ડુંગળી લસણ વગરની ટમેટા ચટણી | dungri lasan vagar tametani chutney banavani rit

ડુંગળી લસણ વગરની ટમેટા ચટણી - dungri lasan vagar tametani chutney banavani rit - dungri lasan vagar tametani chutney recipe in gujarati
Image credit – Youtube/Traditional & Instant Pot Recipes by Aaichi Savali
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ડુંગળી લસણ વગરની ટમેટા ચટણી બનાવવાની રીત શીખીશું. આ ચટણી તમે ઈડલી, ઢોસા ઉત્તપમ કે રોટલી પરોઠા સાથે ખાઈ શકો છો બનાવવી ખૂબ સરળ છે, do subscribe Traditional & Instant Pot Recipes by Aaichi Savali YouTube channel on YouTube If you like the recipe , ને ખૂબ ઓછી સામગ્રીથી તૈયાર થઈ જાય છે તો ચાલો જાણીએ ડુંગળી લસણ વગરની ટમેટા ચટણી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે

ડુંગળી લસણ વગરની ટમેટા ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • ટમેટા 2 સુધારેલ
  • ચણા દાળ 1 ચમચી
  • અડદ દાળ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • રાઈ ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • હિંગ 1-2 ચપટી
  • આંબલી નો પલ્પ ½ ચમચી ( જો ના ખાતા હો તો લીંબુનો રસ પણ નાખી શકો )
  • સૂકા લાલ મરચા 5-6
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • હળદર ½ ચમચી +2 ચમચી
  • તેલ 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ડુંગળી લસણ વગરની ટમેટા ચટણી બનાવવાની રીત | dungri lasan vagar tametani chutney recipe in gujarati

ડુંગળી લસણ વગરની ટમેટા ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ચણા દાળ, અડદ દાળ અને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ શેકી લ્યો,

ત્યાર બાદ એમાં સુધારેલ ટમેટા નાખી ટમેટા નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો

Advertisement

ટમેટા થોડા નરમ થાય એટલે એમાં ધાણા જીરું પાઉડર, હળદર, આંબલી પલ્પ ( જો ના હોય તો લીંબુ નો રસ નાખી શકો ) ખાંડ નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો,

ત્યાર બાદ મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લઈ ચટણી બનાવી લ્યો

ચટણી નો વઘાર કરવાની રીત

ગેસ પર એક વઘરીયા માં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરી લ્યો ને વઘાર ને ચટણી પર નાખી દયો તો તૈયાર છે ડુંગળી લસણ વગરની ટમેટા ચટણી

dungri lasan vagar tametani chutney banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Traditional & Instant Pot Recipes by Aaichi Savali ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પાણીપુરી ના પાણી નું પ્રિમિક્ષ | pani puri na pani nu premix banavani rit

રાજભોગ બનાવવાની રીત | Rajbhog banavani rit | Rajbhog recipe in gujarati

લસણ ડુંગળી વગરની પંજાબી શાક ની ગ્રેવી બનાવવાની રીત | lasan dungri vagar Panjabi shak ni greavy banavani rit

સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત | sandwich dhokla banavani rit | sandwich dhokla recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement