શિયાળા ની સિઝન આવી રહી છે અને ઠંડી આવતા જ લોકોને શરદી ,ઉધરસ થવાની સમસ્યા થવા લાગી જાય છે આ બધી સમસ્યાથી બચવા માટે ડ્રાયફ્રુટ મદદ કરી શકે છે ડ્રાયફ્રૂટ આપણા શરીરને જરૂરી ગરમી પૂરી પાળે છે, આપણે આપણા શરીરને બહારથી ગરમ રાખવા માટે ગરમ કપડાં પહેરી છે પરંતુ શરીરને અંદરથી ગરમ રાખવા માટે આપણે ડ્રાયફ્રુટ નું સેવન કરવું જોઈએ , dry fruits for winter season in Gujarati
ડ્રાયફ્રૂટ ની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં ન્યુટ્રિશન્સ હોય છે જે આપણા શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે અને નટ્સ ની અંદર ફેટી એસિડ હોય છે અને ખૂબ જ જરૂરી એવા પોષક તત્વો હોય છે,
જે આપણા શરીરમાં થતી નાની-મોટી સમસ્યાઓથી આપણે બચાવી રાખે છે,જો તમે ડ્રાય ફુટ નું સેવન શિયાળામાં કરો છો તો dry skin, પગ ની એડી ફાટી જવી, હોઠ ફાટવાની જેવી સમસ્યાઓ થતી નથી.
dry fruits for winter season in Gujarati
બદામ જેની તાસીર ગરમ છે
આપણે સૌ જાણીએ છીએ કે બદામ ની અંદર પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ હોય છે આ સિવાય તેની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ફાઈબર, વિટામીન એ પણ ખૂબ સારા પ્રમાણમાં હોય છે જો તમે બદામનું સેવન કરો છો શિયાળાની અંદર તો ઉધરસ અને કફની સમસ્યાઓ દૂર રહી શકો છો તેમજ બદામ એ આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે
અખરોટ – dry fruits for winter
અખરોટ કે જે દરેક વ્યક્તિને પસંદ હોય છે તો તમને જણાવી દઈએ કે અખરોટ ની અંદર વિટામીન બી, વિટામીન સી સાથે સાથે મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, સોડિયમ જેવા ખનિજ તત્વો પણ હોય છે તેમજ અખરોટ ની અંદર જરૂર પ્રમાણમાં ફેટી એસિડ પણ હોય છે અને તેની અંદર એન્ટી એજિંગ ગુણો પણ સમાયેલા છે જો તમે શિયાળામાં તેનું સેવન કરો છો તો તે તમારી ત્વચાને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તેને ડ્રાય થવા દેતા નથી.
મગફળી
મગફળી કે જેને અંગ્રેજીમાં આપણે પીનટ તરીકે ઓળખીએ છીએ તે બદામ અને અખરોટ જેટલું જ ગુણકારી છે તેની અંદર પણ મેગ્નેશિયમ, વિટામિન ઈ, ફાઇબર અને ફોસ્ફોરસ જેવા તત્વો હોય છે આ સિવાય મગફળી ની અંદર એન્ટીઓક્સીડેન્ટ પણ મળી આવે છે તેમજ જો તેનો તમે રાંધીને સેવન કરો છો તો તેની અંદર જૈનિસ્ટિન અને બાયોકિન-ઇ ગામના ગુણોની વૃદ્ધિ થાય છે તેમજ તે શિયાળામાં થતી સ્કિનને લગતી સમસ્યાઓ રોકવામાં પણ મદદરૂપ સાબિત થાય છે
ગરમ તાસીર ની અળસી
અળસીની તાસીરે ગરમ છે તે સાયદ તમને નહીં ખ્યાલ હોય તેમજ આ સિવાય અળસી ની અંદર ઓમેગા 3, ફેટી એસિડ પણ હોય છે જે આપણા હૃદય રક્ત અને પેટને સંબંધિત સમસ્થયા તથા અન્ય કાર્યમાં ખુબ જ મદદ કરે છે તેમજ અળસીના બીજ તમારી સ્કીન ને ડ્રાય થતાં રોકે છે,dry fruits for winter
શિયાળામાં તલનું સેવન કરવું જોઈએ કારણકે
આપણે સામાન્ય રીતે શિયાળામાં તલના તેલના લાડુ બનાવીને તેનું સેવન કરતા જુએ છે તો આજે તમને કેટલીક તલ વિશે મહત્વની વાત જણાવી, તલ કે જે પ્રોટીન, ફોસ્ફરસ, કેલ્શિયમ, વિટામિન બી 6, તેમજ ફાઈબર પણ ખૂબ જ પ્રમાણ ધરાવે છે તલ એ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે તલ જો બીપીની સમસ્યા હોય તો તેમાં પણ મદદ કરે છે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
શિયાળા મા સ્વાસ્થ ને ફાયદાકાક ભોજન તેમજ ક્યાં ભોજન નું સેવન કરવાનું ટાળવું જોઈએ
અખરોટ અને બદામ માથી કયું ડ્રાયફ્રૂટ સૌથી વધુ ફાયદાકારક છે?
ક્યા પાત્ર નું પાણી પીવું ઉત્તમ છે તેમજ તેના નિયમ
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે