નમસ્તે મિત્રો If you like the recipe do subscribe 4 You Recipes YouTube channel on YouTube આજે આપણે ફુદીનાનું શરબત બનાવવાની રીત – fudina nu sharbat banavani rit gujarati ma શીખીશું. ગરમી માં ઠંડાપીણા ખૂબ પસંદ આવે છે તો આજ આપણે એવો જ એક રીફ્રેશ કરી નાખે અને માત્ર દસ મિનિટ માં જટ પટ બની ને તૈયાર થાય એવું પીણું બનાવશું fudina nu sharbat recipe in gujarati , ફુદીના નો શરબત બનાવવાની રીત, fudina no sharbat banavani rit જેના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે.
ફુદીનાનું શરબત બનાવવા જરૂરી સામગ્રી | fudina nu sharbat ingredients
- ફુદીના ના પાન 1 કપ
- ખાંડ ½ કપ
- સંચળ 1 ચમચી
- લીંબુનો રસ 2-3 ચમચી
ફુદીનાનું શરબત બનાવવાની રીત | fudina nu sharbat banavani rit gujarati ma | fudina nu sharbat recipe in gujarati
ફુદીના શરબત બનાવવા સૌપ્રથમ ફુદીના ના સારા પાન ને દાડી થી અલગ કરી લ્યો ને પાન ને પાણી નાખી પાંચ મિનિટ પલાળો જેથી એના પર ચોટેલી ધૂળ માટી પલળી ને અલગ થઈ જાય હવે પાન ને એક બે પાણી થી ધોઈ લ્યો જેથી ફુદીના ના પાન સાવ સાફ થઈ જાય
હવે એક મિક્સર જાર માં ફુદીના ના સાફ કરેલા પાન, ખાંડ, સંચળ (સંચળ જ વાપરવું એની જગ્યાએ બીજું કોઈ મીઠી ના નાખવું) ને લીંબુનો રસ નાખી પીસી લ્યો પીસવા માટે જરૂર લાગે તો અડધો કે એક કપ જેટલું પાણી નાખી પીસી લેવું
બરોબર પીસી લીધા બાદ એને એક તપેલી કાઢી લ્યો ને ચાખી જુવો જો જરૂર લાગે તો સંચળ કે લીંબુ નો રસ નાખી મિક્સ કરો ને બે ગ્લાસ પાણી નાખી મિક્સ કરો
જો તમે ફુદીના નો પૂરો સ્વાદ લેવો હોય તો આ તૈયાર શરબત ને બે કલાક ફ્રીઝ માં મૂકી દયો ને બે કલાક પછી બરફ નાખી સર્વ કરો અથવા ગરી ને બરફ ના ટુકડા નાખી સર્વ કરી શકો છો
જો તમારા પાસે સમય ના હોય તો આ તૈયાર શરબત ને આમજ બરફ ના ટુકડા નાખી ઠંડો કરી સર્વ કરી સકો અથવા આ તૈયાર શરબત ને ગરણી વડે ગાળી ને બરફ ના ટુકડા નાખી ઠંડો સર્વ કરો
મીઠાસ તમારી અનુકુળતા પ્રમાણે વધુ ઓછી કરી શકો છો આ શરબત ખુજ રીફ્રેશ કરી નાખશે તમને ને બનાવવો પણ ખૂબ સરળ છે તો આ ઉનાળામાં ચોક્કસ બનાવો ફુદીના શરબત
ફુદીના નો શરબત બનાવવાની રીત | fudina no sharbat banavani rit | fudina nu sharbat banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર 4 You Recipes ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
છાશ નો મસાલો બનાવવાની રીત | chhas no masalo banavani rit
રાજગરા ની ચીક્કી બનાવવાની રીત | rajgara ni chikki banavani rit | rajgara chikki recipe in gujarati
પાણીપુરી નું પાણી બનાવવાની રીત | panipuri nu pani recipe in gujarati | panipuri nu pani banavani rit
મોતીચુર લાડુ બનાવવાની રીત | motichur na ladu banavani rit | motichur ladoo recipe in gujarati
બાજરી ના લોટ ના મુઠીયા બનાવવાની રીત | bajri na lot na muthiya banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે