જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે દૂધી નો હલવો બનાવવાની રીત – Dudhi no halvo banavani rit શીખીશું. આજે આપણે ફુડ કલર નો ઉપયોગ કર્યા વગર અને એકદમ દાણેદાર દૂધી નો હલવો બનાવતા શીખીશું, do subscribe Sheetal’s Kitchen – Gujarati YouTube channel on YouTube If you like the recipe , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ ઓછા દૂધ માં બની ને તૈયાર થઈ જાય છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી દૂધી નો હલવો બનાવતા શીખીએ.
દૂધી નો હલવો બનાવવા જરૂરી સામગ્રી
- ઘી 3-4 ચમચી
- દૂધી 750 ગ્રામ
- દૂધી ¼ કપ
- ખાંડ ½ કપ
- માવો 70 ગ્રામ
- એલચી પાવડર ¼ ચમચી
- કાજુ બદામ અને પીસ્તા ની કતરણ 2 ચમચી
દૂધી નો હલવો બનાવવાની રીત
દૂધી નો હલવો બનાવવા માટે સૌથી પહેલાં દૂધી ને ચાકુ ની મદદ થી છોલી લ્યો. હવે તેને વચ્ચે થી કટ કરી લ્યો. ત્યાર બાદ તેને વચ્ચે થી ઉભા કટ કરી લ્યો. હવે ગ્રેટર ની મદદ થી વચ્ચે બીજ વાળો ભાગ રહવા દઈને ગ્રેટ કરી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં ગ્રેટ કરીને રાખેલ દૂધી નાખો. હવે તેને સરસ થી ધીમા તાપે બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને ત્રણ થી ચાર મિનિટ સુધી ચડવા દયો.
તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને દૂધ બળી જાય ત્યાં સુધી હલાવતા રહો. ત્યાર બાદ તેમાં ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દયો.
ખાંડ નું પાણી બળી જાય ત્યાર બાદ તેમાં ગ્રેટ કરીને રાખેલ માવો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે હલવા માંથી ઘી છૂટું થાય ત્યાં સુધી તેને સેકી લ્યો. ત્યાર બાદ તેમાં એલચી પાવડર અને ડ્રાય ફ્રુટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તૈયાર છે આપણો ટેસ્ટી દૂધી નો હલવો. હવે તેને કટોરી માં નાખો. હવે તેની ઉપર પિસ્તા ની કતરણ નાખો. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ દૂધી નો હલવો ખાવાનો આનંદ માણો.
Dudhi halvo recipe notes
- હલવા માં તમે તમારા પસંદ ના કોઈ પણ ડ્રાય ફ્રુટ નાખી શકો છો.
Dudhi no halvo banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
વેજ પફ પેટીસ બનાવવાની રીત | Veg puff patties banavani rit
રતલામી સેવ બનાવવાની રીત | ratlami sev banavani rit | ratlami sev recipe in gujarati
ઇન્દોરી પૌવા બનાવવાની રીત | indori pauva banavani rit | indori poha recipe in gujarati
આમળા નો રસ બનાવવાની રીત | આમળા નો જ્યુસ | amla no juice banavani rit
આમળાનો પાવડર બનાવવાની રીત | aamla no powder banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે