ગરમ મસાલો બનાવવાની રીત | ghare garam masalo banavani rit

ગરમ મસાલો બનાવવાની રીત રેસીપી - garam masala banavani rit gujarati ma -garam masalo banavani rit - garam masala banavani recipe
Image credit – Youtube/Chef Ranveer Brar
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Chef Ranveer Brar YouTube channel on YouTube આજે આપણે ગરમ મસાલો બનાવવાની રીત શીખીશું. આમ તો દરેક વાનગી માટે બીજા અલગ અલગ ગરમ મસાલા મળતા હોય છે પણ આજ આપણે બધીજ વાનગીમાં નાખી શકાય એવો ગરમ મસાલો બનાવવાની રેસીપી બનવતા શીખીશું, garam masalo banavani rit, Garam masala recipe in gujarati,garam masala banavani rit recipe gujarati ma. ઘરે ગરમ મસાલા બનાવવા નીચે મુજબ સામગ્રી જોઈશે

ગરમ મસાલો બનાવા જરૂરી સામગ્રી | garam masalo banava jaruri samgri

  • સૂકા આખા ધાણા 1 કપ
  • સફેદ જીરું 3 ચમચી
  • શાહી જીરું 1 ચમચી
  • મોટી એલચી 2-3 / પથર ફૂલ 1
  • મરી 2 ચમચી
  • તજનો નાનો ટુકડો 1
  • નાની એલચી 8-10
  • લવિંગ 7-8
  • સ્ટાર ફૂલ 1
  • જવેત્રી 2
  • તમાલપત્ર 2 મોટા પાન
  • બેડકી લાલ મરચા / રેશમ પટ્ટો/ કાશ્મીરી 3-4 (ઓપીશનલ છે)
  • મીઠું ½ ચમચી
  • શિયાળામાં એમાં જામફળ ½
  • ઉનાળામાં એમાં વરિયાળી 1 ½ ચમચી

ગરમ મસાલો બનાવવાની રીત | garam masalo recipe in gujarati | garam masala banavani rit gujarati ma

ઘરે ગરમ મસાલા બનાવવા માટે સૌ પ્રથમ બધા મસાલા ને બરોબર સાફ કરી લેવા

બધા મસાલાને ડ્રાય રોસ્ટ (સૂકા શેકવા) ના છે પણ શેકતી વખતે ધ્યાન રાખવું કે મસાલા વધારે ના શેકાઈ માત્ર 60-70% જ શેકવા ના છે

Advertisement

હવે ગેસ પર જાડા તળિયાવાળી કડાઈ ને ગરમ કરો એમાં સૌ પ્રથમ સૂકા આખા ધાણા નાખી હલાવતા રહી ધીમા તાપે બે ત્રણ મિનિટ શેકી લ્યો શેકેલા ધાણા ને એક થાળીમાં કાઢી ઠંડા થવા દયો

ત્યારબાદ એજ કડાઈમાં સફેદ જીરું ને શાહી જીરું લઈ બે  મિનિટ હલાવતા થી શેકો જીરું શેકાઈ જાય એટલે એને ધાણા વારી થાળીમાં કાઢી લ્યો ને ઠંડા થવા દયો

હવે એજ કડાઈમાં મોટી એલચી (પથર ફૂલ)(બને માંથી એક લેવુ, મરી, તજનો નાનો ટુકડો, નાની એલચી, લવિંગ, સ્ટાર ફૂલ, જવેત્રી, તમાલપત્ર પાન ને મીઠું નાંખી ધીમા તાપે ત્રણ ચાર મિનિટ શેકો બધું બરોબર શેકાઈ જાય એટલે એને પણ થાળીમાં કાઢી લ્યો ને ઠંડુ થવા દયો

ત્યારપછી બેડકી લાલ મરચા / રેશમ પટ્ટો/ કાશ્મીરી (ઓપીશનલ છે) ને પણ બે ત્રણ મિનિટ શેકી ને થાળીમાં કાઢી લ્યો

બધા જ શેકેલા મસાલા ને બરોબર ઠંડા થવા દયો મસાલા ઠંડા થાય એટલે જો શિયાળા માં ગરમ મસાલો બનવતાં હો તો એમાં અડધું જાયફડ શેકી ને ઠંડુ કરી નાખવું (જાયફળ ની તાસીર ગરમ હોવાના કારણે શિયાળામાં મસાલા સાથે નાખવો જોઈએ)

હવે બધા મસાલા ને મિક્સર જાર માં લઇ ને પીસી લ્યો તો તૈયાર છે શિયાળાનો ગરમ મસાલો

જો ઉનાળા માં મસાલો બનાવતા હો તો બધા શેકેલા મસાલા માં શેકેલી કાચી વરિયાળી નાખો ( વરિયાળીની તાસીર ઠંડી હોવાના કારણે e ઠંડક આપે એથી ઉનાળામાં મસાલા સાથે નાખવી જોઈએ ) મિક્સ મસાલા ને મિક્સર જારમાં લઈ પીસી લ્યો તો તૈયાર છે ઉનાળા નો ગરમ મસાલો

આમ ઘરે તૈયાર કરેલા મસાલા તમે મહિનાઓ સુધી વાપરી શકો છો

garam masalo banavani rit | ગરમ મસાલો બનાવવાની રેસીપી | garam masala banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Chef Ranveer Brar ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ખોબા રોટી બનાવવાની રીત | khoba roti banavani rit | Khoba roti recipe in gujarati

બાજરી ના લોટ ના ઢેબરા બનાવવાની રીત | bajri ni lot na dhebra banavani rit | Bajra methi thepla banavani rit | Bajri na thepla Recipe in Gujarati

કાજુ કરી બનાવવાની રીત | કાજુ કરી રેસીપી | kaju kari banavani rit | kaju kari recipe in gujarati

પાલક પનીર બનાવવાની રીત | palak panir banavani rit | palak panir recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement