નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું ફણગાવેલા કઠોળ નું સલાડ બનાવવાની રીત અથવા તો તમે તેને ફણગાવેલા કઠોળ નું કચુંબર પણ કહી શકો છો, fangavela kathol nu salad recipe in Gujarati.
ફણગાવેલા કઠોળ નું સલાડ
ફણગાવેલા કઠોળનું સલાડ બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે
- ચણા અડધો
- મગ અડધો કપ
- સફેદ ચોરા અડધો કપ
- ડુંગરી ૧ જીની સુધારેલ
- ટામેટા ૧ જીના સુધારેલ
- કેપ્સિકમ ૧ સુધારેલ
- લીલા મરચા ૨-૩ સુધારેલ
- દાડમ ના દાણા ૧ કપ
- સ્વાદ મુજબ મીઠું
- લીંબુ નો રસ ૧ ચમચી
- મરી ભૂકો અડધી ચમચી
- લીલા ઘણા અડધો કપ જીના સુધારેલ
ફણગાવેલા કઠોળનું સલાડ રેસીપી
ફણગાવેલા કઠોળનું સલાડ/કચુંબર બનાવવા સૌ પ્રથમ બધા જ કઠોળ ને અલગ અલગ સાફ કરી લ્યો,
ત્યાર બાદ સૌ પ્રથમ એક વાસણ માં સાફ કરેલા ચણા લ્યો તેને પાણી થી બરોબર ધોઈ લ્યો ત્યાર બાદ ૨-૩ કપ પાણી નાખી ઢાંકણ ઢાંકી કે સુતરાઉ કપડા વડે બંધ કરી ૨૪ કલાક માટે પલાળી મુકો.
એક વાસણ માં સાફ કરેલા મગ લ્યો તેને પાણી થી બરોબર ધોઈ લ્યો ત્યાર બાદ ૨-૩ કપ પાણી નાખી ઢાંકણ ઢાંકી કે સુતરાઉ કપડા વડે બંધ કરી ૨૪ કલાક માટે પલાળી મુકો.
એક વાસણ માં સાફ કરેલા સફેદ ચોરા લ્યો તેને પાણી થી બરોબર ધોઈ લ્યો ત્યાર બાદ ૨-૩ કપ પાણી નાખી ઢાંકણ ઢાંકી કે સુતરાઉ કપડા વડે બંધ કરી ૨૪ કલાક માટે પલાળી મુકો.
હવે ૨૪ કલાક પછી પલાળેલા કઠોળ નું પાણી કાઢી ને ફરી એજ વાસણ માં કઠોળ ને સુતરાઉ કપડા માં બાંધી ને ઢાંકણ ઢાંકી ને ૧-૨ દિવસ એક બાજુ મૂકી ફણગાવા માટે મૂકી દયો ને કઠોળ ફણગાવી લેવા.
હવે ગેસ પર કૂકર માં ૨-૩ કપ પાણી મૂકી જરૂર મુજબ મીઠું નાખી તેમાં ફણગાવેલા કઠોળ નાખી ૨-૩ સીટી કરી ગેસ બંધ કરી કઠોળ ને ચારણની માં કાઢી પાણી નિતારી લ્યો.
એક વાસણ માં બાફેલા કઠોળ ,સુધારેલા કેપ્સિકમ, લીલા મરચા, ડુંગરી, ટમેટા, લીલા ધાણા લ્યો તેમાં દાડમ દાણા, સ્વાદ મુજબ મીઠું, મરી ભૂકો, ને લીંબુ નો રસ નાખી બધું બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે ફણગાવેલા કઠોળ નું સલાડ.
Fangavela kathol nu salad recipe in Gujarati
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
હેલ્ધી મેક્સિકન સલાડ રેસીપી | mexican Salad recipe in Gujarati
હેલ્ધી અને સ્વાદિષ્ટ મિક્ષ વેજ રાયતું બનાવવા ની રીત | Mix vej raita recipe Gujarati
સ્વાદિષ્ટ અને હેલ્ધી મિક્ષ વેજ રાયતું બનાવવા ની રીત | Mix vej Raita recipe in Gujarati
ઠંડક આપતું સાબુદાણા ફાલુદા બનાવવાની રીત | sabudana falooda recipe
હેલ્ધી મકાઈ પુલાવ | કોર્ન પુલાવ બનાવવાની રીત | Corn Pulao recipe Gujarati
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે