નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sunita Agarwal YouTube channel on YouTube આજે આપણે ફરાળી ચેવડો બનાવવાની રીત – farali chevdo banavani rit શીખીશું આ ચેવડો એક વખત બનાવી ને અઠવાડિયા સુધી સાચવી શકો છો જે બનાવવો ખૂબ સરળ છે ખૂબ જડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો જાણીએ farali chevdo recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
ફરાળી ચેવડો બનાવવા જરૂરી સામગ્રી | farali chevdo ingredients
- મોટી સાઇઝ ના બટાકા 2
- સીંગદાણા ½ કપ
- મરી પાઉડર ½ ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
ફરાળી ચેવડો બનાવવાની રીત | farali chevdo recipe in gujarati
ફરાળી ચેવડો બનાવવા સૌપ્રથમ બટકા ને ધોઇ ને સાફ કરી લ્યો અને ત્યાર બાદ છોલી ને પાણી મા મૂકી દયો જેથી બટાકા કાળા ના પડે હવે મોટા કાણા વારી છીણી લ્યો ને એમાં બટાકા ને લાંબા લાંબા છીણી લ્યો ને છીણેલા બટાકા ને પાણી મા નાખતા જાઓ
આમ બધા બટાકા ને છીણી લઈ પાણી માં નાખી દયો હવે છીણેલા બટેકા ને પાણી માંથી કાઢી બીજા પાણી થી ધોઇ લ્યો ને ચારણીમાં મૂકી એનું પાણી નિતારી લ્યો પાણી નિતારી લીધા બાદ કોટન ના કપડા માં મૂકી ને બીજા કપડા થી દબાવી ને બધું પાણી સોસી લ્યો ને કપડા પર ફેલાવી ને થોડા સૂકવી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સૂકવી રાખેલ બટાકા ની સેવ થોડી થોડી કરી ને નાખો ને સેવ નાખ્યા ના એક મિનિટ પછી ગેસ મીડીયમ તાપે હલાવતા રહી ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો
આમ બટાકા નું બીજી સેવ પણ ગોલ્ડન તરી લ્યો ને તરેલ સેવ ને ટિસ્યુ પેપર પર કાઢો ને ઠંડા થવા દયો ત્યાર બાદ એમાં સીંગદાણા નાખી ને સીંગદાણા ને પણ ગોલ્ડન તરી લ્યો ને સીંગદાણા ને પણ કાઢી લ્યો ને ગેસ બંધ કરી એમ મીઠા લીમડાના પાન નાખી તરી લ્યો ને તરેલ મીઠા લીમડા ના પાન ને કાઢી લ્યો
હવે એક વાસણમાં બટાકા ની સેવ, તરેલ સીંગદાણા ને મીઠા લીમડાના પાન નાખો ને એમાં મરી પાઉડર અને ફરાળી મીઠું નાખીને બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે ફરાળી ચેવડો.
farali chevdo banavani rit
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ફરાળી કચોરી બનાવવાની રીત | farali kachori banavani rit | farali kachori recipe in gujarati
કચ્છી સમોસા બનાવવાની રીત | kutchi samosa banavani rit | kutchi samosa recipe in gujarati
રતલામી સેવ બનાવવાની રીત | ratlami sev banavani rit | ratlami sev recipe in gujarati
મસાલા ચણા દાળ બનાવવાની રીત | masala chana dal banavani rit | masala chana dal recipe in gujarati
મીઠી બુંદી બનાવવાની રીત | meethi boondi banavani rit | meethi boondi recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે