ગરમાળા ના ફાયદા | ગરમાળા ની શીંગ નો ઉપયોગ | ગરમાળા નો ઉપયોગ

ગરમાળા ના ફાયદા - ગરમાળા ની શીંગ નો ઉપયોગ - ગરમાળા નો ઉપયોગ - ગરમાળા ની સિંગ - garmala ni sing uses in gujarati - amaltas benefits in gujarati - garmala na fayda
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર માહિતી ગરમાળા વિશે લાવ્યા છીએ જેમાં વાંચો ગરમાળા ના ફાયદા ,ગરમાળા ની સિંગ – ગરમાળા ની શીંગ નો ઉપયોગ , ગરમાળા નો ઉપયોગ,garmala na fayda, garmala ni sing uses in gujarati, amaltas benefits in gujarati

ગરમાળો | Garmala | Amaltas

નાના પાંદ વાળું મોટું ઝાડ થાય છે. તેના પર આવળનાં જેવા પીળા પણ ગુચ્છાદાર ફૂલો થાય છે. વસંત ઋતુમાં આ ઝાડ આખું પીળા સોનેરી રંગના ફૂલોથી છવાયેલું અત્યંત આકર્ષક લાગે છે તેના પર એક હાથ લાંબી સીંગો આવે છે. તેના માં ચીકણો ગર્ભ કાળા રંગનો હોય છે તે દવામાં ઉપયોગ થાય છે. ખાસ કરીને વિરેચન માટે વપરાય છે. બાળક, સગર્ભા સ્ત્રી વગેરે નાજુક પ્રકૃતિ વાળા ને હલકો પણ સારો જુલાબ લાવી પેટ સાફ કરે છે. સેવીસ ની પીડા દૂર કરવા માટે સાંધા પર લગાવવામાં આવે છે, કાકડા વધીને દુઃખાવો થાય ત્યારે તેની છાલને પાણીમાં ઉકાળી તેના કોગળા કરવાથી આરામાં થાય છે. તેને હિન્દીમાં અમલતાસ કહેવાય છે.

ગરમાળા ની છાલ, મૂળ, અને ખાસ કરીને તેની સીંગો ઉપયોગી ભાગ તરીકે વાપરવામાં આવે છે.

Advertisement

ગરમાળા ના ફાયદા અર્દિત ની સમસ્યા મા :-

આ એક પ્રકાર નો વાયુ એટલેકે ગેસ ને કારણે થતો રોગ છે. તેમાં દર્દીનું મોઢું કે અંગ વાકું થઇ જાય છે વળી જાય છે. ગરમાળા ના ૧૦ થી ૧૫ પાંદડા લઈને તેને ગરમ કરીને તેની પોટલી બાંધવાથી સાંધા ના દુખાવામાં, શરીર સુન પડી ગયું હોય તેમાં, અને અર્દિત રોગમાં ખુબ જ ફાયદો કરે છે.

ગરમાળાના પાંદડા નો રસ પીવાથી પણ ફાયદો થાય છે, તેના રસ ની માલીશ કરવાથી પણ ફાયદો થાય છે,garmala na fayda.

ઉદાવર રોગ માં ગરમાળા નો ઉપયોગ :-

આતરડા સરખી રીતે કાર્ય કરતા નાં હોય ત્યારે આ રોગ ઉત્તપન્ન થાય છે. ગરમાળા ની ડાળખી ને પીસીને કાળી દ્રાક્ષ સાથે સેવન કરવાથી ફાયદો થાય છે.

પિત્તજન્ય વિકારોમાં ગરમાળા નો ઉપયોગ :-

ગરમાળા ની સિંગ ના ગર્ભ નો ઉકાળો બનાવીને તેમાં ૫-૧૦ ગ્રામ ખાટી આમલી નો પલ્પ મિલાવીને દરરોજ સવાર સાંજ પીવો.

ગરમાળા ની સિંગ ના ગર્ભનો ઉકાળો બનાવીને પીવાથી પણ ફાયદો થાય છે.

તેની સિંગ ના ગર્ભને પીસીને પેસ્ટ બનાવી લો તેને દૂધ માં નાખીને ઉકાળીને પીવાથી પિત્તજન્ય વિકારોમાં અવશ્ય લાભ થાય છે.

એલોવેરા અને ગરમાળા ની સિંગના ગર્ભને પાણી નાખી ને ઘુટી લો. પછી તેના નાના નાના લાડુ જેવા બનાવી લો. આનું સેવન કરવાથી પણ ફાયદો થાય છે.

ગરમાળા ના ફાયદા સંધિવા માં :-

સંધિવા ના દર્દમાં ગરમાળો ખુબ જ ફાયદેમંદ ઔષધી છે. ગરમાળા ની ૫-૧૦ ગ્રામ મૂળને ૨૫૦ મિલી દૂધમાં ઉકાળો. આ દૂધ નું સેવન કરવાથી સંધિવા માં લાભ થાય છે.

ગરમાળા ના પાંદડા ની ગરમ કરીને બાંધવાથી પણ ખુબ જ ફાયદો થાય છે.

સરસીયા તેલમાં ગરમાળા ના પાંદડાને પકાવી લો. સાંજે જમ્યા પહેલા આ પાંદડા નું સેવન કરવાથી લાભ થાય છે.

જોઈન્ટસ ના દુખાવામાં ગરમાળાની સિંગ ના ગર્ભ અને પાંદડાને પીસીને લેપ બનાવીને લગાવવાથી ફાયદો થાય છે.

ચાલો જાણીએ ગરમાળા ના અનેક ઔષધીય ગુણો વિષે.

ગરમાળા નો ઉપયોગ વિવિધ ઘરેલું ઉપચારમા કરવાની રીત :

garmala na fayda – ગરમાળા ના ઝાડની છાલ નો ઉકાળો બનાવીને પીવાથી અથવા તેના કોગળા કરવાથી ગળામાં થતી બળતરા, અન્નનળી માં થયેલો સોજો વગેરે મટી જાય છે.

વીછી કરડ્યો હોય ત્યારે ગરમાળા ની સિંગ ના બીજને પાણીમાં ઘસીને ડંખ વાળા ભાગ પર લગાવવાથી મટે છે.

ગરમાળા ની સિંગ ના બીજ ને પાણી માં ઘસીને ડુંટી ની આસપાસ લગાવવાથી બાળકોને પેટમાં થતા દરેક પ્રકાર ના દર્દ દૂર થઇ જાય છે.

ગરમાળાના પાંદડાને સરકામાં પીસીને લેપ બનાવીને દાદર, ખુજલી, ફોડકા વગેરે જેવા ચામડીના રોગો પર લગાવવાથી ફાયદો થાય છે. (આ પ્રયોગ ૩ અઠવાડિયા સુધી અવશ્ય કરવો )

ગરમાળા ના સરખાભાગે ધાણા લઈને તેમાં ચપટી એક કાથો મિલાવીને ચૂર્ણ બનાવીને રાખો. આ ચૂર્ણ ને અડધી ચમચી જેટલું દિવસમાં ૨-૩ વખત ચૂસવાથી મોઢાના ચાંદા મટી જાય છે.

garmala na bij – ગરમાળા ના બીજ ની ગિરીને પાણીમાં પીસીને એક પ્રકારનો ઘાટો લેપ ટીયર કરી લ્યો. આ લેપને ડુંટી ની નીચેના ભાગ પર એટલેકે પેડુ પર લગાવવાથી પેશાબ છૂટ થી આવે છે. આ પ્રયોગ આયુર્વેદમાં વર્ષોથી છૂટ થી પેશાબ આવી જાય તેના માટે કરવામાં આવે છે.

ગરમાળા ના ૧૫ થી ૨૦ પાંદડા લઈને તેનો લેપ કોઢ વાળા શરીર ના ભાગ પર લગાવવાથી અચૂક ફાયદો થાય છે અને કોઢ દ્વારા ચામડી ખરાબ થઇ ગઈ હોય છે તેને પણ પહેલા જેવી બનાવે છે.

ત્વચા પર લાલ ચકામાં થઇ ગયા હોય તો પણ ગરમાળા ના પાંદડાને પીસીને લેપ કરવાથી ફાયદો થાય છે.

ગરમાળા ના ફાયદા અને ગરમાળા ની શીંગ નો ઉપયોગ વિવિધ ઘરેલું ઉપચારમા કરવાની રીત :

ગરમાળા ના પાંદડા ને છાશ નાખીને પીસ્વાથી લેપ કરવાથી શરીર પર આવતી ખંજવાળ મટી જાય છે.

કફ થઇ ગયો હોય ત્યારે ગરમાળા ની સિંગ ના અંદર નો ગર્ભ કાઢીને તેમાં ગોળ મિલાવીને સોપારી જેટલી ગોળીઓ બનાવીને તે ચૂસવાથી કફ છૂટો થઇ જાય છે,

ત્વચા પર સોજા ચડી ગયા છે તો ગરમાળા ના પાંદડા નો રસ કાઢીને લગાવવાથી ફાયદો થાય છે.

ગરમાળા ની ૧૦ ગ્રામ સિંગ, ૬ ગ્રામ હરડે અને ૧૦ ગ્રામ કાળી દ્રાક્ષને પીસીને તેને ૫૦૦ મિલીલીટર પાણીમાં ઉકાળો જયારે પાણી નો ૧/૮ ભાગ વધે ત્યારે ઉતારીને નવશેકું રહે ત્યારે આ ઉકાળો પીવો. આ ઉકાળો હરસા, મસા,રક્તપિત્ત, નસકોરી ફૂટવી, પેશાબ છૂટ થી નાં આવતો હોય, તાવમાં ખુબજ અસરકારક સાબિત થાય છે.

ગરમાળા ની શીંગ ના ગર્ભમાં કાળી દ્રાક્ષ મીલાવીને ખાવાથી કબજીયાત થતી નથી (બન્ને ની માત્રા ૧૦-૧૦ ગ્રામ રાખવી )

ખાટી આંબલી અને ગરમાળા ના ગર્ભને પલાળીને પીસીને તેનું પાણી રાત્રે સુતા પહેલા પીવાથી પણ કબજીયાત મટી જાય છે અને પેટ સાફ આવે છે.

Garmala ni sing uses in gujarati | garmala na fayda

નાના બાળકોને ઘણી વખત શરીર પર નાની નાની ફોડલીઓ થઇ જાય છે ત્યારે ગરમાળા ના પાંદડા ને દૂધ માં નાખીને પીસીને તેનો લેપ કરવાથી અવશ્ય ફાયદો થાય છે.

બાળકોને ગેસ થઇ જાય છે કબજીયાત થઇ જાય છે ત્યારે ગરમાળા ની સિંગ ના ગર્ભ નો લેપ તેમની ડુંટી ની આસપાસ કરવાથી ગેસ છૂટો થઇ જાય છે અને કબજિયાત મટી જાય છે.

લકવાગ્રસ્ત શરીરના ભાગ પર ગરમાળા ના પાંદડા ને પીસીને તેનો લેપ કરવાથી અને માલીશ કરવાથી રાહત રહે છે.

મોઢા ના લાકવામાં ૧૦-૨૦ ગ્રામ ગરમાળાના પાંદડા ને પીસીને ચહેરા પર નિયમિત માલીશ કરવાથી તથા તે રસ પીવાથી ખુબ જ ફાયદો થાય છે.

ગરમાળા ના ફળના ૧૫-૨૦ ગ્રામ ગર્ભમાં લીલી કાળી દ્રાક્ષ નો રસ મિલાવીને પીવાથી પેટ એકદમ સાફ આવે છે.

ફાટેલી એડીઓ માં/ પગના ચીરામાં ગરમાળા ના પાંદડા ની પેસ્ટ બનાવીને લગાવવાથી લાભ થાય છે.

સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવા ગરમાળા ના પાંદડાને દૂધમાં વાટીને લગાવવાથી અચૂક ફાયદો થાય છે.

Amaltas benefits in gujarati | ગરમાળા ના ફાયદા | garmala na fayda

ડાયાબીટીશ માં ગરમાળાના ૧૦ ગ્રામ પાંદડાને ૪૦૦મિલિ પાણીમાં ખુબજ ઉકાળો ૧/૪પાણી બાકી રહે એટલે પછી તે ઉકાળો પીવો. નિયમિત પીવાથી દયાબીતીશમાં ખુબ જ રાહત મળે છે.

શેરડીનો રસ અથવા આમળાનો રસ આ બન્ને ને ગરમાળા ની સિંગ ના ગર્ભમાં નાખીને દીવાસ્માબે વખત કમળા ના દર્દીને પીવડાવવાથી ખુબ જ ફાયદો થાય છે.(શેરડી અને આમળા ના રસ બરાબર જ ગર્ભ ની માત્રા રાખવી )

ગરમાળાના મુળિયા ને પાણીમાં નાખીને ઉકાળો બનાવીને તે ઉકાળા ના કોગળા કરવાથી કાકડા મટી જાય છે.

શરીરના કોઈપણ બાહ્ય ભાગ પર બળતરા થતી હોય ત્યારે ગરમાળા ની ૧૦-૧૫ ગ્રામ મૂળ ને દુધ્માંનાખીને ઉકાળી લો. પછી તેને ઠંડી થઇ જાય પછી પીસીને લેપ કરવાથી બળતરા શાંત થઇ જાય છે.

ગરમાળો, ચમેલી અને કરંજ ના પાંદડા માં ગૌમૂત્ર નાખીને પીસી લો. વાગેલા ઘાવ/જખમ પર આ લેપ લગાવવાથી મટી જાય છે અને તરત જ રૂઝ વળી જાય છે.

ગરમાળા ના પાંદડા ને દૂધ નાખીને પીસીને લેપ લગાવવાથી પણ ઘાવ મટી જાય છે અને રૂઝ ઝડપ થી આવી જાય છે.

ગરમાળા ના નુકસાન :-

garmada – ગરમાળા ની કોઈપણ ઔષધીય પ્રયોગ નો લાંબા સમય સુધી ઉપયોગ કરવો નહિ. બીમારી દૂર થઇ જાય છે તો પ્રયોગ બંધ કરી દેવો જોઈએ.

ગરમાળા ના વધારે ઉપયોગ થી પેશાબ નો રંગ વધારે પીળો થઇ જાય છે માટે સીમિત માત્રા માં જ તેનો ઉપયોગ કરવો.

garmada ni dadi – ગરમાળા ની ડાળખીઓ માં એક અલગ પ્રકાર ની ગંધ હોય છે, માટે જો તેનો નિયમિત ઉપયોગ કરવામાં આવે તો અરુચિ પેદા થઇ જાય છે. માટે તેનો સેવન ગુલકંદ સાથે કરવો હિતાવહ છે.

ગરમાળા ને અંગ્રેજી મા શું કહેવાય છે?

અંગ્રેજી મા ગરમાળા ને Golden shower tree ના નામે ઓળખવામાં આવે છે

ગરમાળો translated in English

Golden shower tree

ગરમાળા બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે?

ગરમાળા નું વૈજ્ઞાનિક નામ Casia fistula fruit છે અને તેને હિન્દીમાં AMALTAS તરીકે ઓળખવામાં આવે છે

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

તુરીયા ના ફાયદા | ગીસોડા ના ફાયદા | turiya na fayda in gujarati | Ridge Gourd benefits in Gujarati | chineese Okra benefits in Gujarati

ભોરીંગણી ના ફાયદા | ભોરીંગણી નો ઉપયોગ | ભોયરીંગણી ના ફાયદા | Bhoringani na fayda | Thorny nightshade benefits in gujarati

સોપારી ખાવાના ફાયદા અને નુકશાન | સોપારી ના ઘરેલું ઉપચાર | સોપારી નો ઉપયોગ | Sopari na fayda | betel nut benefits in gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement