આજ ના આર્ટીકલ મા ફણગાવેલા મગ વિશે માહિતી મેળવીશું જેમાં આપણે ફણગાવેલા મગ ના ફાયદા અને નુકશાન જાણીશું, fangavela mag na fayda ,Fangavela mag benefits in Gujarati.
Table of contents
ફણગાવેલા મગ
આપણે સૌ જાણીએ જ છીએ કે મગ, મગની દાળ સેહત માટે ગુણો નો ભંડાર છે. આખા મગ ની ખીચડી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
મગ ની દાળનો શીરો/હલવો ખુબ સારો લાગે છે, મગ ની અલગ અલગ ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે.
આ બધી વસ્તુ કરતા ફણગાવેલા મગ સેહત માટે ખુબ જ સારા મનાય છે અને મગ ને ફણગાવવા થી તેના ફાયદા ડબલ થઇ જાય છે.
ફણગાવેલા મગ ને એક સંતુલિત ખોરાક માનવામાં આવે છે, કારણ કે તેમાં વીટામીન, પ્રોટીન, અને કાર્બોહાઈડ્રેટ મળી રહે છે. ફણગાવેલા મગ ને ઘર ની દવાઈ પણ કહેવાય છે.
મગમાં વિટામીન એ, બી, સી, અને ઈ ની માત્રા ભરપૂર હોય છે, આ સાથે સાથે પોટેશિયમ, આયરન, કેલ્શિયમ, પણ ભરપૂર પ્રમાણ માં મળી રહે છે, તેના સેવન થી શરીર મા કેલેરી વધતી નથી.
ફણગાવેલા મગ ના ફાયદા
ફણગાવેલા મગ એન્ટી ઓક્સીડેન્ટ ગુણો થી ભરપૂર હોય છે
આ મગ માં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ મળી રહે છે. આ ગુણ તનાવ ને દૂર કરવામાં મદદ કરે છે.
ઓક્સીડેટીવ સ્ટ્રેસ ને કારણે ડાયાબીટીશ, હૃદયરોગ જેવી સમસ્યાઓ થઇ શકે છે.
ફણગાવેલા મગના સૂપમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે જે ગરમીને કારણે થતા તણાવ ને દૂર કરે છે.
હીટ સ્ટ્રોક ને દૂર કરે છે
ઉનાળા માં આ સમસ્યા બહુ જ થતી હોય છે વધારે પડતી ગરમીને કારણે અને દ્રવ્ય વસ્તુઓના ઓછા સેવન ને લીધે અને પાણી ની કમી ને કારણે હિત સ્ટ્રોક નો ખતરો વધી જાય છે.
આ મગ નું સેવન કરવાથી હીટ સ્ટ્રોક ની સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે.
કોલેસ્ટ્રોલ ઘટવામાં મદદ કરે છે
મગ ની દાળમાં હાઈપોકોલેસટ્રોલેમીયા એટલે કે કોલેસ્ટ્રોલ ને ઓછું કરનાર તત્વ મળી રહે છે.
તેના પ્રભાવ ને કરને જ મગ લોહીમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલ ને બહાર કાઢવામાં મદદ કરે છે અને કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત રાખે છે.
Fangavela mag na fayda
બ્લડપ્રેશર ને કન્ટ્રોલ માં રાખે છે
ફણગાવેલા મગ ખાવાથી બ્લડ પ્રેશર ને નિયંત્રિત કરી શકાય છે.
ફણગાવેલા મગ માં એન્ટીહાઈપરસેન્સેટીવ ગુણ હોય છે, જે બ્લડપ્રેશર ને કાબુમાં રાખવામાં મદદ કરે છે સાથે સાથે તેને વધવા પણ દેતું નથી.
ગર્ભાવસ્થા દરમિયાન ખુબ જ ફાયદેમંદ છે
ગર્ભાવસ્થા દરમિયાન ભરપૂર પ્રમાણ માં ફોલેટ યુક્ત આહાર લેવાની સલાહ આપવામાં આવે છે.
ગર્ભ માં રહેલા બાળક માટે ફોલેટ જરૂરી છે ૧૦૦ ગ્રામ મગ માં ૬૨૫ માઈક્રો ગ્રામ ફોલેટ ની માત્રા મળી રહે છે.
પાચનશક્તિ સુધરે છે
બીજી બધી દાળ ની તુલના માં મગ ની દાળ પચવામાં હલકી હોય છે. શરીર માં ફેટી એસીડ બ્યુટેરેટ ને વધારે છે. જે ખોરાક પચાવવામાં મદદરૂપ થાય છે.
ફણગાવેલ મગ શરીર માં ગેસ થવા દેતું નથી, તેની સાથે સાથે મગની દાળ માં ફાઈબર અને પ્રોટીન પણ મળી રહે છે જે આપણા પાચન તંત્ર ને મજબૂત બનાવે છે.
Fangavela mag benefits in Gujarati
ડાયાબીટીશ ને કન્ટ્રોલ માં રાખે છે
મગની દાળમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી બાયોટીક ગુણ હોય છે, આ ગુણ લોહીમાં રહેલા લોહીમાં રહેલા ગ્લુકોઝ ને અને તેના સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે.
એન્ટી માઈક્રોબીયલ ગુણ થી ભરપૂર હોય છે
મગની દાળમાં પોલીફેનોલ્સમાં એન્ટી માઈક્રોબીયલ, એન્ટી બેકટેરીયલ અને એન્ટી ફંગલ ગુણ મળે છે.
ફણગાવેલા મગમાં આ બધા ગુણ ને કારણે ફ્ન્ગસ ને દૂર કરવામાં મદદ કરે છે સાથે સાથે વિવિધ પ્રકાર ના સંક્રમણ થી બચાવે છે.
વાળ અને ત્વચા માટે ફાયદેમંદ
ફણગાવેલા મગ તમારી ત્વચા અને વાળ ને નિખારવામાં મદદ કરે છે.
જો તમે વાળ ખરવાની સમસ્યા થી પરેશાન છો તો દરરોજ નિયમિત એક વાટકી ફણગાવેલા મગ નું સેવન નાસ્તા માં કરો, વાળ ને જરૂરી પોષક તત્વો મળી રહે છે.
ફણગાવેલ મગ ના નુકસાન
લો બ્લડ પ્રેશર વાળી વ્યક્તિઓએ મગની દાળનું સેવન પ્રમાણ સર કરવું જોઈએ.
જેમની ત્વચા સંવેદનશીલ છે તેઓએ અને જેમણે એલર્જીની સમસ્યા છે તેમણે પણ આ મગ નું સેવન પ્રમાણસર કરવું.
મગ ફણગાવવાની રીત
મગને સાફ કરીને ૫ થી ૬ કલાક પલાળી રાખો, પલળી ગયા પછી તેને કોટન ના કપડા માં એકદમ ફીટ બાંધીને રાત આખી દયો સવારે મગ ફણગી જશે.
એક અઠવાડિયા માટે તમે ફણગાવેલ મગ ને ફ્રીઝ માં સ્ટોર કરી શકો છો.
ફણગાવેલા મગ ને સંબધિત મુજવતા પ્રશ્નો
અંગ્રેજી મા ફણગાવેલા મગ ને Green Moong Sprouts, Sprouted Moong Beans તરીકે ઓળખવામાં આવે છે
ફણગાવેલા મગ નું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે, કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત કરે છે.
કોઈપણ ફણગાવેલા કઠોળ ને ખાવાનો શ્રેઠ સમય સવારે નાસ્તા સમયે છે, તમે નાસ્તા માં તેને સામેલ કરી શકો છો.
હા ફણગાવેલા મગનું સેવન દરરોજ કરી શક્ય છે પરંતુ ધ્યાન રહે કે તેનું પ્રમાણ તમારી બીમારી ને અનુકુળ હોવું જોઈએ.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
ફણગાવેલા કઠોળ નું સલાડ બનાવવાની રીત | Fangavela kathol nu salad
મેથી ના ફાયદા | મેથી દાણા ના ઘરેલું ઉપચાર | methi na fayda gujarati ma
ગાજર ના ફાયદા | ગાજર ખાવાના ફાયદા | Gajar na fayda
નારિયેળ ના ફાયદા | નારિયેળ પાણીના ફાયદા | નારિયેળ નો ઉપયોગ | coconut Benefits in Gujarati
ડ્રેગન ફ્રુટ ના ફાયદા અને ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | dragon fruit na fayda
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે