Gajar delight banavani recipe | ગાજર ડીલાઈટ બનાવવાની રેસીપી

aaje aapne Gajar delight ગાજર ડીલાઈટ banavata shikhie
Image credit – Youtube/My Lockdown Rasoi
Advertisement

મિત્રો ગાજર માંથી અત્યાર સુંધી તમે ઘણી વિવિધ મીઠી, તીખી, ખારી વાનગીઓ બનાવી હસે આજ આપણે એક સોફ્ટ અને ચ્યુઈ લાગે એવી જેલી જેવી મીઠાઈ Gajar delight – ગાજર ડીલાઈટ બનાવતા શીખીશું જે બનાવી ખૂબ સરળ છે અને બાળકો ને બજાર ની જેલી ખવડાવવા કરતાં ઘરે બનાવેલી હેલ્થી અને ટેસ્ટી જેલી બનાવી ખવડાવો.

Ingredients list

  • ગાજર 500 ગ્રામ
  • ખાંડ ½ કપ
  • કોર્ન ફ્લોર ¼ કપ
  • ઘી 2 ચમચી
  • નારિયળ નું છીણ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Gajar delight banavani recipe 

ગાજર ડીલાઈટ બનાવવા સૌપ્રથમ ગાજર ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી સાફ કરી લ્યો અને ફરીથી એક વખત ધોઇ લ્યો હવે કપડા થી બિલકુલ કોરા કરી લ્યો અને ત્યારબાદ નાના કટકા કરી ભે ભાગ કરી એમાં રહેલ સફેદ ભાગ અલગ કરી લ્યો હવે કટકા ને ચારણી માં મૂકો.

હવે ગેસ પર એક મોટા વાસણમાં બે કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં કાંઠો મૂકી ગાજર વાળી ચારણી મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડાવી લ્યો. વીસ મિનિટ પછી ગેસ બંધ કરી ચારણી બહાર કાઢી લ્યો.

Advertisement

હવે ગાજરના કટકા ને થોડા ઠંડા થવા દયો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી પીસી પલ્પ બનાવી લ્યો. તૈયાર પલ્પ માં ખાંડ, કોર્ન ફ્લોર અને એક કપ પાણી નાંખી ફરીથી જાર નું ઢાંકણ બંધ કરી બરોબર પીસી મિક્સ કરી લ્યો.

ત્યારબાદ ગેસ પર કડાઈમાં પીસેલા પલ્પ ને નાખી અને ગેસ મિડીયમ કરી હલાવતા રહો. મિશ્રણ ઘટ્ટ થઈ કડાઈ મૂકવા લાગે એટલે એમાં ઘી નાખી મિક્સ કરી ફરી મિશ્રણ ને બીજી પાંચ થી દસ મિનિટ ચડાવી લ્યો અથવા મિશ્રણ ઘટ્ટ થઈ સેટ થઈ શકે ત્યાં સુંધી ચડાવી લ્યો.

હવે ગ્રીસ કરેલ મોલ્ડ માં તૈયાર મિશ્રણ ને નાખો અને એક સરખું ફેલાવી લ્યો ત્યાર બાદ ફ્રીઝ માં એક કલાક સેટ થવા મૂકો. કલાક પછી મોલ્ડ બહાર કાઢી ડીમોલ્ડ કરી લ્યો અને મનગમતા આકાર માં કાપી કટકા કરી લ્યો અને તૈયાર કટકા ને નારિયળ ના છીણ થી કોટિગ કરી લ્યો અને ડબ્બા માં ભરી ફ્રીઝ માં મૂકી મજા લ્યો ગાજર ડીલાઈટ.

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

 

Advertisement