ફૂડ કલર બનાવવાની રીત | food color banavani rit recipe gujarati ma

food color banavani rit gujarati ma - food color recipe in gujarati language - ફૂડ કલર બનાવવાની રીત વિડીયો
Image credit – Youtube/Maa, yeh kaise karun?
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે મરૂન, ગ્રીન, પર્પલ, બ્લુ ને પીળો ફૂડ કલર બનાવવાની રીત – food color banavani rit gujarati ma , food color recipe in gujarati language શીખીશું. ફૂડ કલર નો ઉપયોગ આપણે અનેક વાનગીમાં કરતા હોઈએ છીએ આજ આપણે નેચરલ વસ્તુનો ઉપયોગ કરી ફૂડ કલર બનાવવાની રીત શીખીશું જેને આપણે એડેબલ કલર પણ કહેવાય છે તો ચાલો જોઈએ ફૂડ કલર બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.

ફૂડ કલર બનાવવા જરૂરી સામગ્રી | food color banav jaruri samgri

  • મરૂન કલર બનાવવા બીટ નો રસ 1 કપ
  • ગ્રીન કલર બનાવવા પાલક નો રસ 1 કપ
  • પર્પલ કલર બનાવવા પર્પલ પાનકોબી નો રસ 1 કપ
  • બ્લુ કલર બનાવવા પર્પલ પાન કોબી નો કલર
  • પીળો કલર બનાવવા કેસરના તાંતણા 20-25
  • ખાંડ 17-18 ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • પાણી જરૂર મુજબ

food color banavani rit gujarati ma | food color recipe in gujarati language

મરૂન ફૂડ કલર બનાવવાની રીત

સૌ પ્રથમ એક બીટ ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કટકા કરી લ્યો ને મિક્સર જારમાં લઈ પા કપ પાણી નાખી પીસી લ્યો હવે ગરણી ની મદદ થી બીટ ના રસ ને ગારી લ્યો ને એક કપમાં લઈ લ્યો ને વધેલા પલ્પ થી પરોઠા કે શાકમાં નાખી દેવો

હવે ગેસ પર એક કડાઈમાં તૈયાર બીટનો રસ નાખો એમાં ચાર ચમચી ખાંડ નાખી હલાવતા રહી ઉકાળો ને એક તારની ચાસણી થાય ત્યાં સુધી ચડવો એક તાર ની ચાસણી થાય એટલે લીંબુના બે ત્રણ ટીપાં નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો ને તૈયાર કલર ને એક વાટકામાં કાઢી ઠંડો થવા દયો તો તૈયાર છે મરૂન કલર જેને બોટલમાં ભ્રી લેવો

Advertisement

ગ્રીન ફુડ કલર બનાવવાની રીત

સૌ પ્રથમ એક જુડી પાલક ને સાફ કરી ને ધોઇ લ્યો ત્યાર બાદ કટકા કરી લ્યો ને મિક્સર જારમાં લઈ પા કપ પાણી નાખી પીસી લ્યો હવે ગરણી ની મદદ થી પાલક ના રસ ને ગારી લ્યો ને એક કપમાં લઈ લ્યો ને વધેલા પાલક ના પલ્પ થી પરોઠા કે શાકમાં નાખી દેવો

હવે ગેસ પર એક કડાઈમાં તૈયાર પાલકનો રસ નાખો એમાં ચાર ચમચી ખાંડ નાખી હલાવતા રહી ઉકાળો ને એક તારની ચાસણી થાય ત્યાં સુધી ચડવો એક તાર ની ચાસણી થાય એટલે ગેસ બંધ કરી નાખો ને તૈયાર કલર ને એક વાટકામાં કાઢી ઠંડો થવા દયો તો તૈયાર છે ગ્રીન કલર જેને બોટલમાં ભરી લ્યો

પર્પલ ફૂડ કલર બનાવવાની રીત

સૌ પ્રથમ અડધી પર્પળ પાન કોબી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કટકા કરી લ્યો ને મિક્સર જારમાં લઈ પા કપ પાણી નાખી પીસી લ્યો હવે ગરણી ની મદદ થી પાન કોબી ના રસ ને ગારી લ્યો ને એક કપમાં લઈ લ્યો ને વધેલા પલ્પ થી પરોઠા કે શાકમાં નાખી દેવો

હવે ગેસ પર એક કડાઈમાં તૈયાર પાન કોબી નો રસ નાખો એમાં ચાર ચમચી ખાંડ નાખી હલાવતા રહી ઉકાળો ને એક તારની ચાસણી થાય ત્યાં સુધી ચડવો એક તાર ની ચાસણી થાય એટલે લીંબુના બે ટીપાં નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો ને તૈયાર કલર ને એક વાટકામાં તૈયાર કલર નો અડધો કલર કાઢી ને ઠંડો થવા દયો તો તૈયાર છે પર્પલ કલર જેને બોટલમાં ભરી લ્યો

બ્લુ ફૂડ કલર બનાવવાની રીત

પર્પલ કલર બનાવ્યા બાદ કે જે અડધો કલર કડાઈમાં જ  રાખેલ તે કલર લ્યો ને હવે કડાઈમાં બાકી રહેલા કલર ને ફરી ગેસ પર ગરમ કરવા મૂકો ને એમાં ત્રણ ચાર ચમચી પાણી નાખી મિક્સ કરો ને ત્યાર બાદ એમાં બે ચપટી બેકિંગ સોડા નાખી મિક્સ કરી બરોબર ધીમે ધીમે બ્લુ કલર થઈ જસે એટલે ગેસ બંધ કરી કલર ને વાટકામાં કાઢી ઠંડો થવા દયો  તો તૈયાર છે બ્લુ કલર જેને બોટલમાં ભરી લ્યો

પીળો ફૂડ કલર બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં પા કપ ખાંડ નખો ને એમાં પા કપ પાણી નાખી ગરમ કરવા મૂકો પાણી ઉકળે ત્યાં સુંધી એક ખંડણી માં બે ચમચી ખાંડ ને કેસરના તાંતણા નાખી ને ધાસ્ટા થી ફૂટી લ્યો ને એ taiyr મિશ્રણ ને ખાંડ ની ચાસણી માં નાખી ઉકાળી લ્યો ને એક તાર ની થાય ત્યાં સુધી ઉકાળો એક તાર થાય એટલે લીંબુના બે ત્રણ ટીપાં નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો ને તૈયાર કલર ને એક વાટકામાં કાઢી ઠંડો થવા દયો તો તૈયાર છે પીળો કલર જેને બોટલમાં ભરી લ્યો

આમ તમે મરૂન, ગ્રીન, પર્પલ, બ્લુ ને પીળો ફૂડ કલર ઘરે બનાવી ને બરણી માં ભરી છ સાત મહિના સુધી સાચવી શકો છો અથવા જ્યારે જરૂર હોય ત્યારે તરત કે એક બે દિવસ પહેલા તૈયાર કરી શકો છો

જો તમારો કલર જામી જાય તો વાપરવા થી પહેલા ગરમ પાણી માં કલર ની બોટલ મૂકી રાખી થોડા સમય માં તમારો કલર પીગળી જસે અથવા બે ચમચી ગરમ પાણીમાં કલર નાખી ઓગાળી શકાય

જો તમને લાગે કે કોઈ કલર માં સુગંધ નાખવી છે તો તમે એક બે ટીપાં કેવડા જળ નાંખી ને મિક્સ કરી શકો છો

ફૂડ કલર બનાવવાની રીત વિડીયો

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Maa, yeh kaise karun? ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement