપ , બેસન થોડું થોડું નાખતા જઇશું બેસન નાખી દીધા બાદ બધી વસ્તુને બરાબર મિક્સ કરી દેશું .

Advertisement

દૂધી પોતાનું પાણી છોડે છે માટે ખાસ ધ્યાન રાખવું કે પાણી ની જરૂર પડે તોજ પાણી નાખવું બધી વસ્તુ ને 3 એક મિનિટ જેવું બરાબર મિક્સ કરી લીધા બાદ આપડે ભજીયા નું બેટર હોય તેવી કંસિસટંસી રાખશું . ત્યાર બાદ આપડે એક ચોરસ કન્ટેનર લેશું જેને ચારે બાજુથી તેલ વડે ગ્રીસ કરી લેશું . ગ્રીસ થઈ ગયા બાદ આપડે દુધી વાળા બેટર ને તેમાં નાખી દેશું કન્ટેનર ને થોડું ભરશું બઉ વધારે જાડી વળી હશે તો ખાવા માં મજા નઈ આવે અને ક્રિસ્પી પણ નઈ લાગે બેટર ને કન્ટેનર માં નાખી દીધા બાદ.

હવે એક મોટા તપેલા માં પેલેથી જ પાણી ગરમ કરવા મૂકી દેશું અને ત્યાર બાદ તપેલા માં એક કાંઠો મૂકી દેશું અને તેના પર આપડે ચોરસ કન્ટેનર મૂકી દેશું ખાસ ધ્યાન રાખવું કે વધારે પાણી નઈ  નાખવું . કન્ટેનર મૂકી દીધા બાદ ઢાંકણ ઢાંકી અને 18-20 મિનિટ સુધી ચડવા દેશું વળી ચડી ગયા બાદ તપેલા માંથી કન્ટેનર કાઢી અને ચારે બાજુ ચાકુ વડે ચારે કિનારી માં ચાકુ ફરાવી ને વળી ને બારે કાઢી અને પ્લેટ અથવા તો ચોપિંગ બોર્ડ પર મૂકી અને તેના ચોરસ કટકા કરી લેશું કટકા આપડે બરફી જેવી સાઇઝ ના કરીશું  બઉ નાના પણ નઈ અને બઉ મોટા પણ નઈ કરીએ . વળી આપડી તૈયાર છે .

ત્યાર બાદ આપડે વળી ને સેલો ફ્રાય કરી લેશું . ગેસ પર નોનસ્ટિક પેન ને ગરમ કરવા મૂકીશું પેન ગરમ થાય એટલે તેમાં તેલ નાખી અને બધી વળી ને મૂકી ને ચારે બાજુ થી ગોલ્ડન થાય એવી રીતે સેકી લેશું . જેથી વળી નો ચારે બાજુ નો ભાગ એક દમ મસ્ત અને ક્રિસ્પી થઈ જશે.તો તૈયાર છે આપડી દૂધી ની વળી જેને લીલી ચટણી કે ટમેટા ની ચટણી સાથે સર્વ કરીશું .

Vadi recipe notes

  • વળી ને શેકવા માટે તમે ઇયા તેલ ની જગ્યા એ ઘી નો ઉપયોગ પણ કરી સકો છો .
  • તમે વળી ને ડીપ ફ્રાય પણ કરી શકો છો.

 

Advertisement