Fulavar na Fayda | ફૂલાવર નું સેવન કરવાના ફાયદા

Fulavar na Fayda in Gujarati - cauliflower Health benefits in Gujarati - ફુલાવર ના ફાયદા
Advertisement

શિયાળો આવે એટલે દરેક શાકભાજી ખૂબ જ સારા તાજા આપણે સૌને મળે છે ત્યારે આજે અમે ઘણા બધા વ્યક્તિઓની મનપસંદ એવી ફુલાવર વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપીશું તો ચાલો જાણીએ, ફુલાવર ના ફાયદા – Fulavar na Fayda in Gujarati, cauliflower Health benefits in Gujarati.  

ફુલાવર વિશે વાત કરીએ તો તે આપણે હૃદયરોગ, માથાનો દુખાવો અને બીજી ઘણી બધી બીમારીઓ થી બચાવી રાખે છે તેમજ કે આપણી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે તે આપણા શરીરની અંદર હોર્મોન્સને સંતુલિત રાખવામાં પણ મદદ કરે છે

cauliflower – ફુલાવર એ વિટામિન સી મેળવવાનો એક ખૂબ સારો સ્ત્રોત છે જે એન્ટિઓક્સિડન્ટ સ્વરૂપે આપણે શરીર પર કામ કરે છે તેમજ તે પોતાના એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો ના કારણે આપણી ઇમ્યુન સિસ્ટમને ખૂબ જ સારી કરે છે જેથી આપણું શરીર નાની બીમારીઓ સાથે સંક્રમિત થાય નહીં

Advertisement

ફુલાવર ની અંદર કેલેરી ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે પરંતુ તેની અંદર પ્રોટીન ઘણું બધું હોય છે આ સિવાય આપણા શરીર માટે જરૂરી પોષક તત્વો અને ખનીજ તત્વો ફુલાવર માંથી આપણે મળી આવે છે. – Fulavar na Fayda in Gujarati.

એક કાચી ફુલાવર કે જેનો અંદાજિત વજન 128 ગ્રામ હોય તેની અંદર નીચે મુજબના તત્વો હોય છે

  • વિટામિન સી – 77%
  • ફાસ્ટફોરસ – દરરોજ હવામાન 4%
  • મેગનીજ – 8%
  • વિટામિન કે – 20%
  • ફોલેટ – 14%
  • વિટામિન બી 6 – 11%
  • પોટેશિયમ – 9%
  • કેલોરી – 25
  • મેગ્નનીશિયમ – 4%
  • પેટોથેનિક એસિડ (પેન્ટોથેનિક એસિડ) – 7%

ફુલાવર ના ફાયદા | Fulavar na Fayda in Gujarati

પાચનતંત્ર માટે ફાયદાકારક છે

આપણે ઉપર જાણ્યું કે એક 128 ગ્રામ ફુલાવર ની અંદર વિવિધ પોષક તત્વો છે આ સિવાય જો તમે 100 ગ્રામ ફુલાવર લાવ્યા છો તો તેની અંદર પાણીનું પ્રમાણ 92 ગ્રામ હોય છે જેના કારણે આપણા શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે

તેમજ તેની અંદર સારા પ્રમાણમાં ફાઇબર રહેલ છે જે ત્વચાની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક છે તેમજ તેની અંદર ગ્લુકોસાઇનોલેટ્સનામો નું પદાર્થ હોય છે જે આપણી પાચન ક્રિયાને ખૂબ જ સારી કરે છે

વજન ઉતારવામાં મદદ કરે છે

એ જાણીને આશ્ચર્ય ચકિત થઈ શકે ફુલાવર ની અંદર રહેલ સલ્‍ફોફોરાફેન, વિટામિન સી અને ફોલેટ હોય છે તેમજ ફુલાવર ની અંદર કેલેરી ખૂબ જ ઓછી હોય છે જેથી તે તમને વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે

તેમજ તેની અંદર રહેલા તત્વો ભૂખ વધારવાના હોર્મોન્સ પર કામ કરે છે અને તમને વારંવાર ભૂખ લાગતી નથી આ સિવાય તેની અંદર ઓમેગા- 3s પણ હોય છે જે લેપ્તીન વધારે છે અને લેપ્તીન એવું હોર્મોન છે જે ચયાપચયની ક્રિયામાં ફાયદો કરે છે અને આપણા શરીરનું વજન વધતાં રોકે છે તો તમે પણ વજન ઓછું કરવા ઇચ્છો છો તો તમારા ખોરાકમાં ફુલાવર ઉમેરવી જોઈએ.

