ફરસી પુરી બનાવવાની રીત | farsi puri recipe in gujarati | farsi puri banavani rit

ફરસી પુરી બનાવવાની રીત - farsi puri recipe in gujarati - farsi puri recipe - farsi puri banavani rit - farsi puri in gujarati
Image credit – Youtube/Food Films
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Food Films  YouTube channel on YouTube આજે આપણે ફરસી પુરી બનાવવાની રીત શીખીશું. ગુજરાત માં નાસ્તા નું લીસ્ટ ખૂબ લાંબુ છે એમાં નો એક નાસ્તો છે ફરશી પુરી જે એક વાર બનાવી દસ પંદર દિવસ સુધી સાચવી શકો છો ને જ્યારે ભૂખ લાગે ત્યારે ગરમ ગરમ ચા અથાણાં કે એમજ એકલી પણ ખાઈ શકો છો તેમજ પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકાય છે તો ચાલો ફરશી પુરી બનાવવાની રીત farsi puri recipe in gujarati , farsi puri banavani rit શીખીએ

ફરસી પુરી બનાવવા જરૂરી સામગ્રી | farsi puri banava jaruri samgri

  • મેંદો 3 કપ અથવા ઘઉંનો લોટ અથવા અડધો ઘઉં અડધો મેંદો
  • મરી અઘ્ધ કચરા પીસેલા 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • અજમો 1 ચમચી
  • તેલ ¼ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી ½ કપ
  • તરવા માટે તેલ

ફરસી પુરી બનાવવાની રીત | farsi puri recipe in gujarati | farsi puri in gujarati

સૌ પ્રથમ એક વાસણમાં મેંદો ચારી લ્યો એમાં મરી અધધ કચરા પીસેલા , જીરું થોડું વાટેલ, અજમો થોડો વાટેલું ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો

ત્યાર બાદ એમાં તેલ નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો હવે થોડુ થોડુ પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો લોટ બાંધવા માં અડધો કપ અને ઉપર બે ત્રણ ચમચી પાણી ની જરૂર પડશે બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ સુધી મસળી લ્યો ત્યાર બાદ લોટ પર તેલ લગાવી ઢાંકી પંદર વીસ મિનિટ સુધી એક બાજુ મૂકો

Advertisement

વીસ મિનિટ પછી ફરી લોટ ને મસળી ને નરમ બનાવી લ્યો વે જે સાઇઝ ની પૂરી બનાવી હોય એ સાઇઝ ના નાના નાના લુવા બનાવો લુવા પર એક ચમચી તેલ લગાવી દયો ને ઢાંકી મુકો

હવે પાટલા ને વેલણ ને તેલ થી થોડા ગ્રીસ કરો જેથી પુરી વણતિ વખતે ચોંટે નહી એક લુવો લ્યો એની પાતળી પૂરી વણી લ્યો ને કાટા ચમચીથી કાણા કરી લ્યો ને વણેલી પુરી પ્લાસ્ટિક કે થાળી માં મૂકો ને બીજી પુરી વનો ને એમાં પણ કાણા કરો આમ બધી પુરી વની તૈયાર કરો

ગેસ પર કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ મિડીયમ ગરમ થાય ગેસ ને મીડીયમ કરી કડાઈમાં આવે એટલી ચાર પાંચ પુરી નાખો ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો આમ બધી પુરી થોડી થોડી નાખી ગોલ્ડન તરી લ્યો ને તરેલી પુરી ને ઠંડી થવા દો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી તો તૈયાર છે ફરશી પુરી

farsi puri recipe notes

  • લોટ માં મોણ મીઠી બાંધી શકાય એટલું નાખવું જેથી પુરી ક્રિસ્પી બનશે
  • જો તમે એક એક નાની નાની પૂરી ના બનવા માંગતા હો તો એ મોટી રોટલી વણી એમાં કાટા ચમચીથી કાણા કરી ગોળ કે મનગતા કુકી કટર થી કટ કરી ને પણ પુરી બનાવી શકો છો અથવા મોટી રોટલી માં ચાકુ થી ઉભા કે ડાયમંડ કટ કરી ને પણ ફરશી પુરી તૈયાર કરી શકો છો
  • તેલ હમેશા મીડીયમ ગરમ કરવું જો ફૂલ ગરમ હસે તો પુરી બરી જસે અને જો ઠંડુ હસે તો પુરી ચવડી લાગશે

farsi puri recipe | farsi puri banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food Films ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement