નમસ્તે મિત્રો If you like the recipe do subscribe MEENU GUPTA KITCHEN YouTube channel on YouTube આજે આપણે ફણગાવેલ મઠની ચાર્ટ બનાવવાની રીત – fangavel math no chart banavani rit શીખીશું. જે ખાવામાં તો ખૂબ ટેસ્ટી લાગે છે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભકારી છે અને અનેક રોગ માં પણ ફાયદાકારક હોય છે તો ચાલો જાણીએ fangavel math no chart recipe in gujarati શીખીએ.
ફણગાવેલ મઠની ચાર્ટ બનાવવા જરૂરી સામગ્રી | fangavel math no chart ingredients
- મોઠ 1 કપ
- બાફેલ બટાકા ના કટકા 1
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ઝીણા સુધારેલ ટમેટા 1
- લીલા મરચા ઝીણા સુધારેલા 1-2
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- સંચળ ½ ચમચી
- લીંબુ નો રસ 1 ચમચી
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- પાણી જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
ફણગાવેલ મઠની ચાર્ટ બનાવવાની રીત | fangavel math no chart recipe in gujarati
ફણગાવેલ મઠની ચાર્ટ બનાવવા માટે સૌ પ્રથમ મઠ ને સાફ કરી ને છ થી સાત કલાક પલાળી લ્યો સાત કલાક પછી પાણી નિતારી પલાળી નીચોવી ને એક કોટન ના કપડા માં પલાળેલા મોઠ ને મૂકી બાંધી ને તપેલી માં મૂકી ઢાંકી ગરમ જગ્યાએ મૂકી ફરી સાત આઠ કલાક કે આખી રાત ફણગાવા મૂકો
આઠ કલાક માં મોઠ ફણગી જસે એટલે ફરી એને સાફ કરી લ્યો જેથી ખરાબ દાણા કે ફણગયા વગરના દાણા ને કાઢી નાખો ને એક બે પાણી થી ધોઈ લ્યો અને ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસ પાણી માં સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી ગરમ મૂકો એમાં મોઠ નાખી ને દસ મિનિટ ઉકળી ને ચડાવી લ્યો
દસ મિનિટ પછી મોઠ ચડી જાય એટલે ચારણી કાઢી લ્યો ને નિતારી ને બે ત્રણ કલાક ઠંડા થવા દયો મોઠ સાવ ઠંડા થાય એટલે એક વાસણમાં કાઢી લ્યો
હવે એમાં બાફેલા બટાકા ના કટકા, ઝીણી સુધારેલી ડુંગળી, ટમેટા, લીલા મરચાં, લીલા ધાણા નાખો સાથે ચાર્ટ મસાલો, લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર, સંચળ, જરૂર મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો છેલ્લે લીંબુનો રસ નાખી મિક્સ કરી સર્વ કરો ફણગાવેલ મોઠની ચાર્ટ
fangavel math no chart banavani rit
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
તુવેર ના ટોઠા બનાવવાની રીત | tuver na thotha banavani rit | tuver na thotha recipe in gujarati
ચુરમા ના લાડવા બનાવવાની રેસીપી | churma na ladva banavani rit | churma na ladva recipe in gujarati
ફરાળી ફરસી પુરી બનાવવાની રીત | farali farsi puri banavani rit | farali farsi puri recipe in gujarati
પનીર કચોરી બનાવવાની રીત | Paneer kachori banavani rit | Paneer kachori recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે