નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી મોરો ચેવડો બનાવવાની રીત – Farali moro chevdo banavani rit શીખીશું. આ ચેવડો તમે મીઠા મોરા વ્રત ઉપવાસ માં ફરાળ માં ખાઈ શકો છો, do subscribe Cooking Crazy with jalpa YouTube channel on YouTube If you like the recipe , આ ચેવડો એક વખત બનાવી તમે દસ પંદર દિવસ સુધી ખાઈ શકો છો. ઘણા લોકો ગુરુવાર ના વ્રત માં અથવા નાની બાળકી ઓ ગૌરી વ્રત માં ને જયાપાર્વતી ના વ્રત માં મીઠા મોરા એકટાણા અને ફરાળ ખાવા ન હોય ત્યારે તમે આ ચેવડો બનાવી ને રાખી શકો છો ને જ્યારે પણ ખાવો હોય ત્યારે ખાઈ શકો છો તો ચાલો જાણીએ Farali moro chevdo recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે
ફરાળી મોરો ચેવડો બનાવવા જરૂરી સામગ્રી
- બટાકા 3-4
- સીંગદાણા ¼ કપ
- કાજુ ના કટકા ¼ કપ
- કીસમીસ ¼ કપ
- મીઠા લીમડાના પાન 8-10
- લીલા મરચા સુધારેલા 3-4
- પીસેલી ખાંડ 2 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- આમચૂર પાઉડર ½ ચમચી
મીઠા મોરી ફરાળી સેવ
- સિંગોડા નો લોટ ½ કપ
- હળદર ¼ ચમચી
- આમચૂર પાઉડર ½ ચમચી
- ગરમ તેલ 2 ચમચી
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
ફરાળી મોરો ચેવડો બનાવવાની રીત | Farali moro chevdo recipe in gujarati
ફરાળી મોરો ચેવડો બનાવવા સૌપ્રથમ આપણે એક વાસણમાં બટાકા ને છોલી ને સાફ કરી લેશું ત્યાર બાદ મોટી છીણી વડે છીણી લેશું અને છીણેલા બટાકા ને ત્રણ ચાર પાણી થી ધોઇ ને સાફ કરી લેશું. ત્યાર બાદ ચારણી માં નીતરવા મૂકો.
હવે ગેસ પર બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થઇ જાય એટલે એમાં છીણેલા બટાકા નું છીણ થોડું નાખી બે ચાર મિનિટ ચડાવી લ્યો ચાર મિનિટ પછી ત્યાર બાદ છીણ ને ચારણી માં કાઢી લ્યો આમ બધા છીણ ને બાફી ને તૈયાર કરી લ્યો હવે સાફ કોરા કપડા પર છીણ ને ફેલાવી ને અડધો કલાક થી એકાદ સૂકવી ને કોરા કરી લ્યો (અહી તમે વેફર ની સીઝન માં આમ મોરી છીણ તૈયાર કરી શુકાવી ને એર ટાઈટ ડબ્બામાં ભરી ને રાખી લીધી હોય તો અત્યારે વાપરી શકાય)
હવે બીજા એક વાસણમાં સિંગોડા ના લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં હળદર, આમચૂર પાઉડર, ગરમ તેલ નાખી મિક્સ કરી થોડું થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ત્યાર બાદ એક ચમચી તેલ નાખી મિક્સ કરી લોટ ને તેલ થી ગ્રીસ કરેલ સેવ ના સંચા માં ભરી ને એક બાજુ મૂકો.
ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સૌથી પહેલા સૂકવેલા બટાકા નું છીણ થોડું થોડુ નાખી હલાવતા રહી ગોલ્ડન તરી લ્યો ને તરેલાં છીણ ને એક વાસણ કે ચારણી માં કાઢી લ્યો આમ બધું છીણ તરી લ્યો.
ત્યાર બાદ એજ ગરમ તેલ માં સીંગદાણા ને તતડે ત્યાં સુંધી તરી લ્યો અને ચારણી માં કાઢી લ્યો , હવે કાજુ ના કટકા ને પણ થોડા ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી ને ચારણી માં કાઢી લ્યો, ત્યાર બાદ કીસમીસ ને પણ નરી ને કાઢી લ્યો હવે મીઠા લીમડાના પાન અને લીલા મરચા સુધારેલા ને પણ ક્રિસ્પી તરી ને કાઢી લ્યો.
હવે સંચા માં ભરેલ સેવ ના લોટ માંથી ગરમ તેલ માં સેવ પાડી ને સેવ ને પણ તરી લ્યો ને ચારણી માં કાઢી લ્યો. આમ બધી સામગ્રી બરોબર તરી ને તૈયાર કરી લ્યો ને ઠંડી થવા દયો. બધી સામગ્રી ઠંડી થાય એટલે એક મોટા વાસણમાં નાખો ને સેવ ને હાથ થી તોડી ને નાખો.
હવે એમાં પીસેલી ખાંડ, મરી પાઉડર, આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે પણ ખાવો હોય ત્યારે મજા લ્યો ફરાળી મોરો ચેવડો.
Farali moro chevdo banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking Crazy with jalpa ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
વ્રત વાળી રબડી બનાવવાની રીત | Vart vali rabdi banavani rit
મિલ્ક બાર બરફી બનાવવાની રીત | Milk baar barfi banavani rit | Milk baar barfi recipe in gujarati
દહીં વડા નો મસાલો બનાવવાની રીત | dahi vada no masalo banavani rit
ખીર મોહન બનાવવાની રીત | Kheer mohan banavani rit
દહીં પાપડી ચાટ બનાવવાની રીત | Dahi papdi chat banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે