Dungri lasan vagar no maggi masalo | ડુંગરી લસણ વગરનો મેગી મસાલો

Dungri lasan vagar no maggi masalo - ડુંગરી લસણ વગરનો મેગી મસાલો
Image credit – Youtube/Krishna's Cuisine
Advertisement

જે મેગી દરેક ના ઘરમાં ખવાતી જ હસે નાના થી લઈ અને મોટા દરેક ને ભાવતી જ હોય છે ભાગ્યેજ કોઈ એવું વય્ક્તિ હશે જેને મેગી નઈ ભાવતી હોય . તો આજે આપડે ઘરમાં બઉ આસાનીથી બની જાય એવો Dungri lasan vagar no maggi masalo – ડુંગરી લસણ વગરનો મેગી મસાલો બનાવતા શીખીશું .

Ingredients

  • શેકેલું જીરું 2 ચમચી
  • ધાણા પાવડર 4 ચમચી
  • અધકચરેલા કાળા મરી 2 ચમચી
  • આમચુર પાવડર 2 ચમચી
  • લાલ મરચાનો પાવડર 7 ચમચી
  • ગરમ મસાલો 3 ચમચી
  • ચાટ મસાલો 2 ચમચી
  • હિંગ ½ ચમચી
  • સૂકા આદુનો પાવડર ½ ચમચી
  • ખાંડ 2 ચમચી
  • કોર્ન ફ્લોર 4 ચમચી
  • મીઠું 1 ચમચી
  • હળદર પાવડર ½ ચમચી

Dungri lasan vagar no maggi masalo banavani rit

ડુંગરી લસણ વગરનો મેગી મસાલો બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્ષ્ચર જાર લેશું તેમાં શેકેલું જીરું 2 ચમચી જીરું ને બઉ નથી સેકવાનું ત્યાર બાદ ધાણા જીરું પાવડર 4 ચમચી , અધકચરેલા કાળા મરી 2 ચમચી , આમચૂર પાઉડર 2 ચમચી , લાલ મરચું પાવડર 7 ચમચી.

અને ગરમ મસાલો 3 ચમચી , ચાટ મસાલો 2 ચમચી , હિંગ ½ ચમચી , સૂકા આદુ નો પાવડર ½ ચમચી , ખાંડ 2 ચમચી , કોર્ન ફ્લોર 4 ચમચી , મીઠું 1 ચમચી અને છેલે હળદર પાવડર ½ ચમચી નાખી અને એકદમ સારી રીતે પીસી અને પાવડર તૈયાર કરી લેશું .

Advertisement

તો તૈયાર છે એક દમ સરળ અને ફટાફટ બની જતો આપડો મેગી મસાલો . જેને મેગી માં કે પછી શાક માં પણ નાખી ને ખાઈ સકો છો.

 

Advertisement