આજ ના આર્ટીકલ ની અંદર અમે માહિતી લાવ્યા છીએ ગરમ પાણી પીવાના ફાયદા, વિવિધ સમસ્યાઓ મા ગરમ પાણી પીવાની રીત, garam pani na fayda , health benefits of drinking hot water in Gujarati.
Table of contents
પાણી જીવમાત્રનું જ નહિ પરંતુ વનસ્પતિ ઈત્યાદી નું જીવન છે. પાણી વડે જ સઘળી સૃષ્ટિ નભી રહી છે. આમ છતાય પીવાના પાણીનો પ્રશ્ન ઘણો અગત્યનો અને મૂંઝવનારો છે. આપણા શરીર માટે હવા પછી બીજી જરૂરીયાત શુધ્ધ પાણી ની છે. શરીર માં પોષણ અને રક્ષણ માટે ખાદ્ય પદાર્થો ઉપરાંત પાણી, અને પેય પદાર્થોની પણ એટલી જ જરૂર છે.ખોરાક વગર લાંબો સમય ચલાવી શક્ય પરંતુ પાણી વગર લાંબો સમય ચલાવી શકતું નથી. મનુષ્ય ના શરીર માં ૭૦% જેટલું પાણી હોય છે. મનુષ્ય ના આરોગ્ય માટે પાણીનું ખુબ જ મહત્વ છે.
વૈજ્ઞાનિક મત પ્રમાણે પાણી ના બે પ્રકાર છે, સખત પાણી અને નરમ પાણી જે પાણી માં ખનીજ ક્ષારો વધારે પ્રમાણ માં ભળેલા હોય છે તેને ‘સખત’ પાણી કે ‘કઠણ’ પાણી કહેવાય છે. તેનો સ્વાદ ખારાશ પડતો કે ફિક્કો હોય છે. જે પાણીમાં ક્ષર તત્વો ભળેલા હોતા નથી કે એકદમ ઓછા હોય છે તેને ‘નરમ’ પાણી કહેવાય છે. તેનો સ્વાદ મીઠો કે મધુર હોય છે.
પાણીને શુદ્ધ કરવા માટે તેને કોલસા, રેતી, અને કાંકરામાથી પણ પસાર કરવામાં આવે છે. આ રીતે પાણી ચોખ્ખું બને છે. પરંતુ કાચા પાણી કરતા ઉકાળેલું પાણી જલ્દી પચે છે. ઉકાળેલા પાણીમાં વૈદકીય ગુણ લાવવા માટે તેમાં લવિંગ કે સુંઠ જેવા પદાર્થો પણ નાખી શકાય છે. ઉકાળેલું અને તેને થાળું કરીને પીનાર વ્યક્તિને વાયુ, મંદાગ્ની, શરદી વગેરે ભાગ્યે જ થાય છે. ઉકાળીને બળતા બળતા ચોથા ભાગનું વધેલું પાણી પીવું ઉત્તમ મનાય છે.
ઉકાળ્યા વગરનું સાદું પાણી બે પહોરે, ઉકાળ્યા પછી ઠંડુ કરેલું પાણી એક પહોરે, અને ઉકાળેલું સહેજ ગરમ પાણી અડધા પહોરે પચે છે.
Garam pani na fayda | ગરમ પાણી પીવાના ફાયદા
અજીર્ણ થી મોઢું ચીકણું રહેતું હોય, ખાટા ઓડકાર આવતા હોય,વારંવાર ચીકણા પાતળા ઝાડા થતા હોય અને પેટમાં ચૂંક લગતી હોય તેવી બધી સમસ્યાઓમાં ફક્ત સાદું કે ગરમ પાણી પીવામા આવે તો તરતજ રાહત થાય છે.
દરરોજ સવારે ઉઠીને ગરમ પાણી પીવાથી પેશાબ સબંધિત દરેક સમસ્યા દૂર થાય છે. જેમકે, પેશાબ કરતી વખતે પીડા થવી, વગેરે જેવી સમસ્યા માંથી છુટકારો મળે છે.
ગરમ પાણી અને લીંબુ તેમજ મીઠું નાખી સવારે પીવાથી ઝાડો કે મરડો થયો હોય કે ઝાડામાં ચીકાશ પડતી હોય તેવા દર્દીઓનો આમ અને ચીકાશ દૂર થાય છે, તેમજ ઝાડા અને મરડો મટે છે.
ગરમ પાણી ની નાસ અથવા બાફ લેવાથી શરીરે પરસેવો વળે છે, શરીર હલકું ફૂલ થાય છે અને તાવ નું શમન થાય છે, તેનાથી શરદી અને માથાના દુખાવામાં પણ રાહત થાય છે.
અવાડું ફૂલવું, મોઢું આવવું, દાંતની પીળા થવી, વગેરે મોઢાના દર્દોમાં ગરમ પાણીના કોગળા કરવાથી ફાયદો થાય છે.
ગરમ પાણી પીવાના ફાયદા જો તમે કબજીયાત અને ગેસ ની સમસ્યાથી પરેશાન વ્યક્તિઓએ દરરોજ સવારે ઉઠી ને અને રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ખુબ જ ફાયદો થાય છે.
દરરોજ સવારે એક ગ્લાસ ગરમ પાણી પીવાથી શરીર માં લોહીનું પરિભ્રમણ તેજ થઇ જાય છે સાથે સાથે શરીર નું તાપમાન વધે છે અને પસીનો વડે છે અને પસીનો થવાથી આપણા શરીર ના ઝેરી પદાર્થો પસીના દ્વારા બહાર નીકળી જાય છે.
ગરમ પાણી પીવાની રીત
જો તમારી પાચન શક્તિ નબળી છે તો સવારે ભૂખ્યા પેટે અને રાત્રે જમ્યા પછી એક ગ્લાસ ગરમ પાણી પીવો થોડાક જ દિવસ માં પાચન ને લગતી તમામ સમસ્યાઓ દૂર થઇ જશે.
ત્વચા ને ચમકદાર બનાવવા માગો છો તો દરરોજ સવારે ઉઠી ને એક ગ્લાસ નવસેકા પાણી માં અડધું લીંબૂ નાખીને પી જાઓ.
ઘણી વખત એવું થાય છે કે કઈ પણ જમ્યા વગર જ પેટ ભરેલું ભરેલું લાગતું હોય, ત્યારે એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબૂ નો રસ, કળા મરી, અને મીઠું નાખીને પીવાનું રાખો. આ મિશ્રણ વાળું પાણી પીવાથી પેટમાં ભારે ભારે લાગશે નહિ અને ભૂખ પણ લાગશે.
માસિકધર્મ દરમિયાન જયારે ખુબ જ પીડા થતી હોય છે ત્યારે ગરમ પાણી પીવાથી રાહત મળે છે. એક ગ્લાસ ગરમ પાણી માં અડધી ચમચી હળદર નાખીને પીવાથી ખુબ જ ફાયદો થાય છે જેમકે, કોલેસ્ટ્રોલ લેવલ સારું રહે છે, પાચનશક્તિ મજબૂત બને છે, શરીર માં શુગર બેલેન્સ રહે છે, ત્વચા માં નિખાર આવે છે, વગેરે.
ગરમ પાણી અને મધ પીવાથી પણ ઘણા બધા લાભો થાય છે.
ચહેરા પરના ડાઘ,ધબ્બા, ખીલ આ બધી સમસ્યા શરીર માં પાણી ની ઉણપ ના લીધે જ હોય છે. શરીર માં પુરતું પાણી ના હોવાને કારણે જ આ બધી સમસ્યાઔ થાય છે. દરરોજ નિયમિત રીતે આંખો દિવસ નવસેકું પાણી પીવાથી આ બધી સમસ્યા માંથી સમય જતા છુટકારો મળી જશે.
ગરમ પાણીમાં લીંબૂ અને મધ નાખીને પીવાથી શરીર ની રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે અને સાથે સાથે વજન પણ છો થાય છે.
જો તમે નિયમિત રીતે દરરોજ ગરમ પાણી પીવો છો તો તમને ભવિષ્ય માં ક્યારેય કોઈ પરેશાની થશે નહિ અને હાડકા મજબૂત બનશે.
ગરમ પાણીના નિયમિત સેવન થી ચહેરા પર જલ્દી કરચલીઓ પડતી નથી અને ચહેરા પર નિખાર આવે છે.
સોફ્ટ ડ્રીન્કસ ની જગ્યા એ નવસેકું પાણી પીવાથી શરીરને જલ્દી એનર્જી મળે છે.
ગરમ પાણી પીવાથી થતા નુકસાનો
વધારે ગરમ પાણી પીવાથી શરીર ના આંતરિક અંગોને નુકસાન થઇ શકે છે કેમ કે ગરમ પાણી નું તાપમાન અને આપણા શરીર નું તાપમાન બન્ને અલગ અલગ હોય છે.
જરૂરિયાત થી વધારે ગરમ પાણી પીવાથી કીડની ખરાબ થઇ શકે છે.
જો તરસ લાગી ના હોય તો કારણ વગર ગરમ પાણી પીવું નહિ.
લોકો ને ગરમ પાણી ને સંબંધિત મુજ્વતા પ્રશ્નો
ગરમ પાણી પીવાથી ઘણા બધા લાભો થાય છે. જેમકે વજન ઘટાડી શકાય છે, શરદી અને તાવ માં રાહત થાય છે, વાળ માટે ફાયદા કારક સાબિત થાય છે, કબજિયાત ની સમસ્યા દૂર થાય છે, ગેસ નથી થતો, ત્વચા ચમકીલી રહે છે વગેરે.
એક દિવસ માં દરેક સામાન્ય વ્યક્તિએ વધારેમાં વધારે ૮ થી ૧૦ ગ્લાસ પાણી પી જવું જોઈએ.
કફ ની સમસ્યા માં એક સરળ ઉપાય જ ગરમ પાણી છે. ગરમ પાણી પીવાથી ફેફસાં માં જમા થયેલો કફ બહાર નીકળી જાય છે.
સવારે ઉઠીને ૧ થી ૨ ગ્લાસ ગરમ પાણી શકાય. આયુર્વેદ મુજબ સવારે ખાલી પેટે ગરમ પાણી પીવાથી શરીર ડીટોકસ થાય છે અને કબજિયાત ની સમસ્યા માંથી છુટકારો મળે છે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો
માટલાનું પાણી પીવાના ફાયદા | Matla nu pani pivana fayda in Gujarati
ફાલસા ના ફાયદા | ફાલસા નો શરબત બનાવવાની રીત | phalsa na fayda
મોસંબી ખાવાના ફાયદા અને ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | mosambi na fayda
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે