નમસ્તે મિત્રો આજે આપણે ડુંગળી ના પરોઠા બનાવવાની રીત – dungri na paratha banavani rit શીખીશું. do subscribe bharatzkitchen HINDI YouTube channel on YouTube If you like the recipe આ પરોઠા તમે સવાર સાંજ ના નાસ્તા માં બનાવી ને ખાઈ શકાય છે જે અંદર થી સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી લાગશે તો ચાલો જાણીએ dungri na paratha recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
ડુંગળી ના પરોઠા નો લોટ બાંધવા માટેની સામગ્રી
- ઘઉંનો લોટ 2 કપ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- ઘી / તેલ 1 ચમચી
પરોઠા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- ડુંગળી 3-4 ઝીણી સુધારેલી
- પૌવા / બાફેલા બટાકા 1 કપ
- સ્વાદ મુજબ મીઠું
- ખાંડ 1 ચમચી
- હળદર ¼ ચમચી
- આદુ છીણેલું ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- ચાર્ટ મસાલો 1-2 ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- શેકવા માટે ઘી / તેલ
ડુંગળી ના પરોઠા બનાવવાની રીત | dungri na paratha recipe in gujarati
સૌ પ્રથમ આપણે પરોઠા નો લોટ બાંધવા ની રીત શીખીશું ત્યારબાદ પરોઠા નું સ્ટફિંગ બનાવવાની રીત અને ડુંગળી ના પરોઠા બનાવવાની રીત શીખીશું.
પરોઠા નો લોટ બાંધવા ની રીત
સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને થોડું થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઘી કે તેલ નાખી ફરી બે મિનિટ મસળી લ્યો ને ઢાંકી ને એક બાજુ મૂકો
પરોઠા નું સ્ટફિંગ બનાવવાની રીત
પૌવા ને પાણી થી બરોબર ધોઇ એનું પાણી નિતારી લ્યો અને એમાં ખાંડ , હળદર અને સ્વાદ મુજબ મીઠુ નાખીને હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો અથવા અહી તમે બાફેલા બટાકા મેસ કરી લઈ શકો છો હવે એમાં ડુંગળી, આદુ છીણેલું , લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો, મરી પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો
ડુંગળી ના પરોઠા બનાવવાની રીત | dungri na paratha banavani rit
હવે બાંધેલા લોટ માંથી લુવો લ્યો એને કોરા લોટ ની મદદ થી થોડો વણી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ સ્ટફિંગ ભરી ફરી પેક કરી લુવો બનાવી લ્યો અને ફરી કોરો લોટ લઈ હલકા હાથે વણી મિડીયમ જાડો પરોઠા ને વણી લ્યો
હવે ગેસ પર એક તવી ગરમ કરો તવી થોડી ગરમ થાય એટલે તૈયાર કરેલ પરોઠા ને નાખી એક બાજુ થોડો ચડાવો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ પણ થોડો ચડાવી લ્યો બને બાજુ થોડા થોડા ચડાવી લીધા બાદ તેલ / ઘી લગાવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો
શેકેલ પરોઠા ને તવી પરથી ઉતરી ને બીજા પરોઠા ને વણી ને તવી પર નાખો આમ બધા પરોઠા ને વણી ને મિડીયમ તાપે ઘી / તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો અને ગરમ ગરમ સર્વ કરો ડુંગળી ના પરોઠા
dungri na paratha banavani rit video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
આમળાની કેન્ડી બનાવવાની રીત | aamla ni candy banavani rit | aamla ni candy recipe in gujarati
મીની ડ્રાય સમોસા બનાવવાની રીત | mini dry samosa banavani rit | mini dry samosa recipe in gujarati
ભાતના વડા બનાવવાની રીત | bhaat na vada banavani rit | bhaat vada recipe in gujarati
સુકી ભેલ બનાવવાની રીત | bhel banavani rit gujarati ma | suki bhel recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે