Farail Dhokla banavani rit | ફરાળી ઢોકળા  બનાવવાની રીત

Farail Dhokla - ફરાળી ઢોકળા
Image credit – Youtube/Sheetal's Kitchen – Gujarati
Advertisement

અત્યરે નવરાત્રી ચાલી રહી છે ત્યારે આપણે બધા ને ફરાળી વાનગીઓ બનાવવાની ઈચ્છા બધા ને થાય પણ શું બનાવવું એ પ્રશ્ન થાય તો આજે આપણે જલ્દી થી બની જતા Farail Dhokla – ફરાળી ઢોકળા બનાવવાની રેસીપી શીખીશું જે તમને અને તમારા ઘર ના સભ્યો ને ખુબજ પસંદ આવશે

ચટણી બનાવવા માટે ની  જરૂરી સામગ્રી

  • લીલા ધાણા 1 કપ
  • લીલા મરચા 3
  • આદુ નો ટુકડો 1 ઇંચ
  • સિંગ દાણા 2 ચમચી
  • લીંબુ નો રસ ½ ચમચી
  • જીરું 1 ચમચી
  • ખાંડ 1 ચમચી

ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી :-

  • મોરયો 1 કપ
  • સાબુ દાણા ¼ કપ
  • આદુ મરચા ની પેસ્ટ 2 ચમચી
  • દહીં ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 1 ચમચી
  • ખાંડ 1 ચમચી ( ઓપ્શનલ )
  • ઇનો 2 ચમચી 

વઘાર માટેની જરૂરી સામગ્રી  :-

  • જીરું 1 ચમચી
  • તેલ 1 ચમચી
  • મીઠા લીમડાનાં પાંદ થોડા
  • લીલા મરચા અને લીલા ધાણા ના પાંદ ગાર્નિસ કરવા માટે

Farail Dhokla banavani rit

ફરાળી ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્ષ્ચર જાર માં સાબુ દાણા ¼ કપ લઈ એક દમ સારી રીતે પાવડર જેવું પીસી લેશું પીસી લીધા બાદ તેને એક બાઉલ માં કાઢી લેશું .એજ મિક્ષ્ચર જાર માં મોરયો 1 કપ નાખી અને તેને દર્દરું પીસી લેશું બઉ વધારે નઈ પીસીએ નૈતર ઢોકળા ખાવા ટાઈમ પર એક દમ ડ્રાય લાગશે .તેને પણ આપડે બાઉલ માં સાબુદાણા ના પાવડર સાથે નાખી દેશું ત્યાર બાદ તેમાં ખાટું દહીં ½ કપ ,1 ચમચી થી થોડું વધારે મીઠું નાખશું અથવા તો સ્વાદ મુજબ અને પાણી ½ કપ નાખી અને બરાબર મિક્સ કરી લેશું.ત્યાર બાદ જો જરૂર લાગે તે મુજબ પાણી ઉમેરતા જશું બેટર ને ઢાંકી અને 15-20 મિનિટ સુધી રેવા દેશું.

ત્યાર બાદ આપડે ચટણી બનાવી લેશું એક મિક્ષ્ચર જાર માં 1 કપ સારી રીતે ધોયેલા ધાણા, લીલા મરચા 3 નંગ કે પછી સ્વાદ મુજબ , આદુ નો ટુકડો , મીઠું સ્વાદ મુજબ , સિંગ દાણા 2 ચમચી , ખાંડ 1 ચમચી , લીંબુ નો રસ ½ , જીરું 1 ચમચી અને 2 ચમચી જેવું પાણી નાખી ઢાંકણ બંધ કરી અને એકદમ સારી રીતે સ્મૂથ પીસી લેશું.

Advertisement

હવે બેટર ને 20 મિનિટ થઈ ગયા બાદ એક વખત હલાવી અને બેટર ના સરખા 2 ભાગ કરી લેશું મતલબ કે થોડું બેટર એક બાઉલ માં કાઢી લેશું અને બીજું બેટર એજ બાઉલ માં રેવા દેશું. હવે જે ચટણી પીસી હતી તે કોઈ પણ એક બેટર માં 3 ચમચી જેવી ચટણી નાખી અને બરાબર મિક્સ કરી લેશું ચટણી વાડા બેટર થી આપડે એક ઢોકળા નું અલગ લેયર તૈયાર કરીશું .બચેલી ચટણી ને ઢોકળા સાથે સર્વ કરીશું.

ત્યાર બાદ ઘરમાં જે પણ વાટકી હોય તે વાટકી લઈ ને બધી વાટકી માં થોડું તેલ લગાવી અને ગ્રીસ કરી લેશું ચટણી વાડા બેટર માં 1 ચમચી ઇનો નાખશું અને બેટર ને એક દમ સારી રીતે મિક્સ કરી લેશું અને આપડે જે વાટકી તૈયાર કરી છે તે બધી વાટકી માં 2-2 ચમચી જેવું બેટર નાખી અને વાટકી ને સારી રીતે ટેપ કરી લેશું જેથી બેટર સારી રીતે નીચે બેસી જશે.ત્યાર બાદ ઢોકડિયું લઈ અને તેમાં જરૂર મુજબ પાણી નાખી અને ગરમ કરવા પેલે જ મૂકી દેવું . ત્યાર બાદ કોઈ પણ એક સ્ટેન્ડ અથવા તો કોઈ પણ કાણા વાડી થાળી રાખી અને બધી વાટકી તેના પર મૂકી ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી રેવા દેશું .

હવે 5 મિનિટ બાદ આપડે જે બીજું બેટર રાખ્યું હતું તેના ઉપર પણ 1 ચમચી ઇનો નાખી અને જે વાટકી માં આપડે ચટણી વાળુ બેટર નાખ્યું હતું તેજ બેટર માં બીજું મિશ્રણ પણ 2-2 ચમચી જેવું નાખી દેશું . ઢોકળા સ્ટીમ થઈ જશે તો ઢોકળા ફૂલાશે તો આપડે તેમાં વધારે બેટર નઈ નાખવું ત્યાર બાદ તેના ઉપર થોડું લાલ મરચા નું પાવડર અને થોડો કાળા મરી નો  પાવડર નાખી અને ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે રેવા દેશું . 10 મિનિટ બાદ ચાકુ વડે ચેક કરી લેશું ચાકુ માં ઢોકળા ચોંટી ના જતા હોય તો આપડા ઢોકળા બરાબર તૈયાર થઈ ગયા છે.

ત્યાર બાદ ઢોકળા 2 મિનિટ પછી ઠંડા થઈ ગયા બાદ ચાકુ નું મદદ થી સાઇડ કટ કરી અને બધી વાટકી ને થાળી માં ઉંધી કરી અને બધા ઢોકળા ને થાળી માં કાઢી લેશું .ત્યાર બાદ વઘાર કરવા માટે એક વઘારીયા માં 1 ચમચી જેટલું તેલ લેશું તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું જીરું બરાબર તતડી જાય એટલે સફેદ તલ 1 ચમચી તલ થોડા ફૂટે એટલે મીઠા લીંબડા ના પાંદ  અને 2 લીલા મરચા ના ટુકડા નાખી અને ગેસ બંધ કરી અને વઘાર ને ગરમ ગરમ ઢોકળા પર રેડીશું.

તો તૈયાર છે આપડા મસ્ત ગરમ ગરમ ઢોકળા જેને તમે ચટણી કે પછી ચાય સાથે સર્વ કરી શકો છો.

 

Advertisement