હૃદય માટે ફાયદાકારક છે

ફુલાવર ના ફાયદા ની વાત કરીએ તો તેની અંદર રહેલ સલ્ફુરાફેન રક્ત પ્રવાહ એ નિયંત્રણ કરવા માટે મદદરૂપ થાય છે તેમજ તેની અંદર રહેલ ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં મદદ કરે છે

મસ્તિષ્ક માટે ફાયદાકારક છે

એની અંદર કોલીન( choline ) નામનું એક ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે તે એક પ્રકારનું વિટામીન બી છે જે આપણા મસ્તિષ્ક ના સ્વાસ્થ્ય માટે તેમજ તેના વિકાસ મા મદદ કરે છે તેમજ તે અલ્ઝાઇમર જેવા રોગોને પણ દૂર રાખવામાં મદદ કરે છે – Fulavar na Fayda.

કિડની માટે ફાયદાકારક છે

ફુલાવર ની અંદર ફાઈટોકેમિકલ્સ હોય છે છે આપણા શરીરની અંદર ખરાબ તત્વો ને દૂર કરવામાં મદદ કરે છે આ સિવાય તેમાં રહેલ પોટેશિયમ અને વિટામિન સી આપણા કિડની માટે ફાયદાકારક છે અને તે આપણું વજન ઓછું કરવામાં પણ ફાયદો કરે છે

જો આપણું વજન વધુ હશે તો આપણો કિડની પર વધુ જોર પડે છે તેમજ ઘણા લોકોને પથરી કે બીજી બીમારીઓમાં ફુલાવરનું સેવન કરવાની મનાઈ કરવામાં આવે છે તો આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ લીધા પછી જ ફુલાવરનું સેવન કરવું

હાડકા મજબુત કરે છે

જો આપણા શરીરમાં હાડકા કમજોર હશે તો વારંવાર ફેકચર અને હાડકાંને લગતી સમસ્યાઓ થઈ શકે છે જ્યારે ફુલાવર ની અંદર કેલ્શિયમ અને વિટામિન કે હોય છે જે આપણાં હાડકાંને મજબૂત કરે છે અને આવી સમસ્યાઓથી દૂર રહેવામાં મદદ કરે છે

સ્કિન માટે ઉત્તમ છે – cauliflower Health benefits in Gujarati

 જો તમે તમારી સ્કિનને સુંદર અને સ્વસ્થ રાખવા ઈચ્છો તો તે કાર્યમાં ફુલાવર ની અંદર રહેલ વિટામિન સી ખૂબ જ મહત્વનો ફાયદો કરે છે

સમય જતા સ્કિનમાં થતી કરચલીઓ પણ રોકવામાં ફુલાવર મદદ કરે છે તેમજ તેની અંદર રહેલ એન્ટિઓક્સિડન્ટ આપણા સ્કિન માટે હાનિકારક ફ્રી રેડિકલ્સથી બચાવે છે. cauliflower Health benefits in Gujarati.

ફુલાવર થી થતા નુકસાન

ફુલાવર ની અંદર અમુક એવા કાર્બોહાઇડ્રેટ હોય છે જે પાચનક્રિયામાં સરખી રીતે પચતા નથી અને તેના પરિણામ એ દુર્ગંધયુક્ત ગેસ ની સમસ્યા થાય છે

તેની અંદર પ્યુરીન નામનુ તત્વ હોય છે જો તમે તેનું વધારે સેવન કરો છો તો તેના કારણે યુરિક  એસીડ નું નિર્માણ થાય છે અને સમય જતાં તે પથરીની સમસ્યા ઉત્પન્ન કરી શકે છે.

ફુલાવર ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

ફુલાવર ખાવાથી શું ફાયદો થાય છે?

પ્રમાણસર અને અડધી પકવેલી ફુલાવર ખાવાથી ડાઈઝેશન સારું રહે છે, હૃદય સ્વસ્થ રહે છે, મગજ સ્વસ્થ રહે છે, ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે.

ફુલાવર ના કેટલા પ્રકાર હોય છે?

ફુલાવર ના ત્રણ પ્રકાર હોય છે. ફૂલ ગોબી, ગાંઠ ગોબી, અને પત્તા ગોબી.

ફુલાવર ને અંગ્રેજી માં શું કહેવાય?

ફુલાવર ને અંગ્રેજીમાં cauliflower  કહેવાય છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

સંતરા ના ફાયદા | સંતરા નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ | Santra na fayda in Gujarati | Orange health benefits in Gujarati

અંજીર ના ફાયદા | અંજીર નો ઉપયોગ ઘરેલું ઉપચારમા કરવાની રીત | Anjir Na Fayda in Gujarati | Anjir Health benefits in Gujarati

અખરોટ અને બદામ માથી કયું ડ્રાયફ્રૂટ સૌથી વધુ ફાયદાકારક છે?

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement