ગાજર નું સેવન કરવાના 10 ફાયદા – Gajar na fayda

Gajar na fayda in Gujarati - Gajar Health Benefits in Gujarati - Gajar Benefits in Gujarati - Gajar na fayda - ગાજર ના ફાયદા
Gajar na fayda in Gujarati
Advertisement

ઠંડી થોડા દિવસો ની અંદર આવી રહી છે અને એકદમ તાજા ગાજર બજાર ની અંદર આવવાના શરુ થઇ જશે તો આજે અમે તેજ ગાજર વિષે કેટલીક મહત્વની માહિતી તમને જણાવીશું તો ચાલો જાણીએ, ગાજર ના ફાયદા, Gajar na fayda in Gujarati, Gajar Benefits in Gujarati,Health benefits of Gajar.

Gajar na fayda in Gujarati – ગાજર ના ફાયદા 

આપણે ગાજર નો ઉપયોગ આપણે રોજીંદા જીવન માં સલાડ, જ્યુસ, અથાણું, ગાજર નો હલવો એ સિવાય ઘણીબધી રીતે તેનું સેવન કરીએ છીએ,

તો તમને જણાવી દઈએ કે તેની અંદર પોષકતત્વો ખુબજ પ્રમાણમાં હોય છે વિટામિન્સ ની વાત કરીએ તો તેની અંદર વિટામીન એ, વિટામીન સી, વિટામીન કે, પોટેશિયમ અને આયર્ન હોય છે.

Advertisement

જો તમે ગાજર નું સેવન કરો છો તો તમને ફક્ત તેના તત્વો નો લાભ જ નહિ પરંતુ કેટલી બધી બીમારીઓ માં પણ લડવા માટે મદદ કરે છે.

તેની અંદર એન્ટીઓક્સીદ્ન્ત હોય છે જે ડાયાબીટીસ અને કેન્સર જેવી બીમારીઓ થવાના જોખમ પણ ઘટાડે છે.

ગાજર આપણા હ્રદય ને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તેનું જ્યુસ કે સલાડ તમારા પાચનતંત્ર ને પાચન ક્રિયા માં પણ મદદ કરે છે.

વાળ માટે

તેની અંદર રહેલ ખનીજ તમારા વાળ ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તેમજ પ્રોટીન, આયર્ન, વિટામીન સી તમારા વાળ ના સ્વાસ્થ માટે ફાયદાકારક છે અને તમારા વાળ જડપથી વધશે( Gajar Benefits in Gujarati ).

હ્રદય માટે ફાયદાકારક

આપણા શરીર નું કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં ગાજર મદદ કરે છે તેમજ તેનું જ્યુસ પીવાથી/ ગાજર નું સેવન કરવાથી લિપિડ પેરોક્સિડેશન ના પ્રભાવ ને ઓછો કરી સકાય છે.

આપણા હાડકા ને મજબુત કરે છે

એક રીસર્ચ મુજબ ગાજર અને પાલક નું પોતાની ડાયટ માં સેવન કરેલુ તેમના શરીર નું મિનરલ બોન ડેન્સીટી બીજા વ્યક્તિઓ કરતા સારું હતું.

વજન ઓછુ કરવામાં મદદ કરે છે

સામાન્ય રીતે જયારે કોઈ પણ વ્યક્તિ વજન ઓછુ કરવાની વાત કરે ત્યારે તેને ફાયબર યુક્ત શાકભાજી નું સેવન કરવાનું કહેવામાં આવે છે જેમાં ગાજર પણ આવી જાય છે.

તે ભોજન ને ધીમે ધીમે પચાવવામાં મદદ કરે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલ હોવાનો આભાસ કરાવે છે

જેથી વ્યક્તિ ઓછુ ભોજન લે છે અને તેની અંદર કેલેરી ખુબજ ઓછા પ્રમાણમાં હોય છે વજન ઓછુ કરવામાં મદદ મળે છે ( Gajar Benefits in gujarati )

સનબર્ન થી બચાવે છે

તમેમને તડકા માં ફરવાથી સનબર્ન ની સમસ્યા થઇ જતી હોય તો જ્યાં સનબર્ન થયું હોય ત્યાં ઠંડા ગાજર નું જ્યુસ લગાવી શકાય છે

તેવું કરવા પાછળ નું મુખ્ય કારણ તેની અંદર રહેલ વિટામીન સી છે જે એન્ટીઓક્સીદ્ન્ત નું કામ કરે છે અને સૂર્ય પ્રકાશ થી ચામડી ને થતું નુકશાન થી બચવામાં મદદ કરે છે( Health benefits of Gajar ).

આંખો ને ફાયદો કરે છે

ગાજર ની અંદર બીટા-કોરોટીન નામનું એક ઓર્ગેનિક પીગમેન્ટ હોય છે જે ગાજર ની અંદર ખુબજ પ્રમાણમાં હોય છે, ઉમર થતા આંખો ની નબળાઈ માં બીટા-કોરોટીન ખુબજ ફાયદો કરે છે,

તેમજ વિટામીન સી અને બીજા ખનીજ તત્વો આપણી આખો ને ફાયદો કરે છે( Gajar na fayda in Gujarati ).

પાચનતંત્ર ને ફાયદો કરે છે

આપણા પેટ ને જરૂરી ફાઈબર ગાજરની અંદર થી મળી રહે છે જે પાચનક્રિયા ને સારી કરે છે અને ભોજન સારી રીતે પચે છે માટે ભોજન સાથે પણ તમે તેનું સીધું સેવન પણ કરી શકો છો( Health benefits of Gajar ).

Gajar na fayda – ગાજર ની અંદર એન્ટીએજિંગ ગુણો છે

એક શોધ મુજબ આપણા શરીર પર ઉમર ની અસર 80% યુવી કિરણો ને કારણે થાય છે ત્યારે ગાજર ની અંદર રહેલ બીટાકેરોટીન એ આ યુવી કિરણો થી આપણી ચામડી ને રક્ષાણ કરવામાં મદદ કરે છે( Gajar na fayda ).

ગાજર નું જ્યુસ

જો તમે ગાજર નું જ્યુસ પીવો છો તો પણ તમને ફાયદો થાય છે, 240ml ગાજર ના જ્યુસ ની અંદર નીચે મુજબ ના ન્યુટ્રીશન હોય છે.

  • કેલરી: 96
  • પ્રોટીન: 2 ગ્રામ
  • ચરબી: 1 ગ્રામથી ઓછી
  • કાર્બ્સ: 22 ગ્રામ
  • સુગર: 9 ગ્રામ
  • ફાઈબર: 2 ગ્રામ
  • વિટામિન એ (પ્રોવિટામિન એ તરીકે): દૈનિક મૂલ્યના 255% (ડીવી)
  • વિટામિન સી: ડીવીનો 23%
  • વિટામિન કે: ડીવીનો 31%
  • પોટેશિયમ: ડીવીનો 15%

ગાજર થી થતા નુકશાન

આપણે ગાજર ના ફાયદા તો ઘણા જોયા પરંતુ કેટલાક નુકશાન વિશે પણ માહિતી આપીએ તો ચાલો જોઈએ તેના નુકશાન

તમે ગાજર નું જ્યુસ બનાવીને રાખી ડો છો અને તે વ્યવસ્થિત રીતે પ્રિઝર્વ થતું નથી તો તમને પેટ નો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ઉલ્ટી જેવી સમસ્યાઓ થઇ શકે છે.

ઘણા વ્યક્તિઓ ને નાક બંધ થઇ જવું, છીંકો આવવી, આંખો લાલ થઇ જવી, નાક અને આંખ ની અંદર ચર આવવા ની સમસ્યા થઇ શકે છે તેની પાછળ નું કારણ પોલેન એલર્જી છે અને તે ગાજર ના કારણે થઇ શકે છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

માથા નો ખોડો દુર કરવાના 13 અલગ અલગ ઘરગથ્થું ઉપાય

એસીડીટી થવાના કારણો અને એસીડીટી દુર કરવાના ૧૩ ઘરગથ્થું ઉપચાર

મીઠા લીમડા નું જ્યુસ ના ફાયદા(kadi patta benefits)

મધ અને લીંબુ નું સેવન કરવાના પાંચ ફાયદા

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement