આપણા દરેક ભારતીય રસોડામાં એલચી મળી જ રહે છે. એલચી માઉથ ફ્રેશનર તરીકે વાપરવામાં આવે છે, મીઠાઈઓમાં સ્વાદ અને સુગંધ લાવવા માટે, મસાલા તરીકે, દરેક વસ્તું તેને નાખતા તેનો સ્વાદ અલગ થઇ જાય છે, આજ ના આ આર્ટીકલ ની અંદર અમે આપ સર્વે માટે એલચી ના ફાયદા, એલચી નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા કેવી રીતે કેરવો, એલચી ને અંગેજી મા શું કહેવાય, elchi na fayda in Gujarati,Elaichi na Fayda,Cardamom Benefits in Gujarati, જેવી વિવિધ માહિતી આપીશું.
એલચી ઓટા ભાગે ૨ પ્રકારની આવે છે.
મોટી એલચી :-
મોટી એલચી એ એક પ્રકાર નો ખડા મસાલા જેવી જ છે. તેને મસાલા તરીકે વાપરવામાં આવે છે. દરેક પ્રકારના ગરમ મસાલા બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. મોટી એલચી નો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે કરવામાં આવતો નથી.
નાની એલચી :-
નાની એલચીનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે ખુબ જ કરવામાં આવે છે. મીઠાઈઓ બનાવવામાં તેનો ઉપયોગ સુગંધ અને સ્વાદ માટે ખાસ નાખવામાં આવે છે.
એલચી ના ફાયદા | Elchi na fayda
અત્યંત સુગંધીદાર, પ્રાચિનકાળ થી વપરાતી એવી એલચી ના અનેક લાભો છે. તેનો ઉપયોગ પ્રાચીનકાળ થી મુખવાસ તરીકે થતો આવ્યો છે.
મસાલાઓમાં ઔષધ તરીકે તેનો ઉપયોગ થાય છે. કોઈપણ વ્યંજન, મીઠાઈ માં સુગંધ લાવવા માટે એલચી નો ઉપયોગ કરવામાં આવે છે. મીઠા પાન માં નાખવામાં આવે છે.
ભારત માં એલચી નું બજાર ખુબ વિકસેલું છે. કેરલા, મલબાર માં પુષ્કળ એલચી થાય છે. ત્યાંથી પુષ્કળ પ્રમાણ માં એલચી બહાર વિદેશ મોકલવામાં આવે છે.
એલચીની બે જાતો થાય છે. નાની એલચી કે જેનો ઉપયોગ ખાવામાં અને વિવિધ વ્યંજનો બનાવામાં થાય છે અને મોટી એલચી જેનો વધારે પડતો ઉપયોગ ઔષધ તરીકે કરવામાં આવે છે.
નાની એલચીને કાગદી એલચી પણ કહેવામાં આવે છે.
હમેશા જયારે જરૂર પડે ત્યારે જ એલચી ને ઉપયોગ લેવી.તેનો ભુક્કો બનાવીને સ્ટોર કરી રાખવો નહિ.
આમ કરવાથી તેના માં રહેલી સુગંધ અને તત્વો ઉડી જાય છે. તો ચાલો જાણીએ આવી નાની એલચી ના મોટા ઔષધીય ગુણો અને ઘરેલું ઉપચારો.
એલચી નો ઉપયોગ આંખો માટે
કપૂર, એલચી દાણા, બદામ અને પીસ્તા લઈને તેને પાણી સાથે પથ્થર પર ખુબ લસોટવી. ત્યારબાદ દૂધ માં નાખીને ખુબ ઉકાળવી અડધું દૂધ બાકી રહે ત્યારે સાકર નાખીને ઉકાળવું. હલવા જેવું થાય એટલે તેમાં ચાંદી નો વરખ નાખીને રોજ થોડું થોડું ખાવાથી શક્તિ આવે છે અને આંખો નું તેજ વધે છે.
એલચી નું ચૂર્ણ અને સાકર સરખે ભાગે લઈને તેમાં એરંડિયું તેલ મિક્ષ કરીને રોજ સવારે સેવન કરવાથી પણ આંખોની નબળાઈ દૂર થાય છે અને તેજ વધે છે.
એલચી નો ઉપયોગ ઉધરસ અને કફ માટે
ખજૂર, દ્રાક્ષ, એલચી આ ત્રણેય ને મધ માં નાખીને ખાવાથી ઉધરસ, દમ અને અશક્તિ મટે છે.
એલચી અને સુંઠ નો ભુક્કો સરખે ભાગે લઈને મધ માં નાખીને ચાટવાથી કફજન્ય ઉધરસ મટે છે. તથા એલચી, સિંધા નમક, ઘી અને મધ નાખીને મિક્ષ કરીને ખાવાથી પણ ઉધરસ અને કફ મટે છે.
નાની એલચીને તવી પર બાળીને કોલસો કરીને ધુમાડો નીકળી જાય એટલે વાસણ ઢાકી દેવું. પછી ઠંડી પડી જાય એટલે તેનું ચૂર્ણ કરીને ઘી અથવા મધ સાથે દિવસ માં ત્રણ વાર ચાટવાથી કફ અને ઉધરસ મટે છે.
એલચી ના ફાયદા પેશાબ સબંધી સમસ્યા મા
આખી એલચીને ખાંડી તેમાં દૂધ અને પાણી નાખીને ઉકાળીને રાખી દો. ઠંડુ પડે એટલે તેમાં સાકરનો ભુક્કો નાખીને અડધા અડધા કલાકે પીવાથી પેશાબ છૂટ આવે છે.
એલચીના દાણા નું ચૂર્ણ મધ સાથે નાખીને ચાટવાથી પણ ફાયદો થાય છે.
સુંઠ અને એલચી સરખા ભાગે લઈને તેને દાડમ ના રસ માં કે દહીના પાણી માં સિંધા નમક નાખીને પીવાથી પણ પેશાબ માં થતી બળતરા શાંત થાય છે, પેશાબ છૂટ આવે છે.
એલચી ના ફાયદા હરસ- મસા માટે
શંખજીરૂ, નાગકેસર, જાયફળ, કપૂર, કેસર, અને એલચી દાણા ને સરખે ભાગે લઈને ચૂર્ણ કરવું.
તેમાંથી એક નાની ચમચી ચૂર્ણ ને મધ, ઘી અને સાકર મેળવીને સવાર સાંજ ૧૪ દિવસ સુધી પીવાથી હરસ-મસા, હરસ માં મટી જાય છે.
આ પ્રયોગ કરતી વખતે ગોળ, ટોપરા જેવા ગરમ ખાદ્ય પદાર્થો નું સેવન બંધ કરી રાખવું.
એલચી નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા
એલચી, બિલા, દૂધ અને પાણી મિક્ષ કરીને દૂધ બાકી રહે ત્યાં સુધી ઉકાળીને પીવાથી તમામ પ્રકાર ના તાવ મટી જાય છે.
આમળા ના રસ સાથે એલચીનું સેવન કરવાથી શરીર ની બળતરા, પેશાબની બળતરા, અને હાથ-પગ ની બળતરા દૂર થાય છે.
જીવ મુંઝાતો હોય ત્યારે એલચીના ભુક્કા ને મધ સાથે મિલાવીને ચાટવાથી રાહત થાય છે.
દાડમ ના શરબત માં એલચીના ભૂકાને નાખીને પીવાથી ઉલટી અને ઉબકા મટે છે.
એલચી ના ફાયદા તે પાચનતંત્ર મજબુત કરે છે | elchi na fayda te pachantantra majbut kre che:-
દરેક ભારતીય ના ઘરે એલચી ખાસ હોય જ છે. ભારતીયના ઘરે મહેમાનો ને વરીયાળી અને એલચી મુખવાસ તરીકે ખાસ આપવામાં આવે છે. આવું એટલા માટે કરવામાં આવે છે કારણકે એલચીમાં એવા પાચક તત્વો હોય છે જે ખોરાક પચાવવામાં મદદરૂપ થાય છે. ગળા અને પેટમાં થતી બળતરા ને શાંત કરે છે, પેટમાં સોજા થઇ ગયા હોય તો તે મટાડે છે. ગેસ, એસીડીટી, વગેરે જેવી સમસ્યાઓ માંથી છુટકારો અપાવે છે.
એક નાનો ટુકડો આદું, ૩-૪ એલચી, ૧ ચમચી ધાણા, ૨-૩ લવિંગ આ બધું લઈને તેને મિક્સ કરીને પીસી લેવું. એકદમ બારીક ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણમાંથી દરરોજ એક ચમચી ચૂર્ણ પાણી સાથે લેવું. પાચન ને લગતી તમામ સમસ્યાઓ દુર થઇ જાય છે.
ગળાની ખરાશ દુર કરવા એલચી નો ઉપયોગ | elchi no upyog gala ni kharash dur karva:-
શીયાળા માં અથવા ઋતુ પરિવર્તન ને કારણે ગળામાં ખરાશ આવી જતી હોય છે, ગળામાં દુઃખાવો થતો હોય છે. તેવામાં એલચી જ એક સર્વોત્તમ ઉપાય છે. સવારે ભૂખ્યા પેટે અને રાત્રે સુતા પહેલા ૧-૨ એલચી ચાવીને ખાઈ જવી. પછી તેના ઉપર નવશેકું પાણી પી જવું. ગળામાં થોડાક જ તી માં આરામ થઇ જશે.
હેડકી બંધ કરવા માટે એલચી નો ઉપયોગ | elchi no upyog hedki bandh krva :-
ઘણી વખત હેડકી એટલી બધી આવે છે કે ફક્ત પાણી પીવાથી જ મટતી નથી તેનો કોઈ દેશી ઘરગથ્થું ઇલાઝ જ કરવો પડે છે, અને તે છે એલચી. એક એલચી લઈને તેને મોઢામાં રાખી મુકો અને તેનો રસ ચૂસતા રહો હેડકી બંધ થઇ જશે.
એલચી બ્લડપ્રેશર કન્ટ્રોલ કરે છે | elchi na fayda blood presher control kre che :-
એલચીના સેવન થી બ્લડપ્રેશર પણ કન્ટ્રોલ કરી શકાય છે. એલચીમાં પોટેશિયમ અને ફાઈબર હોય છે જે બ્લડપ્રેશરને કન્ટ્રોલમાં રાખે છે. બ્લડપ્રેશરના દર્દીઓએ જમ્યા પછી એલચી ખાવાનું રાખવું.
એલચી શરીરમાંથી ઝેરીલા તત્વો બહાર નીકળે છે :-
આપણા શરીરની અંદરની સફાઈ પણ એટલી જ જરૂરી છે જેટલી સફિયા અને દેખભાળ આપણે આપણા શરીરની બહાર ની રાખીએ છીએ. દરરોજ એક એલચી ખાવાથી આપણા શરીર માં રહેલા ઝેરી અને નકામાં તત્વો બહાર નીકળી જાય છે. અને કીડની ના બધા જ નકામાં તત્વો બહાર નીકળી જાય છે.
મગજ માટે ખુબ જ સારી છે એલચી :-
એલચી ખાવાથી આપણા અગજ ને ખૂબ જ ફાયદો થાય છે મગજ તેજ બને છે. યાદશક્તિ વધે છે. નાના બાળકોને અવશ્ય એલચી ખવડાવવી જોઈએ. બદામ, પિસા અને એલચી આ ત્રણે ને સરખા ભાગે લઈને પીસીને તે ભુક્કા ને ગરમ દુધમાં નાખીને દરરોજ પીવું જોઈએ. નાના બાળકોને આ દૂધ ખાસ આપવું જોઈએ.
એલચી ખાવાથી ઉલટી બંધ થાય | elchi khavathi ulti bandh thay:-
જીવ મુંઝાતો હોય, મોઢાનો સ્વાદ બગડી ગયો હોય, કે ઉલટી થતી હોય ત્યારે એક એલચી મોઢામાં રાખીને ચૂસ્યા રાખવી.
તણાવ દુર કરે છે એલચી :-
જો કોઈપણ પ્રકારનો તણાવ છે, ચિંતા રહ્યા કરે છે, ડીપ્રેશન રહે છે ત્યારે તેમાં એલચી ખુબ જ મદદગાર સાબિત થાય છે. એક એલચી ચાવવાથી અથવા એલચી વાળી ચાય પીવાથી આપણા હોર્મોન્સ માં તરત જ ફેરફાર આવે છે અને ડીપ્રેશન દુર થઇ જાય છે.
એલચીના ફાયદા ત્વચા માટે | elchi na fayda tvacha mate:-
મોટી એલચી ખાવાથી તે શરીરમાંથી ટોક્સિક બહાર કાઢી દે છે અને ત્વચાને સાફ બનાવે છે.
એલચીના તેલને હોઠ પર લગાવવાથી હોઠ મુલાયમ અને ગુલાબી રહે છે.
એલચી સોજા દુર કરે છે અને એન્ટીસેપ્ટિક કરી જેવું કામ કરે છે.
મોટી એલચી એટલે કે કાળી એલચી એન્ટી બેકટેરીયલ હોય છે માટે તે સ્કીન ની એલર્જી થી રાહત અપાવે છે.કાળી એલચીમાં મધ નાખી ઈલાવીને એલર્જી વાળી જગ્યાએ લગાવવાથી રાહત મળે છે.
એલચીમાં વિટામીન-સી મળી રહે છે જે એક સારું એન્ટી ઓક્સીડેન્ટ નું કામ કરે છે જે આપણા શરીર માં બ્લડ સર્ક્યુલેશન ને નોર્મલ રાખે છે. તેનાથી ત્વચા નો રંગ પણ નિખરે છે.
મોટી એલચી – કાળી એલચીના ફાયદાઓ | kali- moti elchi na fayda:-
મોટી એલચી એ એક મસાલો છે તે ગરમ મસાલા બનાવવા માટે ખુબ જ ઉપયોગ માં આવે છે. કાળી એલચી ઘણા બધા આયુર્વેદિક ઉપચારો કરવામાં કામ આવે છે. કાળી એલચીમાં ભરપુર માત્રામાં પોષક તત્વો મળી રહે છે. વિટામીન-સી, વિટામીન-એ, નીયાસીન, થીયામીન અને ઘણા પ્રકારના ખનીજ તત્વો મળી રહે છે. સાથે સાથે તેમાં તાંબુ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ વગેરે પણ મળી રહે છે.
વાળ માટે કાળી એલચી/મોટી એલચી નો ઉપયોગ :-
એલચી વાળ માટે પણ ફાયદાકારક છે. નિયમિત રીતે એલચીનો ઉપયોગ કરવાથી ખોળો દુર કરી શકાય
છે. એલચીનું તેલ વાળમાં લગાવવાથી ખોળો દુર થાય છે.
તણાવ દુર કરે છે :-
આજકાલ દરેક વ્યક્તિને તણાવ ડીપ્રેશનની સમસ્યા સતાવતી જ હોય છે. કાળી એલચીનું તેલ તણાવ દુર કરવા મદદરૂપ થાય છે. તેમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ અને ઓક્સીજન તણાવ ને દુર કરવામાં મદદ કરે છે.
દાંત ને મજબુત બનાવે છે એલચી :
કાળી એલચીમાં કેલ્શિયમ ની માત્ર સારા એવા પ્રમાણમાં હોય છે જે દાંત ને મજબુત બનાવે છે. પેઢામાં થયેલા સંક્રમણ મટાડે છે.
શ્વાસ ને લગતી બીમારીમાં કાળી એલચી નો ઉપયોગ અથવા સેવન કરવું ફાયદેમંદ સાબિત થાય છે.
પેશાબને લગતી સમસ્યાઓના નિવારણ માટે કાળી એલચી નો ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે.
કાળી એલચીમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ ગુણો ત્વચાને ચમકદાર અને ગોરી બનાવે છે અને ત્વચાના વિવિધ સંક્રમણ થી પણ બચાવે છે.
એક કાળી એલચીને પીસીને તેને મધ સાથે ચાટવાથી ઘભરામણ દુર થાય છે.
Elchi na fayda gharelu upchar ma
સિંધા નમક, જવખાર, શેકેલી હિંગ, અને એલચી ના દાણા ને ઉકાળી ને તેનો ઉકાળો બનાવીને તેમાં એરંડિયું તેલ મિક્ષ કરીને પીવાથી કમર, હૃદય, પીઠ, ડુંટી, કાન, આંખ તમામ પ્રકાર ના દર્દ માંથી ઝાલડી રાહત મળે છે.
સેકેલી હિંગ અને એલચી દાણા નું ચૂર્ણ લઇ ને લીંબૂ ના રસ માં નાખીને પીવાથી પેટનો ગેસ, અને આફરો મટી જાય છે.
પીપળીમૂળ અને એલચી દાણા ને સરખે ભાગે લઈને દરરોજ સવારે ઘી સાથે ચાટવાથી હૃદયરોગ મટે છે.
ઘી અને દૂધ સાથે સેકેલી હિંગ અને એલચીના ભુક્કા ને મિક્ષ કરીને પીવાથી પેશાબ માં ધાતુ જતી હોય તો તેમાં ફાયદો થાય છે.
એલચીના અન્ય ઉપયોગો :-
ઘણી વ્યક્તિઓને બોલતી વખતે મોઢામાંથી પાણી નીકળતું હોય છે, તેવામાં એક એલચીને શેકીને મોઢામાં રાખી પાણીનો ઘુટ ભરી રાખવો આમ કરવાથી ફાયદો થશે.
બહુ જ પાણીની તરસ લગતી હોય અથવા વારંવાર તરસ લાગતી હોય ત્યારે ૧૦-૧૨ નાની એલચીને લઈને તેના છાલ સાથે એક ગ્લાસ પાણીમાં ઉકાળી પાણી અડધું રહે ત્યારે તેના ચાર ભાગ કરીને ૩-૩ કલાકના અંતરે પીવું.
૪ એલચી, ૨ ચમચી વરીયાળી લઈને તેને એક ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળી ગાડીને તેમાં સહકાર નાખીને પી જવું. ગરમીમાં થતા રોગોમાં ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે.
૨ નાની એલચીને દુધમાં નાખીને ઉકાળીને દરરોજ સવાર-સાંજ પીવાનું રાખવું, આ દૂધ પીવાથી આંખોમાંથી નીકળતું પાણી બંધ થઇ જાય છે.
નાની એલચીના દાણા અને વરીયાળી સરખા ભાગે લઈને તેને ૧ ચમચી મધમાં નાખીને દરરોજ દિવસમાં ૩વાર ચાટવાથી કફ, ઉધરસ, મટી જાય છે અને કફ પાતળો થઈને નીકળી જાય છે.
ભૂખ્યા પેટે ૨ એલચી દરરોજ ચાવીને ખાઈ જવી પિત્ત ની સમસ્યામાં આરામ મળે છે.
આદું, લવિંગ અને લીલા ધાણા પીસીને ખાવાથી અપચાની સમસ્યામાંથી છુટકારો મળે છે.
માથાના દુઃખાવામાં એલચીને પીસીને કપાળ પર લેપ કરવાથી રાહત થાય છે.
એલચી ના નુકશાન
એ વાત માં શંકા ને કોઈ સ્થાન જ નથી કે એલચી નું સેવન કરવાથી અઢળક ફાયદાઓ થાય છે. પરંતુ જો તેનો વધારે ઉપયોગ થઇ ગયો તો તે નુકસાન પણ પહોચાડી શકે છે.એવા જ અમુક નુકસાનો છે એલચીના જે નીચે મુજબ છે.
રાત્રે એલચી ખાવી નહિ, કોઢ થવાનો સંભવ રહે છે.
એલચીનું વધારે સેવન કરવાથી સગર્ભા સ્ત્રીઓને ગર્ભપાત થવાનો સંભવ રહે છે.
વધારે સેવન કરવાથી ડાયેરિયા થવાનો સંભવ રહેલો છે.
ક્યારેક ક્યારેક ત્વચા માં એલર્જી થઇ શકે છે. જીભ માં સોજો પણ આવી શકે છે.
લગાતાર એલચી ખાવાથી કે વધારે માત્રામાં ખાવાથી શરીર માં રીએક્શન આવવા લાગે છે. એલર્જી પણ થઇ શકે છે.
ગર્ભવતી સ્ત્રીઓએ એલચી ખાવાની માત્ર સીમિત રાખવી જોઈએ.
પથરીની સમસ્યા વાળા વ્યક્તિએ એલચી ઓછી ખાવી જોઈએ.
એલચી ને લગતા લોકો ને મુજ્વતા કેટલાક પ્રશ્નો
નાની એલચી ને અંગ્રજી મા Small Cardamom અને મોટી એલચી/ કાળી એલચી ને Black Cardamom કહેવાય છે.
દૂધ સાથે એલચી નું સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યાઓ થી છુટકારો મળે છે.
એક દિવસ મા બે થી ત્રણ એલચી નું સેવન કરી શકાય વધુ સેવન કરવાથી તેના ફાયદા એ બદલે નુકશાન પહોચાડી શકે છે
કાળી એલચી ને પાણી સાથે ઉકાળી પીવાથી ઉલ્ટી ની સમસ્યા મા રાહત મળે છે અને આ પાણી ના કોગળા કરવાથી બેસી ગયેલો અવાજ ખુલી જાય છે.
આમતો એલચી નો સૌથી વધારે ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે જ કરવામાં આવે છે, સાથે સાથે તે તણાવ ને દુર કરે છે, ત્વચા માટે પણ ફાયદેમંદ સાબિત થાય છે, પેટને લગતી સમસ્યાઓમાં ફાયદેમંદ છે.
વધારે પડતી એલચી ખાવાથી એલર્જીની સમસ્યા થઇ શકે છે.
Elaichi na Fayda
અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી એલચી ના ફાયદા, એલચી ને અંગેજી મા શું કહેવાય, elchi na fayda in Gujarati,Elaichi na Fayda,Cardamom Benefits in Gujarati, માહિતી ગમી હશે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
લીંબુ ના ફાયદા | લીંબુ ની છાલ ના ફાયદા | લીંબુ ના ઘરેલું ઉપચાર ની વિગત | Limbu na fayda
ગળા ના ફાયદા | ગળા ના ઘરેલુ ઉપચાર | ગીલોય ના ફાયદા | | Giloy benefits in Gujarati
રાઈ ના ફાયદા | રાઈ ના ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | રાઈ ના તેલ ના ફાયદા | Rai na fayda
એપલ સીડર વિનેગર ના ફાયદા | એપલ સીડર સરકો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે