જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે દૂધી પકોડા ચાટ બનાવવાની રીત – Dudhi pakoda chat banavani rit શીખીશું, do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube If you like the recipe , એક વાર દૂધી ના પકોડા ની ચાટ ખાઈ લીધી તો બીજી બધી ચાટ ખાવાનું ભૂલી જાવ તેવી ટેસ્ટી ચાટ બને છે. ખૂબ જ સરળતાથી અને ખૂબ જ ઓછા સમય માં બની ને તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે ઘરે Dudhi pakoda chat recipe in gujarati શીખીએ.
દૂધી પકોડા ચાટ બનાવવા જરૂરી સામગ્રી
- દૂધી ૩૦૦ ગ્રામ
- ઝીણી સુધારેલી ડુંગળી ૧ કપ
- મીઠું સ્વાદ પ્રમાણે
- મીઠું દહી ૧ કપ
- હિંગ ૧/૪ ચમચી
- સંચળ પાવડર ૧/૪ ચમચી
- બેસન ૧/૨ કપ
- ચોખા નો લોટ ૧/૪ કપ
- ઝીણું સમારેલું લીલું મરચું ૨-૩
- ઝીણા સુધારેલા લીલાં ધાણા ૨ ચમચી
- બેકિંગ સોડા ૧ નાની ચમચી
- હળદર ૧/૨ ચમચી
- અજમો ૧/૪ ચમચી
ચાટ ને ગાર્નિશ કરવા માટે ની સામગ્રી
- ચાટ મસાલો
- લાલ મરચું પાવડર
- ઝીણી સુધારેલી ડુંગળી
- ઝીણા સુધારેલા ટામેટા
- ગ્રીન ચટણી
- લસણ ની ચટણી
- ખજૂર અને આમલી ની ચટણી
- જીરું પાવડર
- પાપડી ૩-૪
- સેવ
- દાડમ ના દાણા
- મીઠું દહી
- ફુદીના ના પાન
દૂધી પકોડા ચાટ બનાવવાની રીત | Dudhi pakoda chat recipe in gujarati
દૂધી ના પકોડા ની ચાટ બનાવવા માટે સૌથી પેહલા દૂધી ને ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને સરસ થી ચાકુ ની મદદ થી છોલી લ્યો. હવે ગ્રેટર ની મદદ થી તેને સરસ થી ગ્રેટ કરી લ્યો. હવે તેને એક મોટા બાઉલમાં કાઢી લ્યો.
હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને દસ મિનિટ માટે સાઇડ માં રાખી લ્યો.
હવે એક વાટકી માં મીઠું દહી લ્યો. હવે તેમાં હિંગ અને સંચળ પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેને ફ્રીઝ માં રાખી લ્યો.
હવે દસ મિનિટ પછી દૂધી ના મિશ્રણ માં બેસન, ચોખા નો લોટ, ઝીણું સમારેલું લીલું મરચું, ઝીણા સુધારેલા લીલાં ધાણા, બેકિંગ સોડા, હળદર અને અજમો નાખી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તળવા માટે તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં દૂધી ના મિશ્રણ ના સરસ થી પકોડા તળી લ્યો.
ત્યાર બાદ એક પ્લેટ લ્યો. હવે તેમાં બે ચમચી જેટલું મીઠું દહી નાખો. હવે તેની ઉપર ચાર થી પાંચ પકોડા રાખો. હવે તેની ઉપર ચાટ મસાલો, લાલ મરચું પાવડર, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલા ટામેટા, ગ્રીન ચટણી, લસણ ની ચટણી, ખજૂર અને આમલી ની ચટણી, જીરું પાવડર, ત્રણ થી ચાર પાપડી ની ચૂરો, સેવ, દાડમ ના દાણા અને મીઠું દહી નાખો. હવે તેની ઉપર ફુદીના નું પાન રાખી સર્વ કરો.
હવે તૈયાર છે ટેસ્ટી દૂધી ના પકોડા ની ચાટ. હવે તેને સર્વ કરો અને ટેસ્ટી દૂધી ના પકોડા ની ચાટ ખાવાનો આનંદ માણો.
Dudhi pakoda chat banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
પાલક સોજી નો સ્વાદિષ્ટ નાસ્તો બનાવવાની રીત | Palak soji no swadisht nasto banavani rit
વેજ કટલેસ બનાવવાની રીત | veg cutlet recipe in gujarati | veg cutlet banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે