નમસ્તે મિત્રો do subscribe Nirmla Nehra YouTube channel on YouTube If you like the recipe આજે આપણે ફરાળી બટાકા ના પરોઠા બનાવવાની રીત -સાથે ચટણી બનાવવાની રીત – farali batata na paratha banavani rit શીખીશું. જે તમે ક્યાંય પ્રવાસ કે ટિફિન માં પણ લઈ જઈ શકો છો તો ચાલો જાણીએ ફરાળી આલુ પરોઠા બનાવવાની રીત , farali aloo paratha recipe in gujarati , farali batata na paratha recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
ફરાળી બટાકા ના પરોઠા બનાવવા માટેની સામગ્રી
- બાફેલા બટાકા 4-5
- સાવ નો લોટ 1 ½ કપ
- આદુ છીણેલું ½ ચમચી
- ઝીણા સુધારેલા લીલા મરચા 2-3
- જીરું 1 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી
- શેકેલ સીંગદાણા નો પાઉડર ¼ કપ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- જરૂર મુજબ પાણી
- તેલ / ઘી જરૂર મુજબ
ફરાળી ચટણી બનાવવા માટેની સામગ્રી
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- લીલા મરચા સુધારેલા 3-4
- આદુ નો ટુકડો ½ ઇંચ
- જીરું ½
- દહીં ¼ કપ
- ફરાળી મીઠું
ફરાળી બટાકા ના પરોઠા બનાવવાની રીત | farali batata na paratha recipe in gujarati
સૌ પ્રથમ આપણે ફરાળી ચટણી બનાવવાની રીત ત્યારબાદ પરોઠા બનાવતા શીખીશું.
ફરાળી ચટણી બનાવવાની રીત
મિક્સર જાર માં સાફ કરી ધોઇ ને લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા , આદુ નો ટુકડો, જીરું, દહીં અને ફરાળી મીઠું નાખી પીસી લ્યો.
ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરી લ્યો અને તૈયાર ચટણી ને ફ્રીઝ માં મૂકી દયો ને સર્વ કરતી વખતે કાઢી ને સર્વ કરો
ફરાળી આલુ પરોઠા બનાવવાની રીત | farali aloo paratha recipe in gujarati
સૌ પ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા ને છીણી વડે છીણી લ્યો ત્યાર બાદ એમાં સાવ નો લોટ ને ચાળી ને નાખી સાથે પીસેલા સીંગદાણા નો પાઉડર, છીણેલું આદુ, ઝીણા સમારેલા લીલાં મરચાં, જીરું, મરી પાઉડર, લીલા ધાણા સુધારેલા અને ફરાળી મીઠું નાખો
હવે હાથ વડે મસળી ને લોટ બાંધો ને જરૂર મુજબ થોડું થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધો બાંધેલા લોટ ને એક બે મિનિટ મસળી લ્યો ત્યાર બાદ પાંચ મિનિટ ઢાંકી ને રાખી દયો
હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો અને બીજી બાજુ બાંધેલા લોટ માંથી લોટ લઈ લુવો બનાવી કોરો લોટ કે પછી તેલ ની મદદ થી થોડો જાડા પરોઠા વણી લ્યો ને વણેલા પરોઠા ને ગેસ પર મૂકી મિડીયમ તાપે બને બાજુ શેકી લ્યો ત્યાં બાદ ઘી કે તેલ લગાવી ને બને બાજુ ગોલ્ડન શેકી લ્યો
આમ બધા પરોઠા વણી વણી ને શેકતા જાઓ ને તૈયાર કરો ફરાળી બટાકા પરોઠા અને ગરમ ગરમ સર્વ કરો ફરાળી બટાકા પરોઠા સાથે ચટણી
farali batata na paratha banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
સામા ની ખીચડી બનાવવાની રીત | sama ni khichdi banavani rit | sama ni khichdi in gujarati
વેજ ફ્રાઈડ રાઈસ બનાવવાની રીત | veg fried rice banavani rit | veg fried rice recipe in gujarati
ફરાળી સાબુદાણા મરચા પકોડા બનાવવાની રીત | farali sabudana marcha pakoda banavani rit
માખણ મિશ્રી બનાવવાની રીત | makhan mishri banavani rit | makhan mishri recipe in gujarati
મીઠી મઠરી બનાવવાની રીત | meethi mathri banavani rit | meethi mathri recipe in gujarati
કોબી ના ભજીયા બનાવવાની રીત | kobi na bhajiya banavani rit | kobi na bhajiya recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે