નમસ્તે મિત્રો If you like the recipe do subscribe chefharpalsingh YouTube channel on YouTube આજે આપણે ડુંગળી લસણ વગરની પાઉંભાજી બનાવવાની રીત – dungri lasan vagar ni pav bhaji banavani rit શીખીશું. ઘણા લોકો ડુંગળી લસણ ને બટકા ખાતા નથી તો એમના માટે આજ ડુંગળી લસણ વગરની વાનગી લઈ આવ્યા છીએ જે ડુંગળી લસણ ખાવા વાળાને પણ ભાવશે તો ચાલો જાણીએ લસણ ડુંગળી વગર ની પાવભાજી બનાવવાની રીત- dungri lasan vagar ni pav bhaji banavani rit માટે કઈ કઈ સામગ્રી જોઈશે
લસણ ડુંગળી વગર ની પાવભાજી બનાવવા જરૂરી સામગ્રી | lasan dungri vagar ni pav bhaji ingredients
- કાચા કેળા બાફેલ 2-3
- બાફેલ ફૂલકોબી 1 કપ
- કેપ્સીકમ 1 ઝીણું સમારેલું
- વટાણા ¼ કપ
- ટમેટા 2-3
- આદુ છીણેલું 1 ચમચી (જો ખાતા હો તો નાખવું નહિતર ના નાખવું
- હિંગ ¼ ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- લાલ મરચાનો પેસ્ટ 1-2 ચમચી
- પાઉંભાજી મસાલો 2 ચમચી
- હળદર ½ ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- જીરું 1 ચમચી
- માખણ 5-6 ચમચી
- તેલ 3-4 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- પાણી જરૂર મુજબ
- પાઉં 3-4
ડુંગળી લસણ વગર ની પાવભાજી બનાવવાની રીત | લસણ ડુંગળી વગર ની પાવભાજી બનાવવાની રીત
ડુંગળી લસણ વગરની પાઉંભાજી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો ને આદુની પેસ્ટ નાખી મિક્સ કરી શેકો
( લાલ મરચા ની પેસ્ટ બનાવવા ગરમ પાણી માં કાશ્મીરી લાલ મરચા ને અડધો કલાક પલાળી મુકો ત્યાર બાદ થોડું પાણી નાખી ને પીસી લ્યો તો તૈયાર છે લાલ મરચા ની પેસ્ટ)
આદુ શેકાઈ જાય એટલે એમાં બાફેલી કેળા, બાફેલ ફુલકોબી, બાફેલ વટાણા, કેપ્સીકમ ને ટમેટા નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાંચ સાત મિનિટ સુધી ચડવા દો
સાત મિનિટ ચડાવી લીધા બાદ મેસર વડે બધું બરોબર મેસ કરી નાખો ને એમ સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાની પેસ્ટ , નાખી મિક્સ કરી લ્યો ને એક કપ જેટલું પાણી નાખી પાછું ઢાંકી ને ધીમા તાપે દસ પંદર મિનિટ ચડાવી લ્યો
પંદર મિનિટ પછી ઢાંકણ ખોલી એમાં બે ચમચી માખણ નાખી મિક્સ કરી ફરી પાંચ મિનિટ ચડવી લ્યો તો તૈયાર છે ભાજી
પાઉં ને શેકવા ચાકુથી પાઉં ને વચ્ચેથી કાપો મૂકો ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવીમાં માખણ બે ત્રણ ચમચી નાખો એમાં પાઉં મૂકી બને બાજુ ધીમા તાપે શેકી લ્યો યો તૈયાર છે પાઉં
સર્વિંગ પ્લેટમાં પાઉંભાજી ને લીંબુ ના કટકા ને પાનકોબી ને કાકડીના કચુંબર સાથે સર્વ કરો ડુંગળી લસણ વગરની પાઉંભાજી.
dungri lasan vagar ni pav bhaji banavani rit video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર chefharpalsingh ને Subscribe કરજો
નીચે પણ બીજી ફરાળી રેસીપી ની લીંક છે જે અચૂક એક વાર જુવો
ગુલકંદ બનાવવાની રીત | gulkand recipe in gujarati | gulkand banavani rit
મગદાળ ની મંગોળી બનાવવાની રીત | મગદાળ ની વળી | mag ni dal ni vadi banavani rit | mangodi banavani rit
પકોડી બનાવવાની રીત | pakodi banavani rit | પાણીપુરી ની પુરી બનાવવાની રીત
કટોરી ચાટ બનાવવાની રીત | katori chaat banavani rit | katori chaat recipe in gujarati
કાજુ કરી બનાવવાની રીત | કાજુ કરી રેસીપી | kaju kari banavani rit | kaju kari recipe in gujarati
પાલક પનીર બનાવવાની રીત | palak panir banavani rit | palak panir recipe in gujarati
ચોકલેટ મોદક બનાવવાની રીત | chocolate modak banavani rit | chocolate modak recipe in gujarati
સુરતી ઊંધિયું બનાવવાની રીત | surti undhiyu banavani rit | surti undhiyu recipe in gujarati
લેમન રાઈસ બનાવવાની રીત | lemon rice banavani ri | lemon rice recipe in gujarati
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે