ઘરે ડુંગરી લસણ વગર સંભાર બનાવવાની રીત – dungri lasan vagar sambhar banavani rit શીખીશું. આજે આપણે ઘરે ડુંગળી અને લસણ નો ઉપયોગ કર્યા વગર વેજ સંભાર બનાવતા શીખીશું, do subscribe Sattvik Kitchen YouTube channel on YouTube If you like the recipe , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. વેજ સંભાર ને તમે ઇડલી કે ઢોસા સાથે સર્વ કરી શકો છો. જે પણ ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. નાન બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી વેજ સંભાર બનાવતા શીખીએ.
ડુંગરી લસણ વગર ટેસ્ટી સંભાર બનાવવા જરૂરી સામગ્રી
- તુવેર દાળ ¾ કપ
- પાણી 1 કપ
- સરગવાની શીંગ ના ટુકડા 5-6
- ગાજર ના ટુકડા ½ કપ
- બટેટા ના ટુકડા ½ કપ
- પાણી ½ કપ
- તેલ 4 ચમચી
- રાઈ 1 ચમચી
- આખા લાલ મરચાં 1
- લીમડા ના પાન 5-6
- ઝીણા સુધારેલા ટામેટા 1
- સંભાર મસાલો 3 ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- પાણી 3 કપ
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
ડુંગરી લસણ વગર સંભાર બનાવવાની રીત
વેજ સંભાર બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં તુવેર દાળ નાખો. હવે તેને પાણી થી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં પાણી નાખી ત્રીસ મિનિટ સુધી પલાળવા માટે રાખી દયો.
ત્યાર બાદ ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં પલાળી ને રાખેલ દાળ નાખો. હવે તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેની વચ્ચે એક વાટકી મૂકો. હવે તેમાં સુધારીને રાખેલ સરગવાની શીંગ, ગાજર ના ટુકડા, બટેટા ના ટુકડા અને અડધો કપ જેટલું પાણી નાખો. હવે કુકર ને બંધ કરી દયો. હવે ચાર થી પાંચ સીટી વગાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
ત્યાર બાદ કુકર ઠંડું થાય ત્યાર બાદ તેમાંથી કટોરી બારે કાઢી લ્યો. હવે દાળ ને વીસક ની મદદથી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં આખા લાલ મરચાં અને લીમડા ના પાન નાખો.
તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં અડધા કપ જેટલું પાણી નાખો. હવે તેને ઢાંકી ને બે થી ત્રણ મિનિટ સુધી ટામેટા ને ચડાવી લ્યો. ત્યાર બાદ તેમાં બાફી ને રાખેલ વેજીટેબલ નાખો. હવે તેમાં સંભાર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં બાફી ને રાખેલ દાળ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ત્રણ કપ જેટલું પાણી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે સંભાર ને સરસ થી ઉકાળી લ્યો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
તૈયાર છે આપણી ટેસ્ટી વેજ સંભાર. હવે તેને ઈડલી અને ઢોસા સાથે સર્વ કરો અને ગરમા ગરમ વેજ સંભાર ખાવાનો આનંદ માણો.
dungri lasan vagar sambhar banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sattvik Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
આલુ મેથીના પરોઠા બનાવવાની રીત | Aloo methi na protha banavani rit
ખમીરી રોટી બનાવવાની રીત | Khameeri Roti banavani rit recipe in gujarati
ઘઉં ના લોટ ની આલું મસાલા પૂરી બનાવવાની રીત | Ghau na lot ni aalu masala puri banavani rit
લીલા મરચાં નું શાક બનાવવાની રીત | Lila marcha nu shaak banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે