નમસ્તે મિત્રો આજે આપણે ડુંગળી બટાકા ભરેલું શાક બનાવવાની રીત – dungri bataka nu shaak banavani rit શીખીશું. ભરેલ શાક હમેશા ખૂબ ટેસ્ટી લાગે છે પછી એ ચણા ના લોથી બનાવેલ હોય કે બટાકા ના મસાલા થી કે અન્ય કોઈ મસાલા થી ભરેલ હોય તો આજ આપણે ચણાના લોટ થી ભરી ને ભરેલા ડુંગરી બટાકા બનાવવાની રીત શીખીશું bharela dungi bataka nu shaak banavani rit.
ભરેલી ડુંગળી બટાકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- ડુંગરી 5-6
- બટાકા 5-6
- ચણા નો લોટ ½ કપ
- લાલ મરચાનો પાઉડર 2-3 ચમચી
- ધાણા જીરું પાઉડર 2-3 ચમચી
- હળદર ¼ ચમચી
- કસુરી મેથી 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- રાઈ જીરું 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- હિંગ ¼ ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- લીંબુ નો રસ 1 ચમચી
- તેલ 6-7 ચમચી
ડુંગળી બટાકા ભરેલું શાક બનાવવાની રીત | dungri bataka nu bharelu nu shaak banavani rit
ભરેલા ડુંગરી બટાકા બનાવવા સૌપ્રથમ ગેસ પ્ર એક કડાઈમાં ચણા નો લોટ ને ધીમે તાપે હલાવતા રહી ગોલ્ડન શેકી લેવો
ત્યારબાદ ગેસ બંધ કરી શેકેલો ચણાનો લોટ બીજા વાસણમાં કાઢી લ્યો એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું, કસુરી મેથી, એક બે ચમચી લીલા ધાણા સુધારેલા ને લીંબુ નો રસ નાખી બધું બરોબર મિક્સ કરો
(મસાલા અંદર કસુરી મેથી, લીલા ધાણા ને લીંબુ નો રસ નાખવા થી શાક નો ટેસ્ટ ખૂબ સારો આવે છે અને અહી તમે આદુ લસણ ની પેસ્ટ પણ નાખી શકો છો)
હવે એમાં બે ત્રણ ચમચી તેલ નાખો ને ફરી બધું મિક્સ કરો તૈયાર મસાલા ને એક બાજુ મૂકો
બટાકા ને પાણીમાં ધોઇ લેવા ને છોલી લઈ પ્લસ ની નિશાની પડે એમ ચાકુ થી કાપા પાડી લ્યો
ડુંગરી ને છોલી ને પાણીથી ધોઈ સાફ કરો ને કપડા થી કોરી કરી લઈ એમાં પણ પ્લસ ની નિશાની પડે એમ કાપા પાડી લ્યો
હવે ડુંગરી ને બટાકામાં જે કાપા પડ્યા તા એમાં તૈયાર મસાલો થોડો થોડો ભરો મસાલા ભરેલા ડુંગરી બટાકા ને એક બાજુ મૂકો
ગેસ પર જેમાં ચણાનો લોટ શેક્યો તો એજ કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું ને હિંગ નાખો ને ત્યાર બાદ ભરેલા બટાકા નાખી શેકો બટાકા ને ચડવા માટે પા કપ જેટલું પાણી નાખો ને ઢાંકી ને દસ બાર મિનિટ ધીમે તાપે બટાકા ને ચડાવો
બટાકા અડધા થી ઉપર ચડવા આવે એટલે એમાં ભરેલી ડુંગરી નાખો ને બરોબર હલાવી લ્યો ને ઢાંકી ને બીજી પાંચ સાત મિનિટ ચડાવો
હવે એના પર બચેલો તૈયાર કરેલો મસાલો છાંટો ને મિક્સ કરી ડુગરી બટાકા ચડી જાય ત્યાં સુધી ચડાવી લ્યો બને બરોબર ચડી જાય એટલે ઉપર થી લીલા ધાણા છાંટી ને ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરો ભરેલા ડુંગરી બટાકા
જો તમારે થોડી ગ્રેવી વાળા ભરેલા ડુંગરી બટાકા બનાવવા હોય તો અડધા કપ થી થોડું વધુ પાણી નાખવું ને જો તમારે કોરા ભરેલા ડુંગરી બટાકા બનાવવા હોય તો ડુંગરી બટાકા ને ભરી ને ઢોકરિયામાં વરાળ માં બાફી ને ત્યાર બાદ તેલમાં વઘારવા
bharela dungi bataka nu shaak banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ruchi’s Veg Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
વેજ કોલ્હાપુરી રેસીપી બનાવવાની રીત | Veg kolhapuri recipe in Gujarati
મગદાળ નો હલવો બનાવવાની રીત | Mag daal no Halvo Recipe
અમૃતસરી છોલે રેસીપી | Amritsari choley recipe in Gujarati
મિસળ પાવ બનાવવાની રીત | Misal Pav Recipe in Gujarati
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે