નમસ્તે મિત્રો આજે આપણે દુધીનુ રાયતુ બનાવવાની રીત- dudhi nu raitu banavani rit શીખીશું. do subscribe Bhusanur.cooking YouTube channel on YouTube If you like the recipe રાયતા તો તમે ઘણા પ્રકારના બનાવ્યા હસે પણ આજ એક અલગ પ્રકારનું રાયતું બનાવશું જે ભાત કે રોટલી સાથે ખૂબ સારું લાગે છે તો ચાલો જાણીએ દૂધી નું રાયતું – dudhi nu raitu recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
દુધીનુ રાયતુ બનાવવા જરૂરી સામગ્રી
- મોરું દહી 1 ½ કપ
- દૂધી 1 સાવ નાની
- હળદર ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- પાણી ¼ કપ
- મીઠું સ્વાદ મુજબ
રાયતા ના વઘાર માટેની સામગ્રી
- તેલ 2 ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- અડદ દાળ ½ ચમચી
- સૂકા લાલ મરચા 1-2
- મીઠા લીમડાના પાન 8-10
દૂધી નું રાયતું બનાવવાની રીત | dudhi nu raitu recipe in gujarati
દૂધી નું રાયતું બનાવવા સૌપ્રથમ દૂધી ને ધોઇ ને છોલી લ્યો અને છોલ્યા પછી ફરી ધોઇ લ્યો અને ચાર સરખા ભાગ માં કાપી લ્યો અને ઝીણી ઝીણી સુધારી લ્યો અને જો બીજ વાળી દૂધી હોય તો વચ્ચે થી બીજ કાઢી ને ઝીણી ઝીણી સુધારી લ્યો અને ફરી ધોઇ ને નિતારી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં કાપેલી દૂધી ના કટકા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, હળદર અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો ને પા કપ પાણી નાખો અને ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો (અહી તમે એક ચમચી બેસન દૂધ સાથે નાખી મિક્સ કરી ચડાવી લેશો તો સ્વાદ ને અલગ થઈ જસે)
ત્યારબાદ એક વઘારીયા માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને અડદ દાળ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી શકો ને ગેસ બંધ કરી તૈયાર વઘાર ને દૂધી માં નાખી મિક્સ કરી નાખો
હવે વઘાર વાળા દૂધી ના મિશ્રણ ને થોડું ઠંડું થવા દયો અને ઠંડુ થાય એટલે એમાં દહી ને ઝેણી વડે વલોવી સ્મુથ કરી લ્યો ને જરૂર હોય તો દહી જેટલું મીઠું નાખવું અને દહી ને ઠંડી થયેલા દૂધી ના મિશ્રણ સાથે બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે દૂધી નું રાયતું
દુધીનુ રાયતુ બનાવવાની રીત | dudhi nu raitu banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bhusanur.cooking ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
જામફળ નું શાક બનાવવાની રીત | jamfal nu shaak banavani rit | jamfal nu shaak recipe gujarati
આમળા નો રસ બનાવવાની રીત | આમળા નો જ્યુસ | amla no juice banavani rit
ટમેટા રસમ બનાવવાની રીત | tameta rasam banavani rit | tomato rasam recipe in gujarati
બિરિસ્તા બનાવવાની રીત | birista banavani rit | birista recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે