ફરાળી સાબુદાણા મરચા પકોડા બનાવવાની રીત | farali sabudana marcha pakoda banavani rit

ફરાળી સાબુદાણા મરચા પકોડા બનાવવાની રીત - farali sabudana marcha pakoda banavani rit - sabudana marcha pakoda recipe in gujarati
Image credit – Youtube/Cook with Gourav
Advertisement

નમસ્તે મિત્રો do subscribe Cook with Gourav YouTube channel on YouTube  If you like the recipe  આજે આપણે ફરાળી સાબુદાણા મરચા પકોડા બનાવવાની રીત  – farali sabudana marcha pakoda banavani rit  શીખીએ જે ખાવા માં ખુબ જ ટેસ્ટી લાગે છે ને બનાવવા ખૂબ સરળ છે તો ચાલો જાણીએ sabudana marcha pakoda recipe in gujarati  – સાબુદાણા મરચા પકોડા બનાવવા  માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ફરાળી મરચા પકોડા બનાવવા જરૂરી સામગ્રી

  • મોરા / તીખા મરચા 10-12
  • સાબુદાણા 1 કપ
  • લાલ મરચા નો પાઉડર ½ ચમચી
  • ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • ધણા જીરું પાઉડર ½ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • બાફેલા બટાકા 2
  • તરવા માટે તેલ

ફરાળી સાબુદાણા મરચા પકોડા બનાવવાની રીત | sabudana marcha pakoda recipe in gujarati

ફરાળી સાબુદાણા મરચા પકોડા બનાવવા માટે સૌ પ્રથમ સાબુદાણા ને સાફ કરી એક બે વખત ધોઇ ને સાફ કરી લ્યો ને ત્યાર બાદ સાબુદાણા ડૂબે એટલું પાણી નાખી પાંચ છ કલાક પલાળી મુકો અને જરૂર લાગે તો બીજી ત્રણ ચાર ચમચી પાણી નાખી શકો છો છ કલાક માં સાબુદાણા બરોબર પલળી જસે અને સાવ સોફ્ટ થઈ જશે

હવે એક વાસણમાં પલાળેલા સાબુદાણા લ્યો એમાં સ્વાદ મુજબ મીઠુ અને ચીલી ફ્લેક્સ, લાલ મરચાનો પાઉડર, મરી પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી હાથ વડે કે ચમચા વડે મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફેલા બટાકા ને મેસ કરી લ્યો અને મિક્સ કરી લ્યો

Advertisement

(અહી તમે સાબુદાણા ને મિક્સર જાર માં નાખી ને અધ કચરા મિક્સ કરી ને પણ મેસ કરી શકો છો)

હવે તમને પસંદ હોય એવા મોરા કે તીખા મરચા લ્યો એ મરચા ને પાણીથી બરોબર ને કપડાં માં કોરા કરી લેવા ત્યાર બાદ ચાકુ થી એક કાપો પાડી ને એમાં થોડું મીઠું લગાવી લ્યો આમ બધા મરચા માં કાપા પડી મીઠું લગાવી લ્યો

હવે સાબુદાણા બટાકા નું મિશ્રણ ને મરચા પર લગાવી લ્યો ને બધા મરચા પર મીડીયમ કોટિંગ કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં કોટીગ કરેલ મરચા ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો આમ બધા મરચા તરી ને તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ સોસ કે ચટણી સાથે સર્વ કરો ફરાળી સાબુદાણા મરચા પકોડા.

 farali sabudana marcha pakoda banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cook with Gourav ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સામા ની ખીચડી બનાવવાની રીત | sama ni khichdi banavani rit | sama ni khichdi in gujarati

મગની દાળના ઢોકળા બનાવવાની રીત | magdal na dhokla banavani rit | magdal na dhokla recipe in gujarati

ચુર્રોસ બનાવવાની રીત | churros banavani rit | churros recipe in gujarati

ફરાળી કચોરી બનાવવાની રીત | farali kachori banavani rit | farali kachori recipe in gujarati

મિક્સ વેજ પરોઠા બનાવવાની રીત | mix veg paratha banavani rit | mix veg paratha recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement