જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે ફરાળી આલું ટિકી અને ફરાળી ચિલા બનાવવાની રીત – Farali aalu tikki ane farali chila banavani rit શીખીશું, do subscribe Food Forever YouTube channel on YouTube If you like the recipe , વ્રત કે ઉપવાસ માં કઈ ચટપટું અને ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે એક વાર આલુ ટિક્કી અને ફરાળી ચીલા એક વાર જરૂર બનાવો. ખૂબ જ ટેસ્ટી બને છે. બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે Farali aalu tikki ane farali chila recipe in gujarati શીખીએ.
ફરાળી આલું ટિક્કી બનાવવા માટે ની સામગ્રી
- સાબુદાણા ૧/૨ કપ
- બાફેલા બટાકા ૪-૫
- મીઠું સ્વાદ પ્રમાણે
- સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- ઘી ૧ ચમચી
- કાજુ ૧/૨ કપ
- ઝીણા સુધારેલા લીલાં મરચાં ૨-૩
- નારિયલ નો ચૂરો ૨ ચમચી
- સુગર પાવડર ૧ ચમચી
- મીઠું સ્વાદ અનુસાર
- બાફેલા બટાકા ૧
ફરાળી ચીલા બનાવવા માટે ની સામગ્રી
- સાબુદાણા ૧ કપ
- પાણી ૧/૪ કપ
- બાફેલા બટેટા ૨-૩
- સીંગદાણા નો પાવડર ૧/૪ કપ
- ઝીણા સુધારેલા લીલાં મરચાં ૨-૩
- મરી પાવડર ૧ ચમચી
- જીરું ૧ ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- દહી ૨ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા ૨ ચમચી
ફરાળી આલું ટિકી અને ફરાળી ચિલા બનાવવાની રીત | Farali aalu tikki ane farali chila recipe in gujarati
આજ સૌપ્રથમ ફરાળી આલું ટિક્કી બનાવવા માટે લોટ બાંધવાની રીત શીખીશું ત્યારબાદ ફરાળી સ્ટફિંગ બનાવવા માટેની રીત જાણીશું.
ફરાળી આલું ટિક્કી બનાવવા માટે લોટ બાંધવાની રીત
ફરાળી આલું ટિક્કી બનાવવા માટે સૌથી પેહલા સાબુદાણા ને એક મિક્સર જારમાં નાખો. હવે તેને સરસ થી પીસી ને પાવડર બનાવી લ્યો. હવે તેમાં બાફેલા બટેટા ને મસળી ને તેમાં નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો.
હવે બધી સામગ્રી ને સરસ થી મિક્સ કરી લ્યો. અને સરસ થી લોટ બાંધીએ તે રીતે સરસ થી ગુંથી ને લોટ બાંધી લ્યો. હવે તેના ઢાંકી ને સાઇડ પર રાખી દયો.
ફરાળી સ્ટફિંગ બનાવવા માટેની રીત
સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. હવે તેમાં કાજુ નાખો. અને સરસ થી ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે તેને ઠંડા થવા દયો. કાજુ ઠંડા થાય એટલે તેને ચાકુ નું મદદ થી સરસ થી નાના ટુકડા કરી લ્યો. ( મિક્સર જાર માં પણ કાજુ ને દર્દરું પીસી શકો છો)
હવે કાજુ ને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં, નારિયલ નો ચૂરો, સુગર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને એક બાફેલું બટાટુ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેના નાના નાના બોલ બનાવી એક પ્લેટ માં રાખી લ્યો.
ફરાળી આલું ટિક્કી બનાવવાની રીત
ફરાળી આલું ટિક્કી બનાવવા માટે સૌથી પેહલા ઢાંકી ને રાખેલા લોટ ને ફરી થી સરસ થી ગુંથી લ્યો. હવે તેમાં થી એક લુવો લ્યો. હવે તેને એક કટોરી શેપ આપો. હવે તેની ઉપર સ્ટફિંગ નું બોલ મૂકો. હવે તેને સરસ થી કવર કરી ને બોલ બનાવી લ્યો. ત્યાર બાદ તેને થોડું દબાવી ટિક્કી નો સેપ આપો. આવી રીતે બધી ટિક્કી બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક તવા મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં ટિક્કી ને રાખો. અને ધીમા તાપે ટિક્કી ને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે તૈયાર છે ટેસ્ટી ફરાળી આલું ટિક્કી.
ફરાળી ચીલા બનાવવાની રીત
ફરાળી ચીલા બનાવવા માટે સૌથી પેહલા એક બાઉલ માં સાબુદાણા નાખો. હવે તેને બે થી ત્રણ વાર પાણી થી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં પાણી નાખી એક કલાક માટે પલાળવા માટે રાખી દયો.
હવે એક કલાક પછી સાબુદાણા માંથી પાણી કાઢી લ્યો. હવે સાબુદાણા ને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં થોડું પાણી નાખી સરસ થી પીસી લ્યો. ત્યારબાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
હવે તેમાં થોડું પાણી, ખમણી ને એક બાફેલું બટાકું, સીંગદાણા નો પાવડર, મરી પાવડર, જીરું, મીઠું સ્વાદ પ્રમાણે, દહી અને ઝીણા સુધારેલા લીલા મરચાં અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ચીલા માટેનું બેટર તૈયાર છે.
ત્યારબાદ ગેસ પર એક તવા મૂકો. તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં ચીલા નું બેટર નાખી સરસ થી રાઉન્ડ સેપ બનાવી લ્યો. ત્યાર બાદ તેને બને તરફ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા ફરાળી ચીલા બનાવી તૈયાર કરી લ્યો.
હવે તૈયાર છે ફરાળી આલુ ટિક્કી અને ફરાળી ચીલા. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ ફરાળી આલું ટિક્કી અને ફરાળી ચીલા ખાવાનો આનંદ માણો.
Farali aalu tikki ane farali chila recipe in gujarati notes
- ફરાળી આલું ટિક્કી બનાવવા માટે સાબુદાણા ના પાવડર ની જગ્યા એ રજગરા નો લોટ પણ લઈ સકો છો.
- ટિક્કી ને ઘી ની જગ્યા એ તેલ માં પણ સેકી સકો છો.
Farali aalu tikki ane farali chila banavani rit | Recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food Forever ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
શિંગોડાનો લોટ ની બરફી બનાવવાની રીત | singoda na lot barfi recipe in gujarati
રાગી મિલ્ક બનાવવાની રીત | ragi milk banavani rit | ragi milk recipe in gujarati
બિહારી દાલ પૂરી બનાવવાની રીત | Bihari dal puri banavani rit
ઓરીઓ શેક બનાવવાની રીત | Oreo shake banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે