ડુંગળી ટામેટા ની સેન્ડવીચ બનાવવાની રીત | Dungri tameta ni sandwich banavani rit

ડુંગળી ટામેટા ની સેન્ડવીચ બનાવવાની રીત - Dungri tameta ni sandwich banavani rit - Dungri tameta ni sandwich recipe in gujarati
Image credit – Youtube/Veggie Cooking
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ડુંગળી ટામેટા ની સેન્ડવીચ બનાવવાની રીત – Dungri tameta ni sandwich banavani rit શીખીશું, do subscribe Veggie Cooking YouTube channel on YouTube If you like the recipe ,  આ સેન્ડવીચ ખૂબ ઝડપથી ખૂબ ઓછી સામગ્રી થી તૈયાર થઈ જાય છે ને નાના મોટા બધા ને પસંદ આવતી હોય છે. આ સેન્ડવીચ કોઈ સેન્ડવીચ મશીન વગર ખૂબ જ ક્રિસ્પી બનાવતા શીખીશું જે ખૂબ લાંબો સમય સુંધી રહેશે. તો ચાલો જાણીએ Dungri tameta ni sandwich recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ડુંગળી ટામેટા સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી

  • બ્રેડ ની સ્લાઈસ 2-4
  • ઝીણા સમારેલા ટામેટા 1
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સમારેલા લીલાં મરચા 1-2
  • મરી પાઉડર ¼ ચમચી
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • માખણ જરૂર મુજબ
  • ચીઝ સ્લાઈસ / ચીઝ ક્યૂબ જરૂર મુજબ
  • ઓરેગાનો જરૂર મુજબ

ડુંગળી ટામેટા ની સેન્ડવીચ બનાવવાની રીત | Dungri tameta ni sandwich banavani rit

ડુંગળી ટામેટા સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ બ્રેડ ની સ્લાઈસ ને તવી પર ધીમા તાપે એક બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. બ્રેડ શેકતી વખતે. એના પર કોઈ વજન મૂકી ને શેકાશો તો સ્લાઈસ સારી એવી ને ખૂબ ઝડપથી શેકાઈ જશે. આમ બધી જ બ્રેડ ની સ્લાઈસ ને એક બાજુ શેકી લ્યો.

હવે એક વાસણમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટા, ઝીણા સુધારેલ લીલા મરચા, લીલા ધાણા સાફ કરી ધોઇ ને સુધારેલા, મરી પાઉડર  અને ચાર્ટ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો.

Advertisement

હવે જે સાઈડ બ્રેડ ને શેકી હતી એ બાજુ માખણ લગાવી લ્યો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ ડુંગળી ટામેટા નો મસાલો મૂકી એક સરખો ફેલાવી લ્યો ત્યાર બાદ એના પર સ્વાદ મુજબ મીઠું, ઓરેગાનો છાંટો સાથે ચીઝ ની સ્લાઈસ મૂકી બીજી બ્રેડ ની શેકેલ સાઈડ પર માખણ લગાવી ને પહેલી બ્રેડ પર મૂકો.

ત્યારબાદ ગેસ પર તવી માં માખણ મૂકી એના પર તૈયાર કરેલ સેન્ડવીચ મૂકો અને એના પર ડીશ મૂકી થોડી દબાવી એકાદ મિનિટ ધીમા તાપે શેકી લ્યો ત્યાર બાદ ઉપર માખણ લગાવી ને ઉથલાવી લ્યો ને ફરી ડીશ મૂકી વજન મૂકી બીજી બાજુ પર ગોલ્ડન શેકી લ્યો.

આમ બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ તૈયાર સેન્ડવીચ ને ઉતારી લ્યો. આમ બધી સેન્ડવીચ ને શેકી ને તૈયાર કરતા જાઓ  ને ચાકુ થી કટ કરી સોસ કે ચટણી સાથે સર્વ કરો ડુંગળી ટામેટા સેન્ડવીચ.

Dungri tameta ni sandwich recipe in gujarati |  Recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Veggie Cooking ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

દહીં અને ચાર્ટ માટેનું મીઠું દહીં બનાવવાની રીત | Dahi ane chat mate nu mithu dahi banavani rit

વરણ ભાત બનાવવાની રીત | Varan bhaat banavani rit

રાગી ના ઢોસા બનાવવાની રીત | ragi na dosa banavani rit | ragi dosa recipe in gujarati

ડબલ ચોકલેટ પેનકેક બનાવવાની રીત | Double Chocolate Pancake banavani rit

બચેલ ભાત માંથી ઢોસા બનાવવાની રીત | Bachela bhat mathi dhosa banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